એક એપ્રિલથી નિયમોમાં કરાયેલા પરિવર્તનને કારણે થઈ શકે છે આ મુશ્કેલીઓ

Mar 31, 2019, 19:28 IST

વિમાની પ્રવાસ માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

એક એપ્રિલથી નિયમોમાં કરાયેલા પરિવર્તનને કારણે થઈ શકે છે આ મુશ્કેલીઓ
પ્રતીકાત્મક તસવીર

નવા બજેટના આધારે કેટલાક નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે જે એક એપ્રિલથી અમલમાં મૂકાશે. જેમાંથી કેટલાક ફાયદાકારક છે તો કેટલાક નિયમોમાં પરિવર્તનને કારણે તમને અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પડી શકે છે આ મુશ્કેલી

આધાર અને પેન લિંક કરવા પડશે : સરકારે પેન અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાડા 31 માર્ચ સુધી રાખી છે. જો તમારા પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવવામાં આવે તો તમારું પેન કાર્ડ રદ થઈ શકે છે.

રિટર્ન ફાઈલ નથી કરી તો ભરવું પડશે ફાઈન

જો 31 માર્ચ સુધી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો એક એપ્રિલ 2019 પહેલા કરી લો નહીં તો તમને 10,000 રૂપિયા સુધીનું ફાઈન ચૂકવવું પડી શકે છે.

પીએનજી અને સીએનજી થઈ શકે છે મોંઘા

સોમવારથી પ્રાકૃતિક ગેસની કિંમતમાં 18 ટકાનો વધારો થવાની શક્યતા છે. આને કારણે કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ (CNG) અને પાઈપ નેચરલ ગૅસ (PNG)ની કિંમત પણ વધી શકે છે. જેને કારણે સાર્વજનિક વાહનોના ભાડામાં વધારો થઈ શકે છે.

કાર થશે મોંઘી

જો કાર ખરીદવી હોય તો તમને તેની માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ટાટા મોટર્સ, જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા, ટોયોટા, કિર્લોસ્કર જેવી કંપનીઓને કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. જો એક એપ્રિલ 2019 પછી કાર ખરીદશો તો તમને વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

ચેનલ્સ પણ થઈ શકે છે બંધ

TRAIએ એક એપ્રિલ 2019થી કેબલ ચેનલોના નિયમોમાં ફેરફાર કર્યા છે. TRAIના નિયમાનુસાર 31 માર્ચ 2019 સુધી તમારે તમારી ગમતી ચેનલની માહિતી તમારા કેબલ કે ડીટીએચ ઑપરેટરને આપી દેવી પડશે. એમ ન કરવા પર એક એપ્રિલથી તમારી ચેનલ્સ બંધ થઈ શકે છે.

આ પણ વાંચો : પહેલી એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો, જીવનમાં આવશે પરિવર્તન

મોંઘુ પડી શકે છે એર ટ્રાવેલિંગ

એક એપ્રિલ 2019થી વિમાની મુસાફરી મોંઘી થવાની શક્યતા છે. સરકારની એક સમિતિએ વિમાની મુસાફરી કરતાં યાત્રિઓ પાસેથી પહેલાની તુલનામાં વધુ પેસેન્જર સર્વિસ ફી (PSF) લેવાની ભલામણ કરી છે. આ અમલમાં મૂકાતાં વિમાની પ્રવાસ માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK