Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોનાની સ્થિતિની અનિશ્ચિતતાથી સોનું-ચાંદી રેન્જબાઉન્ડ

કોરોનાની સ્થિતિની અનિશ્ચિતતાથી સોનું-ચાંદી રેન્જબાઉન્ડ

19 January, 2021 11:10 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

કોરોનાની સ્થિતિની અનિશ્ચિતતાથી સોનું-ચાંદી રેન્જબાઉન્ડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં નવા પ્રેસિડન્ટની શપથવિધિ આડે હવે બે દિવસ બાકી રહેતા તેમ જ કોરોના વાઇરસની સ્થિતિની અનિશ્ચિતતાથી સોનું-ચાંદી નવી દિશાની શોધમાં રેન્જબાઉન્ડ રહ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૫૬થી ૩૫૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૨૫ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો



વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી હાલ નવી દિશાની શોધમાં છે. અમેરિકન ઇલેક્ટેડ પ્રેસિડન્ટ બાઇડન દ્વારા ૧.૯ ટ્રિલ્યન ડૉલરનું રિલીફ પૅકેજની દરખાસ્ત આવી છે પણ તેને મંજૂરી મળવી બાકી છે. બાઇડનની શપથવિધિ અગાઉ બે દિવસ બાકી છે. બાઇડને સત્તાના પ્રથમ ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ વૅક્સિનના ડોઝનું લક્ષ્ય રાખ્યું છે. બાઇડનની શપથવિધિમાં ટ્રમ્પના સમર્થકો દ્વારા મોટેપાયે દેખાવો થાય તેવી શક્યતાએ અમેરિકાનું તંત્ર હાલ હાઈ અલર્ટ છે. બાઇડનની રિલીફ પૅકેજની ભલામણથી સ્ટૉક માર્કેટ સુધરતાં ડૉલર પાંચ સપ્તાહની ઊંચાઈએ અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ દસ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ચીનમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં સતત છઠ્ઠે દિવસે ૧૦૦ કરતાં વધુ સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. ચીનમાં બે સપ્તાહ બાદ લૂનાર ન્યુ યરના તહેવારો શરૂ થશે તે અગાઉ કોરોના વાઇરસના નવા કેસની સંખ્યામાં વધારો થવો ચિંતાજનક છે. આમ અમેરિકી ઇકૉનૉમિની સિચ્યુએશન અને કોરોના વાઇરસની વૅક્સિનની અસર બન્ને બાબતોના સ્પષ્ટ પરિણામોની રાહે હાલ સોનું-ચાંદી રેન્જબાઉન્ડ અથડાઈ રહ્યાં છે.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૦ના ફોર્થ ક્વૉર્ટરમાં ૬.૫ ટકા રહ્યો હતો જે થર્ડ ક્વૉર્ટરમાં ૪.૯ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા ૬.૧ ટકા રહેવાની હતી. ચીનનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડિસેમ્બરમાં ૭.૩ ટકા વધીને સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું જે માર્કેટની ૬.૯ ટકા વધવાની ધારણા કરતાં પણ વધુ વધ્યું હતું. ચીનના રિટેલ સેલ્સમાં ડિસેમ્બરમાં ૪.૬ ટકાનો વધારો થયો હતો જેમાં નવેમ્બરમાં પાંચ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૫.૫ ટકા વધારાની હતી. ચીનનું ઇન્ડસ્ટ્રીઝ કેપેસિટી યુટિલાઇઝેશન ફોર્થ ક્વૉર્ટરમાં ૭૮ ટકા વધ્યું હતું જે ત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. જપાનનું ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ નવેમ્બરમાં ૦.૫ ટકા ઘટ્યું હતું જે ઑકટોબરમાં ચાર ટકા વધ્યું હતું. ચીન વિશ્વનું સૌથી મોટું સોનાનું વપરાશકાર હોઈ ઇકૉનૉમિક ડેટા સ્ટ્રોંગ આવતાં સોનાના લોંગ ટર્મ તેજી થવાના ચાન્સ વધ્યા હતા.


શોર્ટ ટર્મ-લોંગ ટર્મ ભાવિ

અમેરિકાના મેગા રિલીફ પૅકેજની મંજૂરી હાલ અટકી છે, પણ તા. ૨૦મીએ બાઇડનની શપથવિધિ બાદ ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજનું ભાવિ નક્કી થયા બાદ માર્કેટમાં એકાએક મની ફ્લો વધશે અને તમામ ફાઇનૅન્શિયલ એસેટમાં નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે. ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ફરી પાટે ચડ્યો છે તેમ જ ભારતમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. ચીન અને ભારતની સોનાની ફિઝિકલ માગનો હિસ્સો વિશ્વમાં ૫૦ ટકા કરતાં વધુ હોઈ આ બન્ને દેશોની ઇકૉનૉમિક કંડિશન સુધરતાં ફિઝિકલ માગમાં ફરી સુધારો થવાની ધારણા છે. અમેરિકાનું ઇકૉનૉમિક પૅકેજ અને ભારત-ચીનની ફિઝિકલ માગ વધવાના સંજોગો સોનાની માર્કેટમાં લોંગ ટર્મ તેજીના સ્પષ્ટ સંકેત આપે છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૯૬૯

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૮,૭૭૩

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૪,૮૯૫

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2021 11:10 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK