વિદેશી રોકાણકારોએ એપ્રિલ મહિનામાં 11,096 કરોડનું ચોખ્ખું મૂડીરોકાણ કર્યું

Apr 16, 2019, 12:26 IST

સ્થાનિક અને વૈશ્વિક પરિબળોથી પ્રેરાઈને એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (FPI) ભારતના શૅરબજારમાં ૧૧,૦૯૬ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે.

વિદેશી રોકાણકારોએ એપ્રિલ મહિનામાં 11,096 કરોડનું ચોખ્ખું મૂડીરોકાણ કર્યું

સ્થાનિક અને વૈશ્વિક પરિબળોથી પ્રેરાઈને એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (FPI) ભારતના શૅરબજારમાં ૧૧,૦૯૬ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. પાછલા બે મહિના દરમ્યાન પણ જ્ભ્ત્ની ચોખ્ખી ખરીદી રહી હતી. ફેબ્રુઆરીમાં તેમણે ૧૧,૧૮૨ કરોડ અને માર્ચમાં ૪૫,૯૮૧ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

એ પૂર્વે FPIએ જાન્યુઆરીમાં ઇક્વિટી અને ડેટ બન્ને બજારોમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચી લીધું હતું.

ડિપોઝિટરીઝના ડેટા પ્રમાણે FPIએ ઇક્વિટીઝમાં ૧૩,૩૦૮.૭૮ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું અને ડેટ સેગમેન્ટમાંથી પહેલીથી ૧૨મી એપ્રિલ સુધીમાં ૨૨૧૨.૦૮ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું હતું એટલે ચોખ્ખું મૂડીરોકાણ ૧૧,૦૯૬.૭૦ કરોડનું રહ્યું હતું.

ચૂંટણીઓ બાદ સ્થિર સરકાર રચાવાના વિશ્વાસને પગલે ફેબ્રુઆરીથી આપણે હકારાત્મક તેજી જોઈ રહ્યા છીએ. વિકસિત દેશોમાં આર્થિક વિકાસ મંદ પડવાના ડરે ભારતીય બજારમાં વિદેશી નાણાં આવવાની સંભાવનાઓ વધારી દીધી છે, એમ ગ્રોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હરીશ જૈને કહ્યું હતું.

વિશ્વની મધ્યસ્થ બૅન્કોએ મંદ વલણ અપનાવ્યું હોવાથી આ વલણ જોવા મળ્યું છે, એમ ઍનૅલિસ્ટ્સે કહ્યું હતું.

વિશ્વની વિવિધ મધ્યસ્થ બૅન્કોની મૉનિટરી પૉલિસીના વલણમાં પરિવર્તન આવ્યું છે એને કારણે વિદેશી ભંડોળનો પ્રવાહ વધ્યો છે. એની સાથે અમેરિકા-ચીન વેપાર કરારના હકારાત્મક પરિણામની અપેક્ષાએ વિદેશી રોકાણકારોને વધુ જોખમ લેવા પ્ર્રેયા છે, એમ મૉર્નિંગસ્ટારના સિનિયર રિસર્ચ ઍનૅલિસ્ટ અને મૅનેજર હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની સરકારે 44 શુગર મિલોને નોટિસ ફટકારી

જોકે વૈશ્વિક પરિબળોથી માત્ર ભારતને જ નહીં, અન્ય ઊભરતી બજારોને પણ લાભ થઈ રહ્યો છે. ભારતમાં ચૂંટણીઓ માથે છે અને રાજકીય કે આર્થિક વિકાસના મોરચે કોઈ પણ અચરજ સર્જા‍ય તો વર્તમાન પ્રવાહ ઊલટાઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

Tags

news
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK