Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ત્રણ મહત્ત્વની ઘટનાઓ પહેલાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા રહી

ત્રણ મહત્ત્વની ઘટનાઓ પહેલાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા રહી

12 December, 2019 11:10 AM IST | Mumbai Desk

ત્રણ મહત્ત્વની ઘટનાઓ પહેલાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા રહી

ત્રણ મહત્ત્વની ઘટનાઓ પહેલાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા રહી


આવનારા દિવસોમાં ત્રણ મહત્ત્વની ઘટનાઓ પહેલાં ગઈ કાલે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. મંગળવારે ઊંચી સપાટી પરથી થોડું ઘટ્યું હતું, પણ ગઈ કાલે એ સાંકડી વધઘટે મક્કમ જોવા મળી રહ્યું છે. સોનાના ભાવ વધવા માટે ટ્રેડ-વૉર વકરે, ફેડરલ રિઝર્વ વ્યાજદરનો ઘટાડવાનો સંકેત આપે એ જરૂરી છે.

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ સોમવારે ૧૪૬૧.૨૫ બંધ રહ્યો હતો. મંગળવારે એ વધી ૧૪૬૮.૬ ડૉલર થઈ ૧૪૬૩.૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે ભાવ વધી ૧૪૬૭.૩ થઈ ૧૪૬૬.૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ન્યુ યૉર્ક ફેબ્રુઆરી વાયદો ૦.૧૮ ટકા કે ૨.૬૫ ડૉલર વધી ૧૪૭૦.૭૫ પ્રતિ ઔંસ અને માર્ચ ચાંદી વાયદો ૦.૦૨ ટકા ઘટી ૧૬.૬૯૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.
હાજરમાં મુંબઈ સોનું ૧૦ ઘટી ૩૮,૭૫૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૦ ઘટી ૩૮,૯૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. વિદેશી બજારમાં ડૉલર સામે રૂપિયો મજબૂત થતાં સોનાના ભાવમાં ઘસારો જોવા મળ્યો હતો. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૫૮૦ ખૂલી ઉપરમાં ૩૭,૬૭૪ અને નીચામાં ૩૭,૫૨૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૭૭ વધીને ૩૭,૬૪૮ રૂપિયા બંધ રહ્યો હતો. મુંબઈ હાજર ચાંદી ૧૦ ઘટી ૪૮,૫૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫ ઘટી ૪૪,૬૧૦ રૂપિયા પ્રતિ એક કિલોના ભાવ હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩,૫૦૧ ખૂલી ઉપરમાં ૪૩,૬૨૯ અને નીચામાં ૪૩,૪૦૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૯ વધીને ૪૩,૫૮૬ રૂપિયા બંધ રહ્યો હતો.
ત્રણ ઘટનાઓ પર નજર
બજારની નજરમાં ત્રણ ઘટનાઓ છે એક, ફેડરલ રિઝર્વ આજે ધિરાણનીતિ અંગે નિર્યણ જાહેર કરશે, શુકવારે બ્રિટનમાં ચૂંટણીઓ છે અને રવિવારે ચીન પર વધારાના ટૅરિફ લગાડવાની મુદત આવી રહી છે. ફેડરલ રિઝર્વ મજબૂત આર્થિક વિકાસના કારણે આ બેઠકમાં વ્યાજનો દર ઘટાડે એવી શક્યતા નથી, પણ બજાર ભવિષ્યના ઘટાડાના સંકેત પર નજર રાખી રહી છે. ફેડરલ રિઝર્વ આ ઉપરાંત અમેરિકામાં બૉન્ડ પરચેઝ જાહેર કરી રેપો બજારને ઠંડી પાડવાનો પ્રયત્ન કરે તો પણ સોનાના ભાવ વધી શકે છે. જો બ્રિટનની ચૂંટણીમાં બ્રેક્ઝિટની તરફેણ કરતા પક્ષનો વિજય થશે તો પણ સોનાને થોડી રાહત મળી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે મંત્રણા ચાલી રહી છે, પણ એ પહેલાં ૧૫ ડિસેમ્બરે અમલમાં આવતા નવા ટૅરિફ અંગે ટ્રમ્પ વહીવટી તંત્ર શું નિર્ણય લઈ રહી છે એના આધારે પણ બજારની ચાલ નક્કી થશે.
છઠ્ઠા દિવસે પણ રૂપિયો વધ્યો
દિવસની શરૂઆતમાં રૂપિયો ૭૦.૮૭ ખુલ્યો હતો અને દિવસભર ૭૦.૭૪ અને ૭૦.૯૪ની સપાટીએ અથડાયો હતો. દિવસના અંતે રૂપિયો ડૉલર સામે ૭ પૈસા વધી ૭૦.૮૫ની સપાટીએ બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો અત્યારે એક મહિનાની ઊંચી સપાટીએ છે.



ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૩૭,૭૯૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૩૭,૬૪૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૪૩,૨૬૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 11:10 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK