Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટિમ્યુલસની આશાએ ડૉલર નબળો પડતાં સોના અને ચાંદીમાં તેજીની આગેકૂચ

સ્ટિમ્યુલસની આશાએ ડૉલર નબળો પડતાં સોના અને ચાંદીમાં તેજીની આગેકૂચ

10 October, 2020 02:17 PM IST | Mumbai
Mumbai correspondent

સ્ટિમ્યુલસની આશાએ ડૉલર નબળો પડતાં સોના અને ચાંદીમાં તેજીની આગેકૂચ

સ્ટિમ્યુલસની આશાએ ડૉલર નબળો પડતાં સોના અને ચાંદીમાં તેજીની આગેકૂચ

સ્ટિમ્યુલસની આશાએ ડૉલર નબળો પડતાં સોના અને ચાંદીમાં તેજીની આગેકૂચ


વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલર ફરી બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હોવાથી સોના અને ચાંદીની પડતર વધી છે. સલામત રોકાણ તરીકે ડૉલર કરતાં સોના અને ચાંદી ફરી આકર્ષક બન્યાં હોવાથી એમાં ખરીદી જોવા મળી રહી છે. શૅરબજારમાં પણ ફરી તેજી જોવા મળી રહી છે અને અમેરિકામાં નવા સ્ટિમ્યુલસની આશાએ સોનું ફરી આકર્ષક લાગી રહ્યું છે. સ્ટિમ્યુલસથી બજારમાં વધારે રોકડ પ્રવાહ આવશે અને એના કારણે ફુગાવો વધશે એ સ્થિતિમાં સોનું આકર્ષક બનશે એવી ધારણાએ સોનામાં ખરીદી જોવા મળી રહી છે.
અમેરિકામાં નવા સ્ટિમ્યુલસ અંગે કોઈ એક ક્ષેત્રને રાહત આપવાની વાત સ્પીકર નેન્સી પેલોસીએ નકારી કાઢી છે અને નાગરિકો અને દરેક ક્ષેત્ર માટે જ પૅકેજ અંગે વાટાઘાટ માટે તૈયારી દર્શાવી છે. સ્ટિમ્યુલસ પૅકેજની ધારણાઓ અને અપેક્ષાઓ વચ્ચે બજારમાં વધઘટ જોવા મળી રહી છે. આ અપેક્ષાઓના આધારે જ ડૉલર નબળો પડી રહ્યો છે અને સોના અને ચાંદીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. મંગળવારે આ પૅકેજ નહીં આવે એવા ટ્રમ્પના નિવેદન પછી સોનું અને શૅર ઘટ્યાં હતાં અને ડૉલર ઊછળ્યો હતો.
છેલ્લા ઘણા સમયમાં સૌથી ખરાબ સપ્ટેમ્બર બાદ આ સપ્તાહે સોનું અને ચાંદી ફરી વૃદ્ધિ સાથે બંધ આવે એવી શક્યતા છે. ગયા શુક્રવારે સોનું ૧૯૦૭ અને ચાંદી ૨૪.૦૨૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર બંધ હતાં. ડૉલર ગયા સપ્તાહે બે સપ્તાહની ટોચ પર આગળ વધી રહ્યો હતો અને એના કારણે સપ્તાહમાં સોનું અને ચાંદી ઘટી રહ્યાં હતાં, પણ ડૉલરની નબળાઈના કારણે ફરી સોનામાં તેજી જોવા મળી રહી છે. ગયા સપ્તાહે ડૉલર ઇન્ડેક્સ ૯૩.૯૦૯ની સપાટીએ બંધ આવ્યા પછી સપ્તાહમાં એક તબક્કે ૯૪ની સપાટીએ સ્પર્શી અત્યારે ૯૩.૨૩૭ની સપાટી પર છે.
અમેરિકામાં ટ્રેડિંગ ચાલુ છે ત્યારે સોનું ડિસેમ્બર વાયદો ૧.૬૭ ટકા કે ૩૧.૭૦ ડૉલર વધી ૧૯૨૬.૮૦ અને હાજરમાં ૧.૩૬ ટકા કે ૨૫.૮૩ ડૉલર વધી ૧૯૧૯.૬૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૩.૬૬ ટકા કે ૮૭ સેન્ટ વધી ૨૪.૭૫ ડૉલર અને હાજરમાં ૨.૮૪ ટકા કે ૬૮ સેન્ટ વધી ૨૪.૫૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
શુકવારે વૃદ્ધિ, સાપ્તાહિક રીતે સોનું અને ચાંદી ઘટ્યાં
ગઈ કાલે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. મુંબઈ હાજર સોનું ૩૮૦ વધી ૫૨,૭૧૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૭૫ વધી ૫૨,૬૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. ચાંદીમાં મુંબઈ હાજર ૬૩૫ વધી ૬૨,૫૩૫ રૂપિયા અને અમદાવાદમાં ૬૧૫ વધી ૬૨,૪૮૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો.
એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૩૦૦ ખૂલી, ઉપરમાં ૫૦,૭૬૮ અને નીચામાં ૫૦,૩૦૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૫૩૦ વધીને ૫૦,૭૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૬૪ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૬૮૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૫૦ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૩૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧૨ વધીને બંધમાં ૫૦,૭૫૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૧,૦૩૮ ખૂલી, ઉપરમાં ૬૧,૮૯૫ અને નીચામાં ૬૧,૦૩૮ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૨૩૧ વધીને ૬૧,૭૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૨૧૨ વધીને ૬૧,૭૨૧ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૨૧૩ વધીને ૬૧,૭૧૬ રૂપિયા બંધ રહ્યા હતા.
સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં ૩૯૫ (૦.૭૮ ટકા) ઘટી ૫૦,૧૭૫ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે ૬૨૬ (૧.૦૨ ટકા) ઘટી ૬૦,૫૧૯ રૂપિયાના સ્તરે બંધ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 02:17 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK