Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પાઉન્ડ સુધરતાં સોનાં-ચાંદી વધ્યાં

પાઉન્ડ સુધરતાં સોનાં-ચાંદી વધ્યાં

25 December, 2020 11:42 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

પાઉન્ડ સુધરતાં સોનાં-ચાંદી વધ્યાં

પાઉન્ડ સુધરતાં સોનાં-ચાંદી વધ્યાં


બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ કરવા માટે સમજૂતી થતાં બ્રિટિશ પાઉન્ડ અને સ્ટૉક માર્કેટ સુધર્યાં હતાં, જેને પગલે અમેરિકી ડૉલર ઘટતાં સોના-ચાંદી વધ્યાં હતાં, જેની અસરે મુંબઈ માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૯૬ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો



અમેરિકાના ૮૯૨ અબજ ડૉલરના ફાઇનૅન્શિયલ બિલને મંજૂર કરવાના ઇન્કાર કર્યા બાદ હવે ડોનલ્ડ ટ્રમ્પે સહાય વધારવાની માગણી કરી છે. અમેરિકન કૉન્ગ્રેસ દ્વારા મંજૂર કરાયેલા ફાઇનૅન્શિયલ બિલમાં દરેક અમેરિકનને ૬૦૦ ડૉલર દેવાની જોગવાઈ છે, ટ્રમ્પે આ સહાય વધારીને દરેક અમેરિકનને ૨૦૦૦ ડૉલર સહાય દેવાની માગણી કરી છે. ડોનલ્ડ ટ્રમ્પની નવી માગણીને કારણે ફાઇનૅન્શિયલ બિલ અટવાઈ પડ્યું હોવાથી સોનામાં ક્રિસમસ અગાઉ તેજી થવાની આશા થોડી નબળી પડી છે. જોકે ફાઇનૅન્શિયલ પૅકેજની અસર સોનાના ભાવ પર ઑલરેડ્ડી થઈ ચૂકી છે. અન્ય ઘટનાક્રમમાં બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેક્ઝિટ પ્રોસેસ પૂરી કરવા માટે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ કરવા માટે સમંતિ સધાઈ ચૂકી છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. બ્રિટનની પબ્લિકે સાડાચાર વર્ષ પહેલાં બ્રિટનને યુરોપિયન યુનિયનથી છુટા પડવાનો જનાદેશ આપ્યા બાદ છેક હવે બંને દેશો ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ સાથે છુટા થશે જેનાથી બંને પક્ષને ફાયદો થશે. ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ માટે સમંત થયાના સમાચારને પગલે બ્રિટિશ પાઉન્ડ સુધરીને બે વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો અને અમેરિકન ડૉલર ઘટ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ગુરુવારે સ્પોટ માર્કેટમાં સ્થિર હતું, બુધવારે ઓવરનાઇટ સોનામાં એક ટકાનો સુધારો નોંધાયો હતો.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડ્યુરેબલ ગુડ્ઝ ઑર્ડરમાં નવેમ્બરમાં ૦.૯ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ઑક્ટોબરમાં ૧.૮ ટકાનો વધારો નોંધાયો હતો અને ટ્રેડની ધારણા ૦.૬ ટકા વધારાની હતી. અમેરિકામાં અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ મેળવનારાની સંખ્યા ૮.૦૩ લાખ ૧૯ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહને અંતે જોવા મળી હતી, જે અગાઉના સપ્તાહે ૮.૯૨ લાખ હતી અને માર્કેટની ધારણા ૮.૮૫ લાખ રહેવાની હતી. અમેરિકન પબ્લિકનું  પર્સનલ સ્પેન્ડિંગ નવેમ્બરમાં ૦.૪ ટકા ઘટ્યું હતું જે ઑક્ટોબરમાં ૦.૩ ટકા વધ્યું હતું અને ટ્રેડની ધારણા ૦.૨ ટકા ઘટાડાની હતી. અમેરિકન પબ્લિકની ઇન્કમ નવેમ્બરમાં ૧.૧ ટકા ઘટી હતી જે સતત બીજે મહિને ઘટી હતી, જ્યારે અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઇન્ડેક્સ નવેમ્બરમાં સતત બીજે મહિને સ્થિર રહ્યો હતો. આમ, ઓવરઑલ અમેરિકાના તમામ ડેટા સોનાની માર્કેટ માટે પૉઝિટિવ રહ્યા હતા.


શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન પબ્લિકની ઇન્કમ ઘટી રહી હોવાથી સ્પેન્ડિંગ પણ ઘટી રહ્યું છે. આ બાબત અમેરિકન ગવર્નમેન્ટને વધુ ફાઇનૅન્શિયલ પૅકેજ લાવવા માટે ફરજ પાડશે. ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકનને અપાતી સરકારી સહાય ૬૦૦ ડૉલરથી વધારીને ૨૦૦૦ ડૉલર કરવાની માગણી કરી છે જેને માટે અમેરિકન ગવર્નમેન્ટને હજી લાંબા સમય ફાઇનૅન્શિયલ રાહત પૅકેજની સાથે ઇન્ટરેસ્ટ રેટ લાંબા સમયથી ઝીરો નજીક રાખવો પડશે. આ બંને બાબતો ૨૦૨૧માં સોનાના ભાવને વધુ ઊંચે લઈ જશે.

ભારતમાં સોનું એક વર્ષમાં ૧૧,૫૫૦ રૂપિયા અને ચાંદી ૨૦,૮૦૦ રૂપિયા વધી

વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી ૨૦૨૦ના આરંભથી સુધરી રહ્યાં છે. ૨૦૨૦ના આરંભે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર, જિયોપૉલિટિકલ ટેન્શન અને ત્યાર બાદ કોરોના વાઇરસની વધી રહેલી અસરથી સોના-ચાંદીના ભાવ સતત વધતા રહ્યા હતા. ક્રિસમસની પૂર્વસંધ્યાએ ગયા વર્ષે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૮,૪૪૫ હતો જે ચાલુ વર્ષે ક્રિસમસની પૂર્વસંધ્યાએ વધીને ૪૯,૯૯૫ રૂપિયા થયો છે. આમ, એક વર્ષમાં સોનામાં ૧૧,૫૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે ક્રિસમસની પૂર્વસંધ્યાએ ચાંદીનો ભાવ પ્રતિ કિલોનો ૪૫,૬૩૦ રૂપિયા હતો જે ગુરુવારે ક્રિસમસની પૂર્વસંધ્યાએ ૬૬,૪૩૧ રૂપિયા ચાલી રહ્યો છે. આમ, ચાંદીમાં એક વર્ષમાં પ્રતિ કિલો ૨૦,૮૦૧ રૂપિયાનો વધારો નોંધાયો છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૯,૯૯૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૯,૭૯૫

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૬,૪૩૧

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2020 11:42 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK