Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડરલ રિઝર્વના વ્યાજઘટાડાની આશાએ સોનું 1500 ડૉલરને પાર

ફેડરલ રિઝર્વના વ્યાજઘટાડાની આશાએ સોનું 1500 ડૉલરને પાર

26 October, 2019 01:56 PM IST | મુંબઈ
બુલિયન વૉચ

ફેડરલ રિઝર્વના વ્યાજઘટાડાની આશાએ સોનું 1500 ડૉલરને પાર

ગોલ્ડ

ગોલ્ડ


ગુરુવારે ટર્કીએ વ્યાજનો દર ઘટાડ્યો હતો અને અમેરિકામાં ફૅક્ટરી ગુડ્સના ઑર્ડરના ડેટા નબળા જાહેર થતાં આ મહિનાના અંતે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજનો દર ઘટે એવી સંભાવના વધી રહી છે. આ પછી સોનાના ભાવ ગુરુવારે ૧૫૦૦ ડૉલરની સપાટી પાર કરવામાં સફળ રહ્યા હતા અને છેલ્લા બે મહિનામાં સૌથી મોટા સાપ્તાહિક વધારા સાથે બંધ આવે એ તરફ આગળ વધી રહ્યા છે. દરમિયાન, વિદેશમાં ઊંચા ભાવ અને ભારતમાં ધનતેરસના કારણે ભારતમાં પણ સોનું અને ચાંદી આજે વધ્યાં હતાં. આ વિક્રમ સંવતનું વર્ષ ભારત માટે છેલ્લાં ૯ વર્ષમાં સૌથી સારું રહ્યું છે.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસને ૧૨ ડિસેમ્બરે ચૂંટણીની જાહેરાત કરતાં બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચે બ્રેક્ઝિટની અનિશ્ચિતતા લાંબો સમય ચાલશે એવી ધારણાએ પણ સોનાના ભાવને તેજીનો ટેકો મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ગુરુવારે ૧૦ ડૉલર વધી ૧૫૦૨.૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યું હતું. આજે પણ ફેડરલ રિઝર્વ વ્યાજનો દર ઘટાડશે એવી આશાએ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને ભાવ ૧૫૧૩.૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.



ન્યુ યૉર્ક કોમેક્સ ડિસેમ્બર વાયદો પણ ગુરુવારે ૧૫૦૦ ડૉલરની સપાટી પાર કરી ૧૫૦૪.૨ ડૉલર પ્રતિ ઔંસ ઉપર બંધ આવ્યો હતો. ગઈ કાલે વાયદો ફરી વધી ૧૫૧૬.૧૦ ડૉલર પ્રતિ ઔંસ ઉપર છે. ચાંદીના વાયદા ગુરુવારે ૧૭.૮૦૪ ડૉલર ઉપર બંધ આવ્યા હતા જે ગઈ કાલે ૨.૩ ટકા વધી ૧૮.૨૭૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.


આ સપ્તાહે સોનાનો ભાવ ૧.૩ ટકા વધ્યો છે જે ઑગસ્ટ પછીનો સૌથી મોટો ઉછાળો છે. ચાંદીના ભાવ આ સપ્તાહે ૩.૭ ટકા વધ્યા છે જે સપ્ટેમ્બર પછીનો સૌથી મોટો સાપ્તાહિક વધારો છે.

ભારતમાં સોનું–ચાંદી વધ્યાં


ધનતેરસના દિવસે ગ્રાહકો સોનું અને ચાંદી ખરીદશે એવી આશાએ વૈશ્વિક બજારના પગલે ભારતમાં પણ સોનાના ભાવ વધ્યા હતા. ભાવ ઊંચા હોવાથી ઘરાકી ઓછી છે, પણ છેલ્લા ત્રણ મહિનાથી ઠંડા પડેલા બજારમાં થોડો પૂછપરછનો કરન્ટ જોવા મળી રહ્યો છે.

મુંબઈ ખાતે હાજરમાં સોનું ૩૪૫ વધી ૩૯,૮૯૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૭૦ વધી ૩૯,૯૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૩૩૨ ખૂલી ઉપરમાં ૩૮,૪૧૫ અને નીચામાં ૩૮,૩૦૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૩ વધીને ૩૮,૩૮૫ રૂપિયા બંધ રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 01:56 PM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK