Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગ્લોબલ ઇકૉનૉમિક ગ્રોથની અનિશ્ચિતતાથી સોનામાં જળવાતી મજબૂતી

ગ્લોબલ ઇકૉનૉમિક ગ્રોથની અનિશ્ચિતતાથી સોનામાં જળવાતી મજબૂતી

18 October, 2014 06:29 AM IST |

ગ્લોબલ ઇકૉનૉમિક ગ્રોથની અનિશ્ચિતતાથી સોનામાં જળવાતી મજબૂતી

ગ્લોબલ ઇકૉનૉમિક ગ્રોથની અનિશ્ચિતતાથી સોનામાં જળવાતી મજબૂતી


gold


બુલિયન બુલેટિન- મયૂર મહેતા

ઇન્વેસ્ટરોનું સોના તરફનું આકર્ષણ સતત વધી રહ્યું હોવાથી અને ગ્લોબલ ઇકૉનૉમિક ગ્રોથની અનિશ્ચિતતાને પગલે સોનું ઊંચા મથાળે મજબૂત રહ્યું હતું. ટેક્નિકલ ઍનલિસ્ટો સોનામાં તેજી અટકવાની ધારણા મૂકી રહ્યા છે, પણ સોનાનાં ફન્ડામેન્ટલ્સ વધુ તેજીના સિગ્નલ આપી રહ્યાં છે. અમેરિકાના સપ્ટેમ્બરના હાઉસિંગ સ્ટાર્ટ ડેટા મજબૂત આવ્યા છતાં સોના પર ખાસ એની કોઈ અસર જોવા નહોતી મળી. અગાઉ અમેરિકાના મજબૂત ઇકૉનૉમિક ડેટા બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતો હતો. અમેરિકાના સપ્ટેમ્બર મહિનામાં હાઉસિંગ સ્ટાર્ટમાં ૬.૨ ટકાનો અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પરમિશનમાં દોઢ ટકાનો ઉછાળો જોવા મYયો હતો. ઍનલિસ્ટોના અંદાજ કરતાં આ ડેટા વધુ સારા આવ્યા હતા.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગુરુવારે સોનાના ભાવ સાંજ સુધી સતત વધતા રહ્યા બાદ સાંજે અમેરિકાના જૉબલેસ ક્લેમ ડેટા જાહેર થયા બાદ સોનાની તેજીમાં પીછેહઠ જોવા મળી હતી. અમેરિકી જૉબલેસ ક્લેમ ૧૪ વર્ષના તળિયે પહોંચ્યા હતા. ઓવરનાઇટ કૉમેક્સ ગોલ્ડ વાયદો પણ ૪.૬૦ ડૉલર ઘટયો હતો. બુધવારે એક તબક્કે ૧૨૪૯.૩૦ ડૉલરની ઊંચાઈએ પહોંચેલા સોનાના ભાવ શુક્રવારે સવારે ૧૨૩૭.૮૦ ડૉલર ખૂલ્યા હતા, જે છેલ્લે ૧૨૩૭.૭૦ ડૉલર રહ્યા હતા. અન્ય પ્રિસિયસ મેટલમાં ચાંદીના ભાવ ૧૭.૩૬ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૨૮ ડૉલર, પ્લૅટિનમના ભાવ ૧૨૫૮ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૫૬ ડૉલર અને પેલેડિયમના ભાવ ૭૫૬ ડૉલર ખૂલીને ૭૫૧ ડૉલર રહ્યા હતા.

તેજી અટકવાની ધારણા

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઘટવા લાગતાં ટેક્નિકલ ઍનલિસ્ટો સોનામાં તેજી અટકવાનો અંદાજ મૂકી રહ્યા છે. ફૉબ્સર્‍ના ટેક્નિકલ ઍનલિસ્ટોના અંદાજ મુજબ હવે સોનામાં અપસાઇડ લેવલ ૧૨૬૦ ડૉલરનું દેખાય છે, પણ ટેક્નિકલ આ લેવલે ભાવ પહોંચવા અતિમુશ્કેલ છે. લોઅર સાઇડ લેવલ ૧૨૨૨ ડૉલરની સપાટીએ સોનાના ભાવ પહોંચવાના સ્ટ્રૉન્ગ ટેક્નિકલ સિગ્નલ મળી રહ્યા છે. આરંભે ૧૨૩૫.૨૦નું લેવલ તોડ્યા બાદ ૧૨૩૦ ડૉલર ભાવ થશે તો ત્યાર બાદની નીચેની સપાટી ૧૨૨૨ ડૉલર હશે.

ગોલ્ડ ઈટીએફ ઇન્ડેક્સ

શિકાગો ર્બોડમાં ચાલતો ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) વૉલેટિલિટી ઇન્ડેક્સ ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ગોલ્ડ ફ્યુચર ટ્રેડમાં સતત ત્રણ દિવસ સુધી સુધારો થતાં અને ઈટીએફ વૉલેટિલિટી ઇન્ડેક્સ વધતાં ગોલ્ડ ETFના હોલ્ડિંગમાં ૯૬ કરોડ ડૉલરનો વધારો થયો હતો. છેલ્લા સપ્તાહમાં ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાંથી ૧.૫ લાખ કરોડ (ટ્રિલ્યન) ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચાયું હતું. ઇક્વિટી માર્કેટમાંથી પાછું ખેંચાયેલું ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ ઈટીએફ અથવા ફિઝિકલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ થયાની ધારણા છે.

પ્લૅટિનમ ગોલ્ડથી સસ્તું

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્લૅટિનમના ભાવ એપ્રિલ ૨૦૧૩ પછી પ્રથમ વખત ગોલ્ડથી નીચે ગયા હતા. જોકુ પછીથી પ્લૅટિનમના ભાવ નીચા મથાળેથી ઊછળતાં ફરી ગોલ્ડથી વધી ગયા હતા એ પહેલાં પ્લૅટિનમના ભાવ એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. પ્લૅટિનમ અને પેલેડિયમ ગુરુવારે ઓવરનાઇટ નીચા મથાળેથી બે ટકા સુધર્યા હતા. ઑટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં કૅટાલિક કન્વર્ટર અને જ્વેલરી તરીકુ વપરાતા પ્લૅટિનમના ભાવ ૨૦૧૪ના આરંભથી અત્યાર સુધીમાં ૮.૮ ટકા ઘટયા હતા. પ્લૅટિનમ ETFના હોલ્ડિંગમાં જુલાઈ પછી ૫.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જુલાઈમાં પ્લૅટિનમ ઈટીએફનું હોલ્ડિંગ રેકૉર્ડ હાઈ સપાટી જેટલું ૮૩.૯ ટન થયું હતું.

નીચા પ્રીમિયમ - કડક સજાથી ગોલ્ડ-સ્મગલિંગમાં ઘટાડો

ભારતમાં સોનાના ભાવનું નીચું પ્રીમિયમ અને સ્મગલિંગ કરતાં પકડાઈ જનારને ૭ વર્ષની જેલની સજાની જોગવાઈને પગલે ભારતમાં ગોલ્ડ-સ્મગલિંગ ઘટી રહ્યાનો દાવો કસ્ટમ ઑફિસરોએ અને ઝવેરીબજારના અગ્રણીઓએ કર્યો હતો. સપ્ટેમ્બરમાં ભારતની સોનાની ઇમ્પોટમાં સાડાચાર ગણો વધારો થતાં ઑફિશ્યલી સોનાની ઇમ્પોટ વધી રહી છે. વળી અત્યારે લંડન સોનાના સ્પૉટ ભાવ પર સોનાનું પ્રીમિયમ ૧૨ ડૉલર ચાલી રહ્યું છે જે ગયા વર્ષે ૧૬૦ ડૉલર હતું. વળી ગોલ્ડ ઇમ્પોટ કરનારા કુરિયરનો ચાર્જ અગાઉ પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૦ રૂપિયા હતો એ વધીને અત્યારે ૨૮૭ રૂપિયા થતાં ગોલ્ડ-સ્મગલિંગ પણ મોંઘું થયું છે. મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન ચાલુ વર્ષે ૬૦૪ કિલો સોનાનું સ્મગલિંગ પકડાયું હતું જે ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૭૦ કિલો જ પકડાયું હતું, પણ આવનારા દિવસોમાં સ્મગલિંગ ઘટશે એવી ધારણા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૩૯૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૭,૨૪૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૯,૩૫૦   
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2014 06:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK