Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નાણાપ્રધાને રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા વધારી, ATMમાં રોકડ ઉપાડમાં છૂટ

નાણાપ્રધાને રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા વધારી, ATMમાં રોકડ ઉપાડમાં છૂટ

25 March, 2020 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાપ્રધાને રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા વધારી, ATMમાં રોકડ ઉપાડમાં છૂટ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કોરોના વાઇરસને કારણે દેશના વેપાર અને ઉદ્યોગોમાં કામકાજ ઠપ થઈ ગયાં છે ત્યારે કરવેરા અને અન્ય કાયદાઓમાં રિટર્ન ફાઇલ કરવાની કે અન્ય દસ્તાવેજો ફાઇલ કરવાની મુદતમાં છૂટ આપવાની શ્રેણીબદ્ધ જાહેરાતો કરી છે. આ સ્થિતિમાં આર્થિક પૅકેજ અને પ્રોત્સાહનો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે એવી હૈયાધારણ પણ તેમણે આપી હતી. આજે કરેલી જાહેરાતોની મુખ્ય બાબતો અહીં પ્રસ્તુત છે...

આવકવેરા સંબંધી જાહેરાતો



નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ના આવકવેરાનાં રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા ૩૧ માર્ચને બદલે હવે ૩૦ જુન ૨૦૨૦ છે.


આધાર કાર્ડ અને પૅન કાર્ડ લિન્ક કરવાની મુદત ૩૧ માર્ચને બદલે લંબાવીને ૩૦ જૂન ૨૦૨૦ રાખવામાં આવી છે.

આવકવેરાના વિવાદિત કેસના ઉકેલ માટેની બજેટની ‘વિવાદ સે વિશ્વાસ’ સ્કીમ હેઠળ ૩૦ જૂન સુધી કોઈ ટૅક્સ ભરવામાં આવે તો વધારાના ૧૦ ટકા ભરવાની જોગવાઈ રદ કરવામાં આવી છે.


નોટિસ આપવાની તારીખ, જાહેરનામું, મંજુરીનો ઑર્ડર, અપીલ ફાઇલ કરવાની તારીખ, રિટર્ન રજૂ કરવાની તારીખ વગેરેની મુદત આ સ્કીમ હેઠળ વધારીને ૨૦ માર્ચને બદલે ૨૯ જૂન કરવામાં આવી છે. આમાં કૅપિટલ ગેઇન્સ, રોકાણ કરવાની મર્યાદામાં રોકાણ, વેલ્થ ટૅક્સ, સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ, કૉમોડિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ વેગેરેને પણ સામેલ કરવામાં આવ્યા છે.

ટીડીએસ, ટીસીએસ, ઍડ્વાન્સ ટૅક્સ, સેલ્ફ અસેસમેન્ટ ટૅક્સ ભરવાનો બાકી હોય અને એ ૨૦ માર્ચ અને ૩૦ જુન વચ્ચે ભરવામાં આવે તો એના પર ૧૨થી ૧૮ ટકા વ્યાજને બદલે હવે ૯ ટકા વાર્ષિક વ્યાજ (દર મહિને ૦.૭૫ ટકા) ગણવામાં આવશે.

જીએસટી અને અન્ય પરોક્ષ વેરા

વાર્ષિક પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા લોકો માટે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના જીએસટીઆર૩બી ભરવાની છેલ્લી તારીખ જુન ૨૦૨૦નું છેલ્લું સપ્તાહ કરવામાં આવી છે. આ માટે કોઈ વ્યાજ કે મોડું ભરવા માટેની ફી કે પેનલ્ટી લેવામાં આવશે નહીં.

પાંચ કરોડ રૂપિયાથી વધારાનું ટર્નઓવર ધરાવતા લોકો પણ માર્ચ, એપ્રિલ અને મે મહિનાના જીએસટીઆર૩બી તારીખ જૂનના છેલ્લા સપ્તાહમાં ભરી શકશે, પણ આવા વેપારીઓ માટે ૧૮ ટકાને બદલે ૯ ટકાના દરે છેલ્લી તારીખથી વ્યાજ લેવામાં આવશે. લેટ-ફી કે પેનલ્ટી લેવામાં આવશે નહીં.

કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરવાની મર્યાદા જૂનના છેલ્લા સપ્તાહ સુધી વધારી આપવામાં આવી છે. આવા લોકો માટે ક્વૉર્ટરલી રિટર્ન ફાઇલ કરવાની માર્ચ મહિનાની મર્યાદા જૂન સુધી લંબાવી આપવામાં આવી છે.

જીએસટીના નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯નની વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા ૩૧ માર્ચને બદલે જુનના છેલ્લા સપ્તાહ સુધી લંબાવી આપવામાં આવી છે.

નોટિસ આપવાની તારીખ, જાહેરનામું, મંજૂરીનો ઑર્ડર, અપીલ ફાઇલ કરવાની તારીખ, રિટર્ન ફાઇલ કરવાની તારીખ વગેરેની મુદત વધારીને ૨૦ માર્ચને બદલે ૨૯ જૂન કરવામાં આવી છે.

કસ્ટમ

૩૦ જૂન ૨૦૨૦ સુધી કસ્ટમ ક્લિયરન્સ ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે નોટિસ આપવાની તારીખ, જાહેરનામું, મંજૂરીનો ઑર્ડર, અપીલ ફાઇલ કરવાની તારીખ, રિટર્ન રજૂ કરવાની તારીખ વગેરેની મુદત વધારીને ૩૦ જૂન કરવામાં આવી છે.

નાણાકીય સેવાઓ

ત્રણ મહિના માટે કોઈ પણ બૅન્કના એટીએમમાંથી ડેબિટ કાર્ડ ધારકો માટે કોઇઈ પણ ચાર્જ વગર નાણાંનો ઉપાડ કરવાની છૂટ.

મિનિમમ બૅલૅન્સ રાખવા માટેની ફીમાં જૂન સુધી સંપૂર્ણ મુક્તિ ડિજિટલ નાણાકીય વ્યવહાર કરતા વેપારીઓ માટે બૅન્ક ચાર્જિસ ઘટાડવાની જાહેરાત કૉર્પોરેટ માટે કોઈ પણ કંપની કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ માટે કંપની કાયદા હેઠળ ફાઇલ કરવાના રિટર્ન, સ્ટેટમેન્ટ, દસ્તાવેજો ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ફાઇલ કરવામાં આવે તો કોઈ પણ વધારાની ફી કે પેનલ્ટી લાગશે નહીં.

બોર્ડ મીટિંગ અત્યારે કંપનીઝ ઍક્ટ હેઠળ ૧૨૦ દિવસમાં યોજવી ફરજિયાત છે એને બદલે એ હવે ૩૦ સપ્ટેમ્બર સુધી કોઈ પણ દિવસે કરી શકાશે. વર્ષ ૨૦૧૯-’૨૦થી અમલમાં આવેલા કંપનીઝ ઑડિટર રિપોર્ટ ઑર્ડરનો અમલ હવે નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧થી થશે.

વર્ષ ૨૦૧૯-’૨૦માં જો સ્વતંત્ર ડિરેક્ટરની હાજરીમાં બોર્ડ-મીટટિંગ વિશેના નિયમોનું ઉલ્લંઘન વર્ષ ૨૦૧૯-’૨૦ માટે ચલાવી લેવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં પાકતી ડિપોઝિટ માટે ફરજિયાત ૨૦ ટકા અનામતની મર્યાદા ૩૦ એપ્રિલને બદલે ૩૦ જૂનથી અમલમાં આવશે.

ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટ્સી કોડ હેઠળ કોઈ નાણાં પાછાં કરવામાં નિષ્ફળ જાય તો તેની સામે કાર્યવાહી કરવા માટે અત્યારે લઘુતમ મર્યાદા ૧ લાખ રૂપિયા હતી. કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિમાં નાણાકીય તંગી જોવા મળી રહી છે અને આર્થિક વ્યવહાર અટકી પડ્યા છે. આ સ્થિતિમાં લઘુ અને મધ્યમ કદના એકમોને ધ્યાનમાં લઈને લઘુતમ ડિફૉલ્ટની મર્યાદા વધારીને ૧ કરોડ રૂપિયા કરવામાં આવી છે.

આ ઉપરાંત જો વર્તમાન સ્થિતિ ૩૦ એપ્રિલથી પણ લાંબી ચાલે તો કોડની કલમ ૭, ૯ અને ૧૦ ૬ મહિના માટે વિલંબિત કરવામાં આવશે જેથી દરેક કંપનીઓ સામે આઇબીસી હેઠળ કાર્યવાહી કરવા માટેની જરૂર ઊભી ન થાય.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK