Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરમાં જોખમ લેવાની વૃત્તિ વધતાં સોનાના ભાવ એક સપ્તાહની નીચી સપાટીએ

શૅરમાં જોખમ લેવાની વૃત્તિ વધતાં સોનાના ભાવ એક સપ્તાહની નીચી સપાટીએ

12 June, 2019 11:49 AM IST |

શૅરમાં જોખમ લેવાની વૃત્તિ વધતાં સોનાના ભાવ એક સપ્તાહની નીચી સપાટીએ

શૅર માર્કેટની સોના પર અસર

શૅર માર્કેટની સોના પર અસર


અમેરિકા અને મેક્સિકો વચ્ચે વ્યાપાર સંધિ થતાં અને વૈશ્વિક શૅરબજારમાં જોખમ લઈ રોકાણકાર પરત ફરતા સુરક્ષાનું સ્વર્ગ ગણાતા સોનાના ભાવ મંગળવારે એક સપ્તાહની નીચી સપાટીએ પટકાયા છે. સતત બે દિવસથી ભાવ ઘટી ગયા છે. મંગળવારે અમેરિકામાં ટ્રેડિંગ ચાલુ થયું ત્યારે હાજર સોનું ૧૨.૫૦ ડૉલર કે ૦.૯૩ ટકા ઘટી ૧૩૨૮.૪૦ ડૉલર પ્રતિ ઔંસ થઇ ગયા છે. શુક્રવારે બજાર બંધ રહી ત્યારે સોનું ૧૩૪૮.૦૮ ડૉલર હતું અને ૧૩૫૦ ડૉલરની સપાટી તોડશે એવી બજારમાં અપેક્ષા હતી.કૉમેકસ ઉપર સોનાનો વાયદો ૦.૨ ટકા ઘટી રૂ.૧૩૨૬.૧ પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. સોમવારે ભાવ એક ટકા ઘટી ગયો હતો અને આજે પણ એટલો જ ઘટી ગયો છે.

ભારતમાં હાજર સોનું રૂ. ૧૭૦ અને ચાંદી રૂ. ૨૩૫ ઘટી હતી. ભારતીય વાયદા બજારમાં એમસીએક્સ ઉપર સોનું ઑગસ્ટ વાયદો રૂ. ૧૧૫ ઘટી રૂ. ૩૨,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યો હતો. ગોલ્ડ મીની રૂ. ૧૧૦ ઘટી રૂ. ૩૨,૬૧૧ પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યો હતો. ચાંદી જુલાઈ વાયદો રૂ. ૨૮ વધી રૂ. ૩૬,૫૮૩ પ્રતિ કિલો બંધ આવ્યો હતો.



મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે સહમતી થતાં મેક્સિકન નિકાસ ઉપર ટેરીફ લાદવાનું અત્યારે માંડી વાળવામાં આવ્યું છે. જોકે, અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીયોએ જણાવ્યું હતું કે જો આ દિશામાં મેક્સિકો યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ટેરીફ ભવિષ્યમાં લાદી પણ શકાય છે.


વૈશ્વિકઅર્થતંત્ર માટેનું ભાવિ જોકે બદલાયું નથી પણ સોનાના ભાવ વધવા માટે સ્ટોક માર્કેટમાં ઘટાડો અને નબળો ડૉલર જરૂરી છે. અત્યારે સ્ટોક માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો હોવાથી સોનાના ભાવમાં નફો બાંધવાની વૃત્તિ જોવા મળી રહી છે. અન્ય કીમતી ધાતુઓમાં ચાંદી ૦.૨ ટકા વધી ૧૪.૬૯ ડૉલર, પ્લેટિનમ ૦.૩ ટકા વધી ૮૦૪.૪૬, પેલેડિયમ ૦.૧ ટકા વધી ૧૩૮૨.૬૫ ડૉલર પ્રતિ ઔંસ છે.

ડૉલર સ્થિર


કેલૅન્ડર વર્ષ ૨૦૧૯ના પ્રથમ પાંચ મહિનામાં ડૉલર ૩.૫ ટકા નબળો પડ્યા પછી મંગળવારે સ્થિર જોવા મળી રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ૯૬.૭૭૫ની સપાટીએ ૦.૦૭ ટકા મજબૂત જોવા મળી રહ્યો છે. યુરો સામે ડૉલર ૧.૧૩૧૫ની સપાટીએ છે જે યુરો ૦.૦૧ ટકા મજબૂત બતાવે છે. યેન સામે ડૉલર ૦.૩૪ ટકા વધી ૧૦૮.૩૮ છે.

સોનું ફુગાવા સામે રક્ષણ આપે એવું માનતા લોકો માટે લાલબત્તી

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં ફુગાવાનો દર એપ્રિલના ૧૩ લાખ ટકા હતો જે માર્ચના ૧૬.૨ લાખ ટકા કરતાં ઘટી ગયો છે. જોકે, સોનું ફુગાવા સામે રક્ષણ આપે એવું માનતા લોકો માટે આ ખાસ અહેવાલ છે કે સોનું અતિ તીવþ ફુગાવા (હાઇપર ઇન્ફલેશન) સામે રક્ષણ આપતું નથી.

આ પણ વાંચો: 14 મહિનામાં 35,000 કરોડ રુપિયાની કરી ચૂકવણી- અનિલ અંબાણી

વેનેઝુએલાના ચલન બોલીવીરમાં સોનાના ભાવ ઓગસ્ટની સપાટી કરતાં ૧૦,૭૦૦ ટકા વધ્યા છે પણ ફુગાવો ગણવામાં આવે તો ભાવમાં ૬૦ ટકાનો ઘટાડો જોવા મળે છે. ટીસીડબ્લ્યુ ગ્રુપના પૂવર્‍ કૉમોડિટી એનલિસ્ટ કલાઉડ અર્બ દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું છે. અર્બ દ્વારા અમેરિકાના નૅશનલ બ્યુરો ઑફ ઇકોનૉમિક રિસર્ચ માટે અગાઉ પણ આવી રીતે સંશોધન કરવામાં આવ્યું હતું અને એ માને છે કે હાઇપર ઇન્ફલેશન સામે સોનું રક્ષણ આપતું નથી. બ્રાઝિલમાં ૧૯૮૦થી ૨૦૦૦ દરમ્યાન ફુગાવો ૧૩૦ લાખ ટકા થયો હતો ત્યારે પણ બ્રાઝિલિયન રીઅલમાં સોનાના ભાવમાં ૭૦ ટકાનો ઘટાડો જોવા મYયો હતો. આ સમયગાળામાં સોનાના ભાવ ડૉલરના મૂલ્યમાં પણ ઘટuા જ હતા. એમના સંશોધન અનુસાર જ્યારે ચલણના ભાવની વધઘટ અને ફુગાવાના દર સાથે વાસ્તવિક વળતર ગણવામાં આવે ત્યારે સોનાથી પણ ચલણ જેટલું જ વળતર મળવું જોઈએ પણ હાઇપર ઇન્ફલેશનના કિસ્સાઓમાં આવું જોવા મળતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 11:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK