બૅન્ક બાદ વીમા કંપનીઓના મર્જર વિશે સરકાર વિચારી રહી છે : નિર્મલા સીતારમણ

Published: Nov 19, 2019, 12:47 IST | New Delhi

બૅન્કોના મર્જર બાદ હવે મોદી સરકારે વધુ એક ફેંસલો લીધો છે. સરકાર હવે વીમા કંપનીઓના મર્જર પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ વિશે એલાન કર્યું છે જે અંતર્ગત ૩ સરકારી વીમા કંપનીઓના વિલયનો ફેંસલો લેવામાં આવ્યો છે.

નિર્મલા સિતારમણ
નિર્મલા સિતારમણ

(જી.એન.એસ.) બૅન્કોને સતત વધી રહેલા નુકસાનથી બહાર લાવવા માટે મોદી સરકારે બૅન્કોના મર્જરનો ફેંસલો લીધો હતો. સૌથી પહેલાં એસબીઆઇમાં બૅન્કના ૬ સહયોગી બૅન્કોનું મર્જર કરવામાં આવ્યું જે બાદ અલાહાબાદ બૅન્ક સાથે ઇન્ડિયન બૅન્ક, ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ, પંજાબ નૅશનલ બૅન્ક સાથે યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા, સિન્ડિકેટ બૅન્ક સાથે કૅનેરા બૅન્ક અને યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે કૉર્પોરેશન બૅન્કનું મર્જર કરવામાં આવ્યું હતું.

બૅન્કોના મર્જર બાદ હવે મોદી સરકારે વધુ એક ફેંસલો લીધો છે. સરકાર હવે વીમા કંપનીઓના મર્જર પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ વિશે એલાન કર્યું છે જે અંતર્ગત ૩ સરકારી વીમા કંપનીઓના વિલયનો ફેંસલો લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ત્રણ સરકારી જનરલ વીમા કંપનીઓના મર્જરની તૈયારી કરી રહી છે જેમાં નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડ અને ઓરિયેન્ટલ ઇન્શ્યૉરન્સ લિમિટેડનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

વીમા કંપનીઓના મર્જર પાછળનું કારણ જણાવતાં સરકારે સ્પષ્ટ કર્યું કે સતત નુકસાન અને કમજોર આર્થિક સ્થિતિને કારણે આ કંપનીઓ આગળ વધવામાં સક્ષમ નથી. એવામાં કંપનીઓનું મર્જર કરી તેમના નુકસાનને ઘટાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે વીમા કંપનીઓના મર્જરથી તેમના પૉલિસીધારકો પર કોઈ અસર નહીં પડે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK