રોકાણકારો શૅરમાં જોખમ લેવા તૈયાર હોવાથી સોનાના ભાવમાં નરમ હવામાનનું જોર

Published: Nov 19, 2019, 11:10 IST | Boolean Watch | Mumbai

સોનાના ભાવવૃદ્ધિનાં કારણો ઘટી રહ્યાં છે. વિશ્વની બે સૌથી મોટી બજારમાં ગ્રાહકોની ખરીદી અટકી છે, સેન્ટ્રલ બૅન્કની ખરીદી અટકી છે અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડમાં પણ પ્રવાહ ધીમો પડી રહ્યો છે.

File Photo
File Photo

સોનાના ભાવવૃદ્ધિનાં કારણો ઘટી રહ્યાં છે. વિશ્વની બે સૌથી મોટી બજારમાં ગ્રાહકોની ખરીદી અટકી છે, સેન્ટ્રલ બૅન્કની ખરીદી અટકી છે અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડમાં પણ પ્રવાહ ધીમો પડી રહ્યો છે. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સમજૂતી આગળ વધી રહી હોવાના અહેવાલ છે એટલે પોલિટિકલ જોખમ પણ રહ્યું નહીં હોવાથી ભાવમાં કોઈ ચમકારો જણાતો નથી.

બૉન્ડના યીલ્ડ અને અમેરિકન શૅરબજાર બન્નેમાં જોખમ લઈ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. અમેરિકન શૅરબજાર વધુ એક વખત વિક્રમી સપાટીએ જોવા મળ્યું હોવાથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચીને આર્થિક ગતિવીધિઓ તેજ કરવામાં માટે રેપો રેટમાં ચાર વર્ષમાં પ્રથમ વખત ઘટાડો કર્યો હતો જેના કારણે પણ શૅરબજારમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે.

વૈશ્વિક હાજર બજારમાં સોનું શુકવારે ૧૪૮૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો જે આજે ઘટી ૧૪૫૭ ડૉલર થઈ ફરી નીચલા સ્તરેથી વધી ૧૪૬૪.૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ન્યુ યોર્ક કૉમેકસ ડિસેમ્બર વાયદો આજે ૩.૫૫ ડૉલર ઘટી ૧૪૬૪.૯૫ અને ચાંદી વાયદો ૦.૧ ડૉલર ઘટી ૧૬.૮૪૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે જે શુક્રવારના સ્તર કરતાં નબળા છે.

આજે ભારતમાં મુંબઈ અને અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું ૧૩૦ ઘટ્યું હતું. મુંબઈ ખાતે હાજરમાં ભાવ ૩૯,૨૧૫ અને અમદાવાદ ખાતે ૩૯,૨૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યા હતા. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૯૧૮ ખૂલી ઉપરમાં ૩૭,૯૫૯ અને નીચામાં ૩૭,૮૧૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૪૮ ઘટીને ૩૭,૮૪૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૫૭ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦,૫૩૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧ રૂપિયો ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૭૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૯ ઘટીને બંધમાં ૩૭,૮૫૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

મુંબઈ હાજર ચાંદીનો ભાવ ૪૧૫ ઘટી ૪૫,૩૦૦ અને અમદાવાદ ખાતે ૩૭૫ ઘટી ૪૫,૪૮૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪,૩૫૫ ખૂલી ઉપરમાં ૪૪,૩૫૫ અને નીચામાં ૪૩,૯૦૭ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૪૩૪ ઘટીને ૪૪૦૧૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૪૩૪ ઘટીને ૪૪,૦૨૩ અને ચાંદી-માઈક્રો નવેમ્બર ૪૩૫ ઘટીને ૪૪,૦૨૪ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK