Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વ્યાજદરમાં ઘટાડાની આશા સાથે સોનું મક્કમ: સ્થિર થવાનો પ્રયાસ

વ્યાજદરમાં ઘટાડાની આશા સાથે સોનું મક્કમ: સ્થિર થવાનો પ્રયાસ

10 September, 2019 09:04 AM IST |

વ્યાજદરમાં ઘટાડાની આશા સાથે સોનું મક્કમ: સ્થિર થવાનો પ્રયાસ

વ્યાજદરમાં ઘટાડાની આશા સાથે સોનું મક્કમ: સ્થિર થવાનો પ્રયાસ


હળવા વ્યાજદરની આશાએ સોનાના ભાવ ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસથી ઉપરની સપાટીએ ટકી રહેવામાં અત્યારે સફળ રહ્યા છે. ગયા એક જ સપ્તાહમાં સોનાના ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને પછી છ વર્ષનો, એક જ દિવસનો સૌથી મોટો કડાકો પણ બોલ્યો હતો. ગયા સપ્તાહે સોનાનો ભાવ બે અઠવાડિયાંની નીચી સપાટીએ પટકાયા પછી અત્યારે હળવા વ્યાજદરની આશાએ ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ભારતમાં પણ સોનું અને ચાંદી મજબૂત બંધ આવ્યા હતા. 

ભાવ વધવા માટેના કારણમાં આ મહિને ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજનો દર ૦.૨૫ ટકા ઘટશે એવું બજાર નિશ્ચિત માની રહી છે જ્યારે વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર અને ધાતુના સૌથી મોટા બજાર ચીનમાં સેન્ટ્રલ બૅન્કે રિઝર્વ રેશિયો ઘટાડવાની જાહેરાત કરી છે. હળવા વ્યાજદરની નીતિથી સોનાના ભાવને ટેકો મળે છે. સામે ભાવવૃદ્ધિ પર જોખમી ગણાતા શૅરબજારની વૃદ્ધિની અસર પણ જોવા મળી રહી છે. શૅરબજારમાં જો રોકાણકાર વળે તો એનાથી સોનાનું વ્યાજ નહીં મળતું હોવાથી આકર્ષણ ઘટે છે.



જોકે, ટેક્નિકલ ચાર્ટ ઉપર આજે પણ સોનું વધીને ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસ થશે એવું માનવાવાળો એક મોટો વર્ગ છે અને તેઓ ઘટાડે ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. તેમના મતે તેજી પૂર્ણ થઈ નથી, માત્ર બજારમાં ઊંચો ભાવ મળવાનો સમય લંબાયો છે. વૈશ્વિક બજારમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મંત્રણા શરૂ થશે એવી સત્તાવાર જાહેરાતના કારણે વૈશ્વિક બજારમાં ભૂકંપ મચી ગયો છે. વૈશ્વિક આર્થિક મંદી આવશે એટલે રોકાણ સલામત ઍસેટ ક્લાસમાં રોકો એવી જગ્યાએ મંદી હજુ દૂર છે અને વત્તામાં વિકાસદર ઘટેલો પણ મજબૂત છે એવા આંકડાઓના આધારે શૅર જેવા જોખમી રોકાણમાં ઉછાળો આવ્યો છે. બૉન્ડના યીલ્ડ જે વિક્રમી સપાટીએ ઘટી ગયા હતા એ વધવાના શરૂ થયા હતા અને એના કારણે સોના જેવી વ્યાજનું વળતર નહીં આપતી ચીજોમાં ભારે વેચવાલી આવી છે. ગુરુવારે સોનાના વાયદા અને હાજરના ભાવ એક વર્ષમાં સૌથી વધારે તીવ્રતાથી ઘટ્યા હતા.


વૈશ્વિક બજારના પગલે ભારતમાં પણ સોનું ૮૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૨૬૭૦ રૂપિયાના કડાકા સાથે બંધ આવ્યાં હતાં. મુંબઈ ખાતે આજે હાજર બજારમાં સોનાનો ભાવ ૮૫૦ ઘટી ૩૯૪૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ આવ્યો છે. ચાંદીના ભાવમાં ૨૬૭૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ ૪૮,૭૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો. બુધવારે સોનાનો ભાવ સપ્તાહની ઊંચી સપાટી (જે દેશના ઇતિહાસની પણ ઊંચી સપાટી હતી) ૪૦,૬૬૦ રૂપિયા અને ચાંદીમાં ૫૧,૬૦૦ રૂપિયાની છ વર્ષની ઊંચી સપાટી હતી. ગઈ કાલના ઘટાડા સાથે સોનું ઊંચી સપાટીથી ૧૨૦૦ રૂપિયા અને ચાંદી ૨૮૮૦ રૂપિયા ઘટી છે.

આ પણ વાંચો: 18 સરકારી બૅન્કમાં એપ્રિલ-જૂનમાં 32000 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા


શુક્રવારે વિદેશી બજારમાં હાજર સોનું ૧૫૦૬.૭૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યું હતું જે આજે ૧૫૦૯.૨૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. દિવસમાં એક તબક્કે ભાવ વધી ૧૫૧૪.૧૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતા. મુંબઈ ખાતે હાજર બજારમાં સોનું શુક્રવારના બંધ કરતાં ૬૦ રૂપિયા વધી ૩૯,૫૬૦ રૂપિયા હતું અને અમદાવાદ ખાતે એનો ભાવ ૮૫ વધી ૩૯,૬૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. ચાંદીનો હાજરમાં ભાવ મુંબઈ ખાતે ૨૫ વધી ૪૮,૭૯૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૦ વધી ૪૮,૯૨૦ રૂપિયા રહ્યા હતા.

ન્યુ યૉર્કના કૉમેક્સ ખાતે સોનાનો ડિસેમ્બર મુદ્દતનો વાયદો શુક્રવારે ૧૫૧૫.૫૦ ડૉલરની સપાટીએ બંધ રહ્યો હતો જે ગઈ કાલે ૧૫૧૬.૨૫ ખૂલી ૧૫૧૮.૨૫ ડૉલર પ્રતિ ઔંસ છે જે ૨.૨૫ ડૉલરની વૃદ્ધિ દર્શાવે છે. ચાંદીનો વાયદો શુક્રવારે ૧૮.૧૧૯ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યો હતો જે ગઈ કાલે ૧૮.૨૪ ખૂલી આગલા બંધ કરતાં ૦.૦૪ ડૉલર વધી ૧૮.૧૬૩ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.
ભારતમાં વાયદાઓમાં એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૫૫૩ ખૂલી ઉપરમાં ૩૮૬૦૮ અને નીચામાં ૩૮૩૩૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ઘટીને ૩૮૫૫૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૧૦૧૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૮૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૮ ઘટીને બંધમાં ૩૮૫૪૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૭૭૫૦ ખૂલી ઉપરમાં ૪૭૯૪૦ અને નીચામાં ૪૭૩૬૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૭ ઘટીને ૪૭૮૫૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૧ ઘટીને ૪૭૮૮૦ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૨ ઘટીને ૪૭૮૭૮ રૂપિયા બંધ રહ્યા હતા.

આ પણ વાંચો: 

ક્રૂડ ઑઇલ વધતાં રૂપિયો ઊંચા મથાળેથી લપસ્યો

ક્રૂડ ઑઇલના વધી રહેલા ભાવ અને વિદેશી સંસ્થાઓની સતત વેચવાલીના કારણે રૂપિયો આજે ઉપલા મથાળેથી ગબડ્યો હતો. ડૉલર સામે રૂપિયો શુક્રવારે ૭૧.૭૨ની સપાટીએ બંધ આવ્યો હતો એ એક તબક્કે વધી ૭૧.૫૦ ડૉલરની સપાટીએ હતો. દિવસના અંતમાં રૂપિયો માત્ર એક પૈસો મજબૂત બની ૭૧.૭૧ની સપાટીએ બંધ આવ્યો હતો. ગયા સપ્તાહે રૂપિયો એક તબક્કે ઘટી ૭૨.૪૦ થયા બાદ સતત ચાર સત્રથી ડૉલર સામે મજબૂત બની રહ્યો છે.

દરમ્યાન, ડૉલર ઇન્ડેક્સ આજે ૦.૧૯ ટકા ઘટી ૯૮.૧૭૨ની સપાટીએ છે. વ્યક્તિગત રીતે યુરો ડૉલર સામે ૦.૩૬ ટકા વધ્યો છે. પાઉન્ડ ડૉલર સામે ૦.૬૫ ટકા મજબુત થયો છે અને યેન સામે ડૉલર ૦.૧૧ ટકા વધ્યો છે. પાઉન્ડ ડૉલર સામે અત્યારે છેલ્લા બે મહિનાની ઊંચી સપાટી ઉપર છે.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 09:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK