Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અનિલ અંબાણી રિલાયન્સ બૅન્ક શરૂ કરશે

અનિલ અંબાણી રિલાયન્સ બૅન્ક શરૂ કરશે

05 September, 2012 05:23 AM IST |

અનિલ અંબાણી રિલાયન્સ બૅન્ક શરૂ કરશે

અનિલ અંબાણી રિલાયન્સ બૅન્ક શરૂ કરશે


કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સામ ઘોષે ગઈ કાલે મુંબઈમાં કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શૅરહોલ્ડરોને માહિતી આપી હતી કે કંપની બૅન્ક શરૂ કરવા માટે બધી જ રીતે સજ્જ છે.

બૅન્કના કામકાજનો પ્રારંભ કરવા માટે જરૂરી બધા જ રિસોર્સિસ કંપની પાસે તૈયાર છે. હવે રિઝર્વ બૅન્કની રેગ્યુલેટરી ગાઇડલાઇન્સની જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે. આ બૅન્ક રિલાયન્સ બૅન્ક તરીકે ઓળખાશે. કંપનીના બધા જ બિઝનેસિસ માટે પૂરતી મૂડી છે. ભારતમાં ગ્રોથ માટે વિપુલ તકો છે અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ માર્કેટનો ગ્રોથ તો મોટા પાયે થવાની અપેક્ષા છે.



કંપની બિઝનેસ એક્સપાન્શન પ્લાન હેઠળ અન્ય ઇમર્જિંગ માર્કેટ્સમાં ડિસ્ટ્રિબ્યુશન, વેલ્થ મૅનેજમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ, પ્રાઇવેટ ઇક્વિટી અને ઍસેટ મૅનેજમેન્ટનું કામકાજ શરૂ કરવા માગે છે.


આગામી પાંચ વર્ષમાં કંપનીના ડિસ્ટ્રિબ્યુશન રિચ, કસ્ટમર બેઝ અને બિઝનેસ પાર્ટનર્સની સંખ્યામાં મલ્ટિફોલ્ડ ગ્રોથ થશે. ૨૦૦૫માં એક બિઝનેસમાં કંપનીના કસ્ટમર્સની સંખ્યા છ લાખ જેટલી હતી એ ૨૦૧૨માં છ બિઝનેસમાં વધીને ૨૩૦ લાખ ગ્રાહકો જેટલી થઈ છે. આ સમયગાળામાં કુલ આવક ૧૫ ગણી વધીને ૬૬૦૦ કરોડ રૂપિયા અને ઍસેટ્સ ૧૨ ગણી વધીને ૩૫,૩૦૦ કરોડ રૂપિયા થઈ છે.

રિલાયન્સ કૅપિટલમાં સ્પેશ્યલ ડિવિડન્ડ


રિલાયન્સ કૅપિટલના ચૅરમૅન અનિલ અંબાણીએ ગઈ કાલે વાર્ષિક સામાન્ય સભામાં સ્પેશ્યલ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીને ૨૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે સ્પેશ્યલ ડિવિડન્ડ આપવામાં આવશે. કેટલું ડિવિડન્ડ જાહેર કરવું એનો નિર્ણય સોમવારે બૉર્ડ-મીટિંગમાં લેવામાં આવશે.

કંપનીના ચૅરમૅન અનિલ અંબાણીએ કહ્યું હતું કે ‘જનરલ ઇન્શ્યૉરન્સ બિઝનેસનો ૨૬ ટકા હિસ્સો સ્ટ્રૅટેજિક પાર્ટનરને વેચવા માટે વાતચીત ચાલી રહી છે. કંપની લાઇફ ઇન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સના ડિસ્ટ્રિબ્યુશન માટે બૅન્કો સાથે ભાગીદારી કરશે. જપાનની નિપ્પોન લાઇફના ફન્ડ્સને મૅનેજ કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે.’

જપાનની નિપ્પોન લાઇફે રિલાયન્સ લાઇફમાં ૨૬ ટકા અને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડમાં ૨૬ ટકા હિસ્સો ઍક્વાયર કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2012 05:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK