Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પ્રથમ વખત ત્રણ સપ્તાહના ઘટાડા સાથે બુલિયન બંધ

પ્રથમ વખત ત્રણ સપ્તાહના ઘટાડા સાથે બુલિયન બંધ

17 October, 2020 03:13 PM IST | Mumbai
Mumbai correspondent

પ્રથમ વખત ત્રણ સપ્તાહના ઘટાડા સાથે બુલિયન બંધ

પ્રથમ વખત ત્રણ સપ્તાહના ઘટાડા સાથે બુલિયન બંધ

પ્રથમ વખત ત્રણ સપ્તાહના ઘટાડા સાથે બુલિયન બંધ


અમેરિકન ડૉલરમાં થોડી નબળાઈ વચ્ચે સોના-ચાંદી આજે વૈશ્વિક બજારમાં મક્કમ જોવા મળી રહ્યાં છે. યુરોપમાં કોરોના વાઇરસના બીજા તબક્કાના ડર વચ્ચે આ સપ્તાહમાં જોખમથી દૂર જઈ રહેલા રોકાણકારોને કારણે ડૉલર અને બુલિયન તરફ ઝોક જોવા મળી રહ્યો છે. જોકે શૅરબજારમાં આજે ફરી વૃદ્ધિ  જોવા મળી રહી છે એટલે નવા તેજીના ટ્રિગરના અભાવ વચ્ચે સોના અને ચાંદીની તેજી પર પણ બ્રેક લાગી છે. જોકે સપ્તાહ દરમ્યાન સોનું અને ચાંદી બન્ને ઘટેલાં જોવા મળ્યાં છે. ડૉલરની સાથે જોડાયેલી હોવાથી ડૉલર મજબૂત થતાં એની ખરીદી મોંઘી બને છે અને એને કારણે ગ્રાહકો એનાથી અળગા રહે છે.
આજે શૅરબજારમાં મક્કમ હવામાન સાથે ડૉલર ઘટેલો છે. અમેરિકન ડૉલરનું ૬ અન્ય ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૨૭ ટકા કે ૯૩.૬૦૮ની સપાટી પર છે. અમેરિકામાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે ડિસેમ્બર સોનું વાયદો ૦.૦૯ ટકા કે ૧.૭૦ ડૉલર વધી ૧૯૧૦.૬ અને હાજરમાં ૧૯૦૮.૬૭ ડૉલરની સપાટીએ સ્થિર છે. ચાંદી વાયદો ૦.૯૯ ટકા કે ૨૪ સેન્ટ વધી ૨૪.૪૭ અને હાજરમાં ૦.૫૯ ટકા કે ૧૪ સેન્ટ વધી ૨૪.૪૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
બજારમાં જોકે એવી ધારણા છે કે લાંબા ગાળે સોનું અને ચાંદી બન્ને તેજીમય રહેશે. આ ધારણાનો આધાર છે કે કોરોના વાઇરસના પ્રથમ તબક્કાને કારણે વિશ્વ આર્થિક મંદીમાં આવી ગયું છે. વ્યાજનો દર શૂન્ય છે. મંદીમાંથી બહાર આવવા માટે હજી પણ નાણાપ્રવાહિતા અને વધારે પૅકેજની જરૂર છે. ફરી વાઇરસ માથું ઊંચકે તો ડર વધશે અને પૅકેજને કારણે ફુગાવો વધી શકે છે. આ સ્થિતિમાં વ્યાજ સાથે નહીં જોડાયેલા હોય એવી આ ધાતુના ભાવ પણ વધવા જોઈએ.
ભારતમાં હાજરમાં
સોનું-ચાંદી ઊછળ્યાં
આજે ભારતમાં સોના અને ચાંદીમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજર સોનું ૪૪૫ વધી ૫૨,૭૯૫ અને અમદવાદમાં ૪૧૫ વધી ૫૨,૫૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. ચાંદીમાં મુંબઈમાં હાજર ૧૯૩૫ ઊછળી ૬૩,૪૦૦ અને અમદાવાદમાં ૧૯૬૦ ઊછળી ૬૩,૩૬૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યો હતો.
એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦૫૮૬ ખૂલી, ઉપરમાં ૫૦,૮૧૧ અને નીચામાં ૫૦,૫૬૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૨ વધીને ૫૦,૭૨૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૬૯૪ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૨૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૯ ઘટીને બંધમાં ૫૦,૭૬૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૬૪૯ ખૂલી, ઉપરમાં ૬૨,૦૭૫ અને નીચામાં ૬૧,૩૬૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૨૯ વધીને ૬૧,૮૬૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૩૩૩ વધીને ૬૧,૮૫૮ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૩૩૨ વધીને ૬૧,૮૫૮ રૂપિયા બંધ
રહ્યા હતા.
સાપ્તાહિક રીતે સોનું અને ચાંદી નરમ
વૈશ્વિક બજારમાં છેલ્લાં ત્રણ સપ્તાહમાં પ્રથમ વખત સોનું અને ચાંદી સાપ્તાહિક રીતે ઘટીને બંધ આવે એવી શક્યતા છે. ગયા સપ્તાહના અંત તરફ ડૉલર વૈશ્વિક ચલણો સામે ત્રણ મહિનાની નીચી સપાટી તરફ હતો, પણ આ સપ્તાહમાં એમાં ૦.૬૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. ડૉલરના મૂલ્યમાં થઈ રહેલા વધારાને કારણે સોનું અને ચાંદી નરમ રહ્યાં હતાં. ડૉલરની વૃદ્ધિ સાથે સોનું આ સપ્તાહમાં ૧૪ ડૉલર કે ૦.૭ ટકા અને ચાંદી ૫૮ સેન્ટ કે ૨.૩૨ ટકા ઘટીને બંધ આવી છે.
ભારતમાં હાજર બજારમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૫ અને ૮૬૫ રૂપિયા પ્રતિ કિલો વધીને બંધ આવ્યા છે. અહીં સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે ૫૩૭ (૧.૦૭ ટકા) વધી ૫૦,૭૧૨ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. ચાંદીનો વાયદો સપ્તાહના અંતે ૧૦૧૬ (૧.૬૮ ટકા) વધી ૬૧,૫૩૫ રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
ડૉલર સામે મક્કમ સપાટીએ રૂપિયો બંધ
વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલરની નબળાઈ સામે ભારતમાં બે દિવસથી વિદેશી રોકાણકારો શૅરબજારમાં વેચવાલી કરી રહ્યા છે એ સ્થિતિમાં રૂપિયો ડૉલર સામે મક્કમ બંધ આવ્યો હતો. ગુરુવારે ૭૩.૩૬ બંધ રહેલો રૂપિયો આજે ૭૩.૪૧ ખૂલ્યો હતો અને પછી દિવસભર સાંકડી વધ-ઘટ વચ્ચે એક પૈસો ઘટી ૭૩.૩૫ બંધ આવ્યો હતો. આ સપ્તાહ દરમ્યાન રૂપિયો ૧૯ પૈસા કે ૦.૨૬ ટકા ઘટ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 03:13 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK