Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફોર્બ્સના લિસ્ટમાં સતત 13માં વર્ષે મુકેશ અંબાણી નંબર વન

ફોર્બ્સના લિસ્ટમાં સતત 13માં વર્ષે મુકેશ અંબાણી નંબર વન

08 October, 2020 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફોર્બ્સના લિસ્ટમાં સતત 13માં વર્ષે મુકેશ અંબાણી નંબર વન

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી


કોરોના કાળમાં અર્થતંત્ર નબળું પડતા દરેક ક્ષેત્રો મંદીમાં હોવા છતાં અમેરિકાના મેગેઝિન ફોર્બ્સ પ્રમાણે દેશના ટોપ-4 અબજોપતિઓની સંપત્તિમાં મોટો વધારો થયો છે. Forbes India Rich List 2020ના હાલના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એકવાર ફરી ટોપ પર છે. તેમની સંપત્તિ 88.7 અબજ ડોલર છે. તેઓ સતત 13મા વર્ષે ટોપ પર યથાવત છે.

મુકેશ અંબાણી બાદ બીજા નંબર પર ગૌતમ અદાણી છે. તેમની સંપત્તિ 25.2 અબજ ડોલર છે. ત્રીજા નંબરમાં આઈટી કંપની એચસીએલના શિવ નાડારનું નામ સામેલ છે. તેમની સંપત્તિ 20.4 અબજ ડોલર છે. ચોથા નંબર પર ડી માર્ટના માલિક રાધાકિશન દમાની છે. દમાનીની કુલ સંપત્તિ 15.5 અબજ ડોલર છે. પાંચમાં નંબર પર હિન્દુજા બ્રધર્સના નામ સામેલ છે, તેની સંપત્તિ 12.8 અબજ ડોલર છે.



તો છઠ્ઠા નંબર પર સાઇરસ પૂનાવાલા (સંપત્તિ 11.5 અબજ ડોલર) સાતમાં સ્થાન પર પાલોનજી મિસ્ત્રી (સંપત્તિ 11.4 અબજ ડોલર) છે. આઠમાં સ્થાને ઉદય કોટકનું નામ સામેલ છે. ઉદય કોટકની સંપત્તિ 11.3 અબજ ડોલર છે. તો નવમા સ્થાને ગોદરેજ પરિવારને સ્થાન મળ્યું છે. તેમની સંપત્તિ 11 અબજ ડોલર છે. દસમાં નંબર પર લક્ષ્‍મી મિત્તલ છે, તેમની સંપત્તિ 10.3 અબજ ડોલર છે.


આ વર્ષે ફોર્બ્સના લિસ્ટમાં ઘણા નવા નામ પણ સામેલ થયા છે. તેમાં સંજીવ બિકચંદાની, રિલૈક્સો ફુટવેરના રમેશ કુમાર અને મુકુંદ લાલ દુઆ, Zerodha બ્રોકિંગના નિતિન અને નિખિલ કામત, GRT જ્વેલર્સના જી રાજેન્દ્ર સામેલ છે. આ સિવાય વિનોદ સર્રાફા, ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગોઈ, પ્રેમચંદ્ર ગોધા, અરૂણ ભારત રામ અને આરજી ચંદ્રર્મોગન પણ ફોર્બ્સના લિસ્ટમાં સામેલ થયા છે. મહત્વનું છે કે આ વર્ષે લિસ્ટમાં સામેલ ટોપ-100એ 517.5 અબજ ડોલરની સંપત્તિ જોડી છે. જે પાછલા વર્ષના લિસ્ટમાં સામેલ થયેલા લોકોની કુલ સંપત્તિથી 14 ટકા વધુ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK