Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક સોનુ સાડાઆઠ વર્ષની ઊંચી સપાટીએ, ભારતમાં ભાવ નવી ઐતિહાસિક સપાટીએ

વૈશ્વિક સોનુ સાડાઆઠ વર્ષની ઊંચી સપાટીએ, ભારતમાં ભાવ નવી ઐતિહાસિક સપાટીએ

02 July, 2020 11:10 AM IST | Mumbai
Bullion Watch

વૈશ્વિક સોનુ સાડાઆઠ વર્ષની ઊંચી સપાટીએ, ભારતમાં ભાવ નવી ઐતિહાસિક સપાટીએ

ગોલ્ડ

ગોલ્ડ


એશિયાઈ સત્રમાં સોનાના ભાવ ફરી એક વાર સાડાઆઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, પણ પછી ફરી પ્રૉફિટ બુકિંગ જોવા મળતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ ૧૮ ડૉલરની સપાટીએ અને સોનું વાયદો ૧૮૦૭ ડૉલરની ઊંચી સપાટી પર પહોંચ્યા પછી હવે પ્રૉફિટ બુકિંગના કારણે ઘટી રહ્યા છે.

કોરોના વાઇરસમાં નવા દરદીઓની સંખ્યા દુનિયામાં ઘટવાના બદલે સતત વધી રહી છે અને એના કારણે ફરી ડરનો માહોલ છે અને એના કારણે સોનામાં રોકાણ આકર્ષક લાગી રહ્યું છે. અમેરિકાના ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે કૉન્ગ્રેસ સમક્ષ જણાવ્યું હતું કે કોરોના મહામારીની અસરોથી અમેરિકન અર્થતંત્ર ઝડપથી બહાર આવી રહ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે જોકે ચિંતા વ્યક્ત કરી હતી કે મહામારી ઝડપથી અટકે, તેના દરદીઓની સંખ્યા ઘટે એ અંગે વિચારણા જરૂરી છે. અમેરિકામાં કેટલાંક રાજ્યોમાં દૈનિક નવી વિક્રમી સપાટીએ નવા દરદી મળી રહ્યા છે એટલે સોનાના ભાવમાં ફરી તેજીનો કરન્ટ જોવા મળી રહ્યો છે.



કોમેકસ પર સોનાનો વાયદો આ સેફ હેવન માગના કારણે મંગળવારે ૧૮૦૪ની ઊંચી સપાટીએ થઈ દિવસના અંતે ૧૮૦૦ ડૉલરની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે ફરી એશિયાઈ સત્રમાં સોનું ૧૮૦૭ ડૉલરની સપાટીએ હતું. જોકે અમેરિકન સત્રમાં બેરોજગારીના આંકડા ધારણા કરતાં થોડા નબળા આવતાં પ્રૉફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મંગળવારે ચાંદી પણ ૧૮ ડૉલરની સપાટી પાર કરવામાં સફળ રહી હતી.


આ લખાય છે ત્યારે સોનું ૦.૯૯ ટકા કે ૧૭.૮૦ ડૉલર તીવ્ર ઘટાડા સાથે ઑગસ્ટ વાયદો ૧૭૮૨.૭ ડૉલર અને હાજરમાં ૦.૪૨ ટકા કે ૭.૫૫ ડૉલર ઘટી ૧૭૭૩.૪૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યા હતા. ચાંદીમાં પણ ઊંચા મથાળે વેચવાલી જોવા મળી રહી છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૮૭ ટકા કે ૧૬ સેન્ટ ઘટી ૧૮.૪૮ ડૉલર અને હાજરમાં ૦.૩૨ ટકા કે ૬ સેન્ટ ઘટી ૧૮.૧૫ ડૉલર પ્રતિ ઔંસ પર છે.

મક્કમ વિદેશી બજાર, રૂપિયો નબળો પડતાં સોનું નવું વિક્રમી સપાટીએ

વૈશ્વિક બજારમાં સોનાના ઊંચા ભાવ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં હાજરમાં સોના અને ચાંદીમાં ફરી તેજીની ચમક જોવા મળી હતી. ગઈ કાલે મુંબઈ ખાતે હાજરમાં સોનું ૫૨૦ વધી ૫૦,૬૬૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૦૫ વધી ૫૦,૬૨૦ રૂપિયાની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યું હતું. જોકે, વાયદામાં સોનામાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.


સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮૮૧૪ ખૂલી, ઉપરમાં ૪૮૯૮૨ અને નીચામાં ૪૮૬૩૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૬૧ ઘટીને ૪૮૭૦૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૯૩૦૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૮૯૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૬૬ ઘટીને બંધમાં ૪૮૭૯૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૧૩૭૫ વધી ૫૧૩૭૫ રૂપિયા અને અમદાવાદ હાજરમાં ૧૬૦ વધી ૫૧૩૫૦ રૂપિયાની સપાટીએ હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૯૮૩૫ ખૂલી, ઉપરમાં ૫૦૨૦૪ અને નીચામાં ૪૯૪૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૧૧ ઘટીને ૪૯૫૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૧૪૩ ઘટીને ૫૦૩૩૫ રૂપિયા અને ચાંદી-માઈક્રો ઑગસ્ટ ૧૩૪ ઘટીને ૫૦૩૪૦ રૂપિયા બંધ રહ્યા હતા.

નબળા ડૉલરની બજારમાં પણ રૂપિયો ઘટીને બંધ

વૈશ્વિક બજારમાં ચાર દિવસ સુધી સતત મક્કમ કે વધ્યા પછી ડૉલર ઇન્ડેક્સ મંગળવારે અમેરિકન ટ્રેડિંગ સત્રમાં ઘટીને બંધ આવ્યો હતો. ગઈ કાલે પણ ડૉલર નરમ જોવા મળી રહ્યો હતો. મંગળવારે ૦.૧૮ ટકા ઘટી ૯૭.૩૪૯ બંધ આવેલો ડૉલર ઇન્ડેક્સ ગઈ કાલે ૯૭.૩૩૨ની સપાટી પર હતો.

જોકે, નબળા ડૉલર સામે પણ આજે રૂપિયો ઘટીને બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો મંગળવારે ૭૫.૫૧ બંધ રહેલો એ દિવસની શરૂઆતમાં ૭૫.૪૯ની ઊંચી સપાટીએ ખૂલી સતત ઘટી ૭૫.૬૦ બંધ આવ્યો હતો જે નવ પૈસાની નબળાઈ દર્શાવે છે. ભારતીય રૂપિયો નબળો પડવા માટે ગઈ કાલે કેટલાંક કારણો હતો. છેલ્લાં પાંચ સત્રમાં વિદેશી સંસ્થાઓએ ૭૩૩૭ કરોડ રૂપિયાના શૅરનું વેચણ કર્યું છે એટલે ડૉલરનો પ્રવાહ દેશની બહાર જઈ રહ્યો છે. ભારત સરકારની નાણાખાધ એપ્રિલથી મેના બે મહિનામાં જ બજેટના ૫૮ ટકા જેટલી થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસની ચિંતા પણ જોવા મળી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2020 11:10 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK