Gold Bond: તહેવારની સિઝનમાં રોકાણની સારી તક, સોમવારે ખુલશે ઈશ્યૂ

મુંબઈ | Oct 05, 2019, 12:32 IST

તહેવારની સિઝનમાં તમને રોકાણની સારી તક મળી રહી છે. જેનો ઈશ્યૂ સોમવારે ખુલી રહ્યો છે.

સોનામાં રોકાણ કરવાની સારી તક
સોનામાં રોકાણ કરવાની સારી તક

તહેવારની સિઝન શરૂ થઈ ચુકી છે અને તમને બોનસ મળવાનું છે. જો તમે તેનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો, તમારા માટે સારા સમાચાર છે. સરકારે તહેવારોના મોસમમાં આ લોકો માટે ખાસ સૉવરેન ગોલ્ડ બૉન્ડની જાહેરાક કરી છે. સરકારે આપેલી સૂચના પ્રમાણે Sovereign Gold Bond Scheme 2019-20ની પાંચમી શ્રેણી સાત ઑક્ટોબર એટલે કે સોમવારે રોકાણ કરી શકાશે. આ સ્કીમમાં રોકાણની છેલ્લી તારીખ 11 ઑગસ્ટ છે. સરકારના પ્રમાણે તેનું મૂલ્ય 3, 788 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ આ સ્કીમ અંતર્ગત અન્ય પણ કેટલીક રજૂઆતો કરવામાં આવી છે. ચાલો જાણીએ આ સ્કીમના શું ફાયદા છે.

ઑનલાઈન રોકાણ છે ફાયદાકારક
સરકારે ઑનલાઈન એપ્લિકેશન અને પેમેન્ટ કરનારા રોકાણકારો માટે પણ ખાસ રજૂઆત કરી છે. નાણા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનામાં ઑનલાઈન અપ્લાઈ કરનાર અને ચુકવણી કરનારને પ્રતિ ગ્રામના દરથી 50 રૂપિયાની ખાસ છૂટ મળશે.

કેટલું રોકાણ કરી શકાય
આ સ્કીમ અંતર્ગત બૉન્ડને એક ગ્રામ ગોલ્ડના આકારમાં ડિનૉમિનેટ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક નાણાંકિય વર્ષમાં એક ગ્રામથી લઈને 500 ગ્રામ સુધી રોકાણ કરી શકે છે. તો કોઈ પણ સંયુક્ત હિન્દુ પરિવાર ચાર કિલો સુધી રોકાણ કરી શકે છે. કોઈ ટ્રસ્ટ જો તેમાં રોકાણ કરવા ઈચ્છે તો 20 કિલો સુધીના બૉન્ડ ખરીદી શકે છે.

આ પણ જુઓઃ મનિષ પૉલના શોમાં સિતારાઓની મસ્તી, જુઓ તસવીરો

સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમની શરૂઆત નવેમ્બર, 2015માં કરવામાં આવી હતી. આ સ્કીમનું લક્ષ્ય ફિઝિકલ ગોલ્ડની માંગણીમાં કમી લાવવાનું હતું. સાથે જ આ યોજનાનું લક્ષ્ય સોનું ખરીદવામાં ઉપયોગમાં લેવાતી ઘરેલૂ બચતને નાણાંકીય બચતમાં શિફ્ટ કરવાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK