હાજરમાં નીચા ભાવે ખરીદી નીકળી હોવાની આશા, સતત ઘટી રહેલા ડૉલરનો લાભ લેવા માટે આંશિક ખરીદી બાદ શોર્ટ કવરિંગના કારણે મંગળવારે સોનું અને ચાંદી બન્નેમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે બન્ને ધાતુના ભાવ મક્કમ છે પણ ચાંદી કાલના બંધથી ઘટેલી છે જ્યારે સોનું આંશિક વધેલું છે. ટેક્નિકલ ચાર્ટ
ઉપર ત્રણ સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો હોવાથી સોના માટે આ એક ઉછાળો જ ગણવામાં આવી
રહ્યો છે જ્યારે ચાંદીના ભાવ થોડા મજબૂત છે. અમેરિકામાં ફરી એક વખત નવા સ્ટિમ્યુલસની વાત શરૂ થઈ હોવાથી પણ સોનાના ભાવ વધી રહ્યા છે.
વૈશ્વિક બજારમાં મંગળવારે ચાંદી ૧.૪૯ ડૉલર કે ૬.૬૩ ટકા વધી હતી. સોનું ૩૮ ડૉલર કે ૨.૧૩ ટકા ઊછળ્યું હતું. સોનાના ભાવમાં આટલો મોટો ઉછાળો છેલ્લા એક મહિનામાં પ્રથમ વાર જોવા મળ્યો છે. આટલા ઉછાળા પછી પણ ભાવ ઑગસ્ટની સર્વકાલીન ઊંચી સપાટીથી લગભગ ૨૭૦ ડૉલર જેટલા નીચા છે. બુધવારે ફેબ્રુઆરી સોનું વાયદો ૦.૩૨ ટકા કે ૫.૮૦ ડૉલર વધી ૧૮૨૪.૭ અને હાજરમાં ૦.૬૦ ટકા કે ૧૦.૮૬ ડૉલર વધી ૧૮૨૬.૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર હતા. ચાંદી માર્ચ વાયદો ૦.૧૭ ટકા કે ૪ સેન્ટ ઘટી ૨૪.૦૫૫ અને હાજરમાં ૦.૨૦ ટકા કે ૫ સેન્ટ ઘટી ૨૩.૯૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.
ભારતમાં સોનું ૪૩૫ રૂપિયા, ચાંદી ૧૭૫૦ રૂપિયા વધ્યાં
વૈશ્વિક બજારમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક મહિનામાં જોવા મળેલા સૌથી મોટા ઉછાળા, ડૉલર સામે રૂપિયાના ભાવમાં ઘટાડા વચ્ચે આજે હાજર અને વાયદામાં બન્ને ધાતુઓના ભાવ વધ્યા હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૫૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ ૮૦૭ રૂપિયા વધ્યો હતો.
મુંબઈ સોનું હાજરમાં ૪૫૦ વધી ૫૦,૮૫૦ અને અમદાવાદ ખાતે ૪૩૫ વધી ૫૦,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવ હતા. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૪૯૯ ખૂલી, ઉપરમાં ૪૮,૬૯૯ અને નીચામાં ૪૮,૪૦૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૨૫૮ વધીને ૪૮,૫૩૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૨૭૩ વધીને ૮ ગ્રામદીઠ ૩૯,૨૪૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૨૯ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૦૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૫૩ વધીને બંધમાં ૪૮,૯૯૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈ હાજર ચાંદી ૧૭૦ વધી ૬૪,૬૩૦ અને અમદાવાદ ખાતે ૧૭૬૦ વધી ૬૪,૬૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૬૨૮ ખૂલી, ઉપરમાં ૬૩,૦૪૦ અને નીચામાં ૬૧,૪૨૫ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૮૦૭ વધીને ૬૨,૭૨૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૭૭૦ વધીને ૬૩,૯૩૨ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૭૮૨ વધીને ૬૩,૯૨૩ રૂપિયા બંધ રહ્યા હતા.
ડૉલર સામે રૂપિયો નરમ
વૈશ્વિક બજારમાં અઢી વર્ષની નીચી સપાટીએ પટકાયેલા ડૉલરમાં પ્રત્યાઘાતી ઉછાળાના કારણે ભારતીય રૂપિયો પણ આજે નરમ પડ્યો હતો. ડૉલર સામે મંગળવારે ૭૩.૬૮ બંધ આવેલો રૂપિયો આજે વધીને ૭૩.૪૫ ખૂલ્યા બાદ આયાતકારોએ ડૉલરની ખરીદી કરતાં તે ઘટી ગયો હતો. વૈશ્વિક બજારમાં વધેલા ડૉલર અને ભારતીય શૅરબજારમાં ઘટાડાના માહોલ વચ્ચે સેન્ટિમેન્ટ નરમ પડ્યો હોવાથી દિવસના અંતે ડૉલર ૧૩ પૈસા ઘટી ૭૩.૮૧ બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી કમિટીની બેઠકના નિર્ણયની અસર થાય એ પહેલાં આજે બજારમાં સાવચેતી જોવા મળી રહી હતી. કમિટીની બેઠક ગુરુવારે પૂર્ણ થશે.
અમેરિકન જૉબ અને હાઉસિંગ ડેટા સુધરતાં સોના-ચાંદીમાં પ્રૉફિટ-બુકિંગથી ઘટાડો
23rd January, 2021 09:55 ISTબે સત્રોમાં સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઘટ્યો
23rd January, 2021 09:54 ISTShare Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTઅમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી
22nd January, 2021 12:17 IST