Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટૉક માર્કેટની તેજીને પગલે સોનામાં ભાવ વર્લ્ડ માર્કેટમાં ઘટ્યા

સ્ટૉક માર્કેટની તેજીને પગલે સોનામાં ભાવ વર્લ્ડ માર્કેટમાં ઘટ્યા

17 February, 2021 12:12 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

સ્ટૉક માર્કેટની તેજીને પગલે સોનામાં ભાવ વર્લ્ડ માર્કેટમાં ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્લ્ડના મોટા ભાગના સ્ટૉક ઇન્ડેક્સ હાલમાં ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હોવાથી અને કોરોના વૅક્સિનની સફળતાને પગલે સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સતત નબળું પડી રહ્યું હોવાથી વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવ એકધારા ઘટી રહ્યા છે. જોકે લોકલ માર્કેટમાં ઘટેલા ભાવે સોના-ચાંદીમાં વધી રહેલી ખરીદી અને રૂપિયાની મજબૂતીને પગલે સોનું અને ચાંદીના ભાવ સુધર્યા હતા. મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૯૦ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહો



સ્ટૉક માર્કેટની ધૂમ તેજીને કારણે સોનાના ભાવ વર્લ્ડ માર્કેટમાં સતત ઘટી રહ્યા છે. મંગળવારે સવારે વર્લ્ડ માર્કેટમાં સોનું સુધર્યું હતું, પણ બપોર બાદ સોનું ૧૮૦૦ ડૉલરની સપાટી તોડવા નજીક પહોંચી ગયું હતું. કોરોના વાઇરસના કેસના ઘટાડાની સાથે ઇકૉનૉમિક રિકવરીના ડેટા સતત વધી રહ્યા છે, જેને કારણે ઇન્વેસ્ટરો હવે સોનું વેચીને સ્ટૉક માર્કેટ તરફ વળી રહ્યા છે. પ્લૅટિનમ અને ચાંદીના ભાવ વર્લ્ડ માર્કેટમાં સતત વધી રહ્યા છે. ચાંદી મંગળવારે ૦.૧ ટકા સુધર્યા બાદ સાંજે થોડી ઘટી હતી, જ્યારે પ્લૅટિનમના ભાવ વધીને સાડાછ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. ઑટો ઇન્ડસ્ટ્રીઝની રિકવરી અને પ્લૅટિનમના ભાવ વધુ પડતાં નીચા હોવાથી ઇન્વેસ્ટરોનું આકર્ષણ પ્લૅટિનમ તરફ સતત વધી રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં પ્લૅટિનમના ભાવ ૧૩૦૦ ડૉલરની સપાટી વટાવી ચૂક્યા બાદ પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાના ૨૦૨૦ના ચોથા ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૦.૬ ટકા ઘટ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૧૨.૪ ટકા વધ્યો હતો. જોકે પ્રોવિઝનલ ડેટામાં ૦.૭ ટકા ઘટવાની ધારણા હતી. યુરો એરિયાનું ઇન્વેસ્ટર મોરલ ફેબ્રુઆરીમાં ૧૧.૩ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૭૯.૬ પૉઇન્ટે પહોંચ્યું હતું. યુરો એરિયાના ઇકૉનૉમિક ફ્યુચર વિશે કરાયેલા સર્વેમાં ૭૬.૯ ટકાના મતે આગામી સમયગાળામાં ઝડપી રિકવરી જોવા મળશે. યુરોપિયન ઇકૉનૉમિક ડેટા અગાઉના મહિના કરતાં સ્ટ્રૉન્ગ આવતાં કરન્સી બાસ્કેટમાં યુરોનું મૂલ્ય સુધર્યું હતું. જોકે યુરોપિયન સ્ટૉક માર્કેટ સહિત તમામ દેશોના સ્ટૉક ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હોવાથી સોનાની તેજીને કોઈ ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સપોર્ટ નથી. 


શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

વર્લ્ડના ૩૩૮ પ્રેસિયસ મેટલ બેઇઝ્ડ મ્યુચ્યુઅલ ફન્ડના સર્વે અનુસાર ૧૦ ફેબ્રુઆરીએ પૂરા થયેલા વર્ષ દરમિયાન ૧.૪ અબજ ડૉલર ગોલ્ડ સહિતના પ્રેસિયસ મેટલના મ્યુચ્યુઅલ ફન્ડમાંથી ઇન્વેસ્ટરોએ પરત ખેંચ્યા હતા, એની સામે ઇક્વિટી બેઝ્ડ મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટરોએ નવા ૪૩.૧ અબજ ડૉલર નાણાં રોક્યાં હતાં. અમેરિકન ટ્રેઝરી બોન્ડના યીલ્ડ છ મહિનાની ઊંચાઈએ પહોંચતાં મેગા રિલીફ પૅકેજ જાહેર થવાનું નક્કી મનાઈ રહ્યું હોવાથી હાલમાં ઇન્વેસ્ટરો અન્ય ઍસેટ ફન્ડમાંથી નાણાં પરત મેળવીને ઇક્વિટી સ્ટૉક અને મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકી રહ્યાં છે. કોરોના વૅક્સિનેશનની સફળતા અને ઇકૉનૉમિક રિકવરીના કારણે સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સતત નબળું પડી રહ્યું હોવાથી સોનામાં હાલ દૂર-દૂર સુધી કોઈ તેજીની શક્યતા દેખાતી નથી. માત્ર વધુ પડતા ઘટાડા બાદ સુધારાની શક્યતા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૭,૪૦૭

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૨૧૭

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૯,૮૦૪

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2021 12:12 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK