બ્રિટન સહિત અનેક દેશોમાં લૉકડાઉન લાગુ પડતાં તેમ જ કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય સતત તૂટી રહ્યું હોવાથી સોનામાં જબ્બર તેજી જોવા મળી રહી છે. વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૧૯૫૦ ડૉલરની સપાટીને ઓળંગી જતાં એની અસરે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૫૮થી ૪૬૦ રૂપિયા વધ્યો હતો અને ચાંદી પ્રતિ કિલોના ભાવ ૫૦૪ રૂપિયા વધ્યા હતા.
વિદેશી પ્રવાહો
કોરોના વાઇરસના નવા અવતાર સ્ટ્રેનના કેસમાં સતત વધારાને પગલે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરે નવેસરથી નૅશનલ લૉકડાઉન લાદવાની જાહેરાત કરી તેમ જ અમેરિકાના જ્યૉર્જિયાની બે બેઠકોની ચૂંટણી પહેલાં પૉલિટિકલ અનિશ્ચિતતા વધી હોવાથી સોનું વર્લ્ડ માર્કેટમાં સોમવારે ઓવરનાઇટ બે ટકા વધીને ૧૯૪૫.૨૬ ડૉલર સુધી વધ્યું હતું, પણ અમેરિકાના મન્યુફૅકચરિંગ ગ્રોથના ડેટા છ મહિનાની ઊંચાઈએ આવતાં સોનામાં પ્રૉફિટ બુકીંગ ચાલુ થતાં મંગળવારે સોનું ઊંચા મથાળેથી ઘટ્યું હતું, પણ સાંજે ફરી સોનામાં ભાવ વધવા લાગ્યા હતા અને વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૯૫૦ ડૉલરના લેવલને પાર કરી ગયું હતું. સ્ટ્રેનની વધતી અસર અને જ્યૉર્જિયાની બે બેઠકોનાં પરિણામ બાદ સંભવિત પૉલિટિકલ અનિશ્ચિતતાનાં તેજીનાં કારણો હજી પણ માર્કેટમાં મોજૂદ હોવાથી સોનામાં મંદી ટકવી મુશ્કેલ બની છે. ફેડની ડિસેમ્બર મહિનાની મીટિંગની મિનિટ્સ બુધવારે ઓવરનાઇટ જાહેર થશે, પણ મોટેભાગે હાલ ફેડની પૉલિસીમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો મૅન્યુફૅકચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૫૭.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૫૬.૭ પૉઇન્ટ હતો. અમેરિકાનું કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગ નવેમ્બરમાં ૦.૯ ટકા વધ્યું હતું. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રોન્ગ આવતાં સોનામાં પ્રૉફિટ બુકિંગ વધ્યું હતું. જપાનમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી ત્યાં ટોકિયો અને અન્ય ત્રણ શહેરોમાં સ્ટેટ ઑફ ઇમર્જન્સી ડિક્લેર કરવામાં આવી હતી, જૅપનીઝ ગવર્નમેન્ટના આ નિર્ણયને પગલે યેનનું મૂલ્ય વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડનો ડૉલર પણ મંગળવારે ૩૨ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. જોકે બ્રિટનમાં નૅશનલ લૉકડાઉન લાગુ પડતાં પાઉન્ડનું મૂલ્ય ઘટ્યું હતું. કરન્સી ફ્રન્ટ પર ડૉલરની પ્રતિસ્પર્ધી કરન્સી હજી પણ મજબૂત બની રહી હોવાથી ડૉલરનું સતત વધતું અવમૂલ્યન સોનામાં વધુ તેજી થવાના સંકેત આપે છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ
અમેરિકાની સેનેટ પર કબજો મેળવવા માટે જ્યૉર્જિયાની બે સીટના ઇલેક્શનનું પરિણામ નિર્ણાયક બનશે. આ બન્ને બેઠકો પર ડેમોક્રૅટિક ઉમેદવાર જીતી જાય તો જો બાઇડન જે ધારે એ કરી શકશે, પણ જો એક સીટ પણ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મળી તો અમેરિકામાં ફરી પૉલિટિકલ અનિશ્ચિતતાનો માહોલ ઊભો થશે, જે સોનાના સેફ હેવન સ્ટેટ્સને મજબૂત બનાવશે. જોકે બે સીટ ડેમોક્રૅટિક પાર્ટીને મળશે તો પણ સોનામાં તેજીના ચાન્સિસ તો બરકરાર રહેશે, પણ તેજીનો આધાર જો બાઇડનની પૉલિસી પર આધારિત રહેશે. સોનામાં હાલ શૉર્ટ, મિડિયમ અને લૉન્ગ ટર્મ તેજીના ચાન્સિસ સતત વધી રહ્યા છે, કારણ કે કોરોના વાઇરસના વધી રહેલા કેસની સામે વૅક્સિનની નજીવી અસરથી તમામ પ્રકારની ક્રાઇસિસ વધી રહી છે, જે સોનાની તેજીને સપોર્ટ કરી રહી છે.
ભારતની સોનાની ઇમ્પોર્ટ ૨૦૨૦માં ૧૧ વર્ષના તળિયે પહોંચી
ભારતની સોનાની ઇમ્પોર્ટ ૨૦૨૦માં ૨૭૫.૫ ટન થઈ હોવાનું જાહેર થયું હતું. જોકે સોનાની ઇમ્પોર્ટ ડિસેમ્બરમાં ૧૮ ટકા વધીને ૫૫.૪ ટનની થઈ હતી. લૉકડાઉનને કારણે અનેક દેશો સાથેના જોડાણ બંધ હોવાથી તેમ જ અહીં રિટેલ કાઉન્ટર્સ પણ બંધ હોવાથી ડિમાન્ડ ઘટી હતી. આ તમામ અસરને કારણે સોનાની ઇમ્પોર્ટ ૨૦૨૦માં સતત ઘટી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર ૨૦૨૦માં થયેલી ઇમ્પોર્ટ ૨૦૦૯ પછીની સૌથી નીચી હોવાથી ૨૦૨૦માં સોનાની ઇમ્પોર્ટ ૧૧ વર્ષના તળિયે પહોંચી હતી.
ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૬૫૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૧,૪૪૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૯,૫૦૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)
અમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી
22nd January, 2021 12:17 ISTસીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગના અહેવાલને લીધે પણ ચિંતા પ્રસરી
22nd January, 2021 12:11 ISTShare Market: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર
22nd January, 2021 09:47 ISTSensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ
21st January, 2021 15:41 IST