સરકારી કંપનીઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ શક્ય ન હોવાથી ગવર્નમેન્ટનો પ્રાઇવેટ કંપનીના શૅર્સના વેચાણનો પ્લાન

Published: 25th October, 2011 18:47 IST

શૅરબજારની અચોક્કસ સ્થિતિ તેમ જ મોટા પાયે અફરાતફરીને કારણે ગવર્નમેન્ટ સરકારી કંપનીઓના શૅરનું વેચાણ કરી નથી શકી એટલે હવે સરકાર ભંડોળ ઊભું કરવા માટે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓના શૅરનું વેચાણ કરવાનો પ્લાન ધરાવે છે.ફાઇનૅન્સ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલાં સાધનો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સરકાર ઍલ ઍન્ડ ટી (લાર્સન ઍન્ડ ટુબ્રો) આઇટીસી, ઍક્સિસ બૅન્ક વગેરે અગ્રણી કંપનીઓના શૅરનું વેચાણ કરવાની યોજના ધરાવે છે.

સ્પેસિફાઇડ અન્ડરટેકિંગ ઑફ ધ યુનાઇટેડ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (એસયુયુટીઆઇ) દ્વારા સરકારે આ કંપનીઓના શૅર્સ મેળવ્યા છે. યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયામાં જે સ્કૅમ થયું હતું એના પગલે રોકાણકારોના પ્રોટેક્શન માટે એસયુયુટીઆઇની સ્થાપના ૨૦૦૨માં કરવામાં આવી હતી.

એસયુયુટીઆઇ પાસે આઇટીસીના ૧૧.૫૪ ટકા, એલ ઍન્ડ ટીના ૮.૨૭ ટકા અને ઍક્સિસ બૅન્કના ૨૩.૫૮ ટકા શૅર્સ છે. આ ત્રણ કંપનીઓના શૅર્સનું કુલ મૂલ્ય ૩૬,૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK