ગોદરેજ પ્રૉપર્ટીઝનો ચોખ્ખો નફો 157 કરોડ રૂપિયા થયો

Updated: May 04, 2019, 13:43 IST

ગોદરેજ પ્રૉપર્ટીઝનો ગત નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો લગભગ ચાર ગણો વધીને 156.66 કરોડ રૂપિયા થયો હતો. મુંબઈસ્થિત આ ડેવલપરે જણાવ્યા મુજબ તેની પહેલાંના વર્ષે સમાન અરસામાં તેનો નફો 42.28 કરોડ રૂપિયા થયો હતો.

ગોદરેજ પ્રૉપર્ટીઝનો ચોખ્ખો નફો 157 કરોડ
ગોદરેજ પ્રૉપર્ટીઝનો ચોખ્ખો નફો 157 કરોડ

ગોદરેજ પ્રૉપર્ટીઝનો ગત નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો લગભગ ચાર ગણો વધીને 156.66 કરોડ રૂપિયા થયો હતો. મુંબઈસ્થિત આ ડેવલપરે જણાવ્યા મુજબ તેની પહેલાંના વર્ષે સમાન અરસામાં તેનો નફો 42.28 કરોડ રૂપિયા થયો હતો. ગયા જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના ગાળાની કુલ આવક બમણા કરતાં વધુ પ્રમાણમાં વધીને 1203.21 કરોડ રૂપિયા થઈ હતી, જે તેની પહેલાંના વર્ષે સમાન અરસામાં 522.09 કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં જનરેટ થાય છે સૌથી વધુ ઈન્ટરસ્ટેટ ઈ-વે બિલ્સ

ગયા આખા નાણાકીય વર્ષ દરમ્યાન ગોદરેજ પ્રૅપર્ટીઝનો ચોખ્ખો નફો આશરે ત્રણ ગણો વધીને 253.15 કરોડ રૂપિયા થયો હતો તથા કુલ આવક 3221.98 કરોડ રૂપિયા થઈ હતી.ઇક્વિટી શૅર, પ્રેફરન્સ શૅર, ડિબેન્ચર અને ક્વૉલિફાઇડ ઈન્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ મારફતે 2500 કરોડ રૂપિયા એકઠા કરવા માટે મંગળવારે મળેલી કંપનીના ર્બોડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK