Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચીનના નબળા GDP ડેટાથી સોનું ઊછળીને એક મહિનાની ઊંચાઈએ

ચીનના નબળા GDP ડેટાથી સોનું ઊછળીને એક મહિનાની ઊંચાઈએ

22 October, 2014 05:50 AM IST |

ચીનના નબળા GDP ડેટાથી સોનું ઊછળીને એક મહિનાની ઊંચાઈએ

ચીનના નબળા GDP ડેટાથી સોનું ઊછળીને એક મહિનાની ઊંચાઈએ


gold

બુલિયન બુલેટિન- મયૂર મહેતા


ચીનના જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરના GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ડેટા ૨૦૦૮ પછીના સૌથી નબળા આવતાં ગ્લોબલ ગ્રોથ નબળો પડવાનો ખતરો વધ્યો હોવાથી સોનામાં સેફ હેવન બાઇંગ વધ્યું હતું અને સોનાનો ભાવ ૧૨૫૦ ડૉલરની સપાટી પાર કરીને એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. વળી ગ્લોબલ ગ્રોથ ઘટવાનો ખતરો વધતાં અમેરિકા ૨૦૧૫માં એના નિર્ધારિત સમયે ઇન્ટરેસ્ટ-રેટ નહીં વધારી શકે એ પ્રકારનું મંતવ્ય વધુ ને વધુ લોકો ધરાવતા થયા હોવાથી સોનામાં સંગીન તેજી થવાનો પાયો મજબૂત બની રહ્યો છે.

પ્રાઇસ મૂવમેન્ટ


આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોમવારે ડૉલર અને ઇક્વિટી માર્કેટની મંદીને પગલે સોનાના ભાવ સતત વધતા રહ્યા હતા. કૉમેક્સ ગોલ્ડ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટમાં ૫.૭ ડૉલરનો વધારો થઈ ૧૨૪૪ ડૉલર ભાવ થયો હતો. ગઈ કાલે સવારે સોનાનો ભાવ ૧૨૫૦ ડૉલર ખૂલ્યા બાદ એક તબક્કે વધીને ૧૨૫૧.૭૫ ડૉલર થયો હતો, જે સાંજે છેલ્લે વધીને ૧૨૫૩ ડૉલર થયો હતો. અન્ય પ્રેશ્યસ મેટલમાં ચાંદીનો ભાવ ૧૭.૩૬ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૫૭ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૨૭૮ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૭૦ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૭૬૩ ડૉલર ખૂલીને ૭૬૭ ડૉલર રહ્યો હતો.

ચીનના GDP ડેટા

ચીનના જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરના GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ડેટા ૭.૩ ટકા જાહેર થયા હતા, જે ૨૦૦૮ પછીના સૌથી નીચા હતા. આગલા ક્વૉર્ટરમાં GDP ૭.૫ ટકા રહ્યો હતો. જોકે ઍનલિસ્ટોની ધારણા ૭.૨ ટકા GDP આવવાની હતી એને બદલે ૭.૩ ટકા આવતાં ગોલ્ડ માર્કેટમાં એની કોઈ નેગેટિવ અસર જોવા મળી નહોતી. ચીન વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ ઈમ્પોર્ટર અને કન્ઝ્યુમર હોવાથી એના GDP ડેટાની ગોલ્ડ માર્કેટ પર મોટી અસર થવાની ધારણા હતી. હૉન્ગકૉન્ગની યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડના ઍનલિસ્ટે જણાવ્યું હતું કે અમારી ધારણા કરતાં GDP ડેટા સારા આવ્યા હતા. ચીનના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટના ડેટા ધારણા કરતાં સારા આવ્યા હતા. સપ્ટેમ્બરમાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ આઠ ટકા વધ્યું હતું. ઍનલિસ્ટોની ધારણા ૭.૫ ટકા વધવાની હતી.

અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૨૦૧૪ના આરંભથી અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની ચર્ચાને પગલે સોનામાં તેજી-મંદી થઈ રહી છે. અમેરિકી ફ્યુચર ટ્રેડના ઍનલિસ્ટોએ વીતેલા સપ્તાહ દરમ્યાન કરેલા સર્વેના રિઝલ્ટ અનુસાર ૪૮ ટકા ઍનલિસ્ટો એવું માની રહ્યા છે કે અમેરિકા ઑક્ટોબર ૨૦૧૫ સુધીમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારશે. આગલા સપ્તાહે આ મત ૫૦ ટકા લોકોનો હતો. છેલ્લાં કેટલાંક સપ્તાહથી બહુમતી ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો એવું માની રહ્યા છે કે ૨૦૧૫માં અમેરિકાને ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની અનુકૂળતા નહીં રહે.

યુરોપિયન ડેટાની રાહ

યુરોપિયન મૅન્યુફૅક્ચરિંગ ડેટા ગુરુવારે અને અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા આજે જાહેર થવાના છે. આ બન્ને ડેટા સોનાની માર્કેટ માટે મહkવના હશે. યુરોપિયન મૅન્યુફૅક્ચરિંગ ડેટા જો નબળા આવશે તો ગ્લોબલ ગ્રોથ પર એની સીધી અસર પડશે અને સોનામાં સેફ હેવન બાઇંગ વધારવા માટેનું એક નવું કારણ મળશે. અમેરિકાના વીતેલા સપ્તાહ દરમ્યાન જાહેર થયેલા તમામ ઇકૉનૉમિક ડેટા નબળા રહ્યા હતા એટલે ઇન્ફ્લેશન ડેટા બાદ અમેરિકાની ઇકૉનૉમિક સ્થિતિ વિશે વધુ સ્પક્ટ ચિત્ર બહાર આવશે. હાલ સોનાની માર્કેટ પર ડૉલરની તેજી-મંદીની મોટી અસર હોવાથી અમેરિકી ઇન્ફ્લેશન ડેટાની ગોલ્ડ પર મોટી અસર જોવા મળશે.

સોનાની ઈમ્પોર્ટ પર નવાં નિયંત્રણોનો રિઝર્વ બૅન્ક દ્વારા ઈન્કાર

ભારતમાં સોનાની ઈમ્પોર્ટ સપ્ટેમ્બરમાં સાડાચાર ગણી વધતાં અને એને કારણે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૧૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં સરકારે રિઝર્વ બૅન્કને સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો લાદવા પત્ર લખ્યો હતો. આ બાબતે રિઝર્વ બૅન્કના ટોચના બે અધિકારીઓએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે હાલના તબક્કે સોનાની ઈમ્પોર્ટના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ સોનાની આયાત ડ્યુટી ઘટશે એવી ધારણા રાખીને બેઠેલા લોકો અત્યાર સુધી સતત નિરાશ રહ્યા હતા. કેન્દ્રીય બજેટમાં સોનાની આયાત ડ્યુટી ઘટાડવાની કોઈ જાહેરાત ન થયા બાદ સપ્ટેમ્બરમાં કૉમર્સપ્રધાન નર્મિલા સીતારામને સોનાની આયાત ડ્યુટી ઘટાડવાનો સ્પક્ટ શબ્દોમાં ઈન્કાર કરતાં લોકોની રહી-સહી આશા પણ તૂટી પડી હતી. એમાં વળી છેલ્લા બે દિવસથી વધુ નિયંત્રણો લાદવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સોના-ચાંદીના સિક્કાઓનો તમામ સ્ટૉક ધનતેરસે વેચાઈ ગયો

મેટલ ઍન્ડ મિનરલ ટ્રેડિંગ કૉર્પોરેશન અને સ્વિટ્ઝરલૅન્ડની ગોલ્ડ રિફાઇનરી ભ્ખ્પ્ભ્ના જૉઇન્ટ વેન્ચર દ્વારા દેશમાં ૮૦ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં રહેલો સોના-ચાંદીના સિક્કાનો તમામ જથ્થો ધનતેરસે
વેચાઈ ગયો હોવાનું કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે અમે દિવાળીના તહેવારો માટે દોઢ લાખ ચાંદીના સિક્કા અને ૨૫,૦૦૦ સોનાના સિક્કા વેચવા માટે મૂક્યા હતા, પણ ધનતેરસના દિવસે જ બધા સિક્કા વેચાઈ ગયા હતા. ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે સોના-ચાંદીના સિક્કાનું વેચાણ ૪૦ ટકા વધ્યું હતું.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૩૯૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૭,૫૩૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૯,૮૧૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2014 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK