Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પાંચ દિવસના સુધારા બાદ બજારમાં પ્રૉફિટ-બુકિંગ

પાંચ દિવસના સુધારા બાદ બજારમાં પ્રૉફિટ-બુકિંગ

28 October, 2014 05:42 AM IST |

પાંચ દિવસના સુધારા બાદ બજારમાં પ્રૉફિટ-બુકિંગ

પાંચ દિવસના સુધારા બાદ બજારમાં પ્રૉફિટ-બુકિંગ



શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ


પાંચ દિવસના સુધારા બાદ શૅરબજાર નફારૂપી વેચવાલીમાં ગઈ કાલે ૯૮ પૉઇન્ટ ઘટીને ૨૬૭૫૩ નજીક તથા નિફ્ટી ૨૩ પૉઇન્ટની પીછેહઠમાં ૭૯૯૨ નજીક બંધ રહ્યો છે. બજાર આગલા બંધથી પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં ૨૬૯૯૫ સુધી ગયું હતું. બે વાગ્યા સુધી એકંદરે સુધારાનો મૂડ હતો. પાછળનો એકાદ કલાક વેચવાલના શૅરનો હતો, જેમાં શૅરઆંક નીચામાં ૨૬૭૨૭ તથા નિફ્ટી ૭૯૮૫ થયા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૭ શૅર તથા બજારના ૨૪માંથી ૧૯ ઇન્ડાઇસિસ માઇનસમાં હતાં. માર્કેટ-બ્રેડ્થ નકારાત્મક હતી. ૧૨૨૭ શૅર વધ્યા હતા તો ઉપલી સર્કિટે અને ૨૩૪ શૅર મંદીની સર્કિટે બંધ હતા. સેન્સેક્સ ખાતે ભેલ પાંચ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ ૧.૭ ટકા અને ગેઇલ તથા કોલ ઇન્ડિયા ૦.૯ ટકા પ્લસ હતા. સામે હિન્દુસ્તાન યુનિલિવર પોણાપાંચ ટકા, તાતા મોટર્સ ૨.૬ ટકા, ઓએનજીસી ૨.૨ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨ ટકા, તાતા સ્ટીલ ૧.૬ ટકા, વિપ્રો અને હીરો મોટોકૉર્પ એક ટકો તેમ જ હિન્દાલ્કો ૧.૩ ટકા ઘટીને બંધ હતા. રિયલ્ટી બેન્ચમાર્ક ૧૩માંથી ૧૧ શૅરની નરમાઈમાં ૩.૮ ટકા તૂટયો હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢ ટકો અને એફએમસીજી બેન્ચમાર્ક એક ટકો ડાઉન હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ બે ટકાથી વધુ ઊંચકાયો હતો. એશિયા સાંકડી વધ-ઘટે મિશ્ર હતું. યુરોપ સાધારણથી એક ટકા નજીક નીચે જણાતું હતું.

સિમ્ફની અબજ ડૉલરની કંપની બની


ઍરકૂલર બિઝનેસમાં વૈશ્વિક ખેલાડી સિમ્ફનીનો શૅર બુલરનમાં ૧૮૦૩ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૬.૭ ટકાની તેજીમાં ૧૭૭૧ રૂપિયા બંધ રહ્યો છે. આ સાથે કંપનીનું માર્કેટકૅપ એક અબજ ડૉલર પ્લસ કે ૬૧૯૬ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે. ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. વર્ષ પૂર્વે ૨૪ ઑક્ટોબરે શૅરનો ભાવ ૩૩૧ રૂપિયાના બાવન સપ્તાહના તળિયે હતો. ૭૦૦ લાખ રૂપિયાની ઇક્વિટીમાં મોટર્સ હોલ્ડિંગ ૭૫ ટકાનું છે. શૅર સપ્તાહમાં ૨૧ ટકા, મહિનામાં ૨૮ ટકા, ત્રણ મહિનામાં ૭૩ ટકા, ૬ મહિનામાં ૧૨૧ ટકા, વર્ષમાં ૪૧૦ ટકા, ત્રણ વર્ષમાં ૫૬૨ ટકા વધ્યો છે. પાંચ વર્ષ પહેલાં આ કાઉન્ટર ૨૦ આસપાસ હતું, જ્યારે ૧૦ વર્ષ પહેલાં ભાવ માત્ર ૭૫ પૈસા હતો. બન્ને બજારમાં કુલ મળીને ગઈ કાલે ૬૫૦૦૦ શૅરનાં કામકાજ હતાં.

૧૭૯ શૅર નવા શિખરે


ગઈ કાલે ૧૭૯ શૅર બીએસઈ ખાતે ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે વિક્રમી સપાટીએ ગયા હતા. એમાંનાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : અજંતા ફાર્મા, અલ્સટૉમ ટી ઍન્ડ ડી, અશોક લેલૅન્ડ, ઍક્સિસ બૅન્ક, એશિયન ગ્રેનિયો, બજાજ ઑટો, બજાજ ફાઇનૅન્સ, સીએટ, ડિવીઝ લૅબ, આઇશર મોટર, ઇમામી, એસ્ર્કોટ્સ, ગોપાલા પૉલિ, ઇન્ડસ ઇન્ડ બૅન્ક, ઇંગરસોલ રેન્ડ, કન્સાઇ નેરોલેક, કોલ્ટેક એન્જિ., કોટક મહિન્દ્ર બૅન્ક, મૅજેસ્ટિક ઑટો, મેનન બેરિંગ, મેઘમણિ ઑર્ગેનિક્સ, મંજુશ્રી ટેક્નૉ, નાઇલ, પોદાર ડેવલપર્સ, પ્રીમિયર એક્સ્પ્લોઝિવ્સ, રાણે એન્જિન, રાણે માસ, સિમ્પ્લેક્સ ટ્રેડિંગ, એસએમએલ ઇસુઝુ, સનસ્ટાર રિયલ્ટી, સિમ્ફની, તાતા મેટાલિક્સ, ટ્રાઇટન વાલ્વ, ટuુસ ઇન્વેસ્ટમેન્ટ, ટીવીએસ શ્રીચક્ર, યસ બૅન્ક, ઝેનટેક વગેરે...
બીજી તરફ ૫૯ શૅર ઐતિહાસિક તળિયે ગયા હતા; જેમાં દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ, હરિયા અપૅરલ્સ, પારેખ ઍલ્યુમિનેક્સ, મેક્સ અલર્ટ સિસ્ટમ્સ, સિગ્ન્ોટ, સ્વદેશી ઇન્ડ., તિરુઅરુણન, ઉન્નાવ ઇન્ડ., વલ્લભ પૉલિ, શ્રી હનુમાન શુગર, રેઇ સિક્સ ટેન ઇત્યાદિ સામેલ છે.

જસ્ટ ડાયલ પોણાબસો રૂપિયા તૂટયો

જસ્ટ ડાયલનું ઑપરેટિંગ પ્રૉફિટ માર્જિન લગભગ અઢી ટકા ઘટતાં શૅરનો ભાવ ૧૬૨૨ રૂપિયાના આગલા બંધ સામે નીચામાં ૧૪૩૫ રૂપિયા થઈ અંતે ૧૦.૭ ટકા કે ૧૭૪ રૂપિયા તૂટીને ૧૪૪૮ રૂપિયા બંધ રહેતાં આ કાઉન્ટર ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બન્યું હતું. વૉલ્યુમ કુલ મળીને ૯.૪૨ લાખ શૅરનાં હતાં. જિન્દલ સ્ટીલ દ્વારા ઝારખંડમાં જંગલની જમીનના ડાઇવર્ઝન બદલ સીબીઆઇ તરફથી તપાસ હાથ ધરાઈ હોવાના અહેવાલમાં શૅર આઠેક ટકા ગગડીને ૧૫૩ રૂપિયા નીચે રહ્યો હતો, તો ડીએલએફ સામે હરિયાણામાં નવી ભારતીય જનતા પાર્ટી સરકારે રૉબર્ટ વાડ્રા સાથેના જમીનના સોદાની ફેરતપાસ શરૂ કરતાં શૅર ૭.૯ ટકાની ખરાબીમાં ૧૧૦ રૂપિયા બંધ હતો. ટીઆઇએલની સપ્ટેમ્બર ક્વૉર્ટરની ચોખ્ખી ખોટ વધીને ૮૩૬ લાખ રૂપિયા થતાં ભાવ પાંચ ટકા ઘટીને ૩૭૦ રૂપિયા બંધ હતો. એચએમટી ૧૮ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૭ રૂપિયા નજીક રહ્યો હતો. નાઇલમાં બૅક-ટુ-બૅક ૨૦ ટકાની વધુ ઉપલી સર્કિટે ભાવ ૨૬૭ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ બંધ હતો.

ડાબરમાં ૬ વર્ષનો મોટો આંચકો આવ્યો


હિન્દુસ્તાન યુનિલિવરે ત્રિમાસિક ગાળામાં ૮.૧ ટકાના વૃદ્ધિદરથી ૯૮૮ રૂપિયા નેટ પ્રૉફિટ પર ૬૦૦ ટકાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. કંપની દ્વારા બજારમાં ભારે સ્પર્ધાના વાતાવરણને લઈ ગ્રોથ રેટ મંદ રહ્યો હોવાની કબૂલાત કરાઈ છે. એના પગલે શૅર ૭૬૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડીને નીચામાં ૭૧૬ રૂપિયા નીચે બંધ રહેતાં બજારને ૨૮ પૉઇન્ટની હાનિ પહોંચી હતી. ડાબર ઇન્ડિયાનો શૅર ૨૫ ગણા ભારે વૉલ્યુમમાં ઇન્ટ્રા-ડેમાં ૯ ટકા તૂટીને ૯૬ રૂપિયા થયો હતો. ઑક્ટોબર ૨૦૦૮ પછીની આ સૌથી મોટી ખરાબી હતી. શૅર છેલ્લા ત્રણ ટકાની નરમાઈમાં ૨૦૯ રૂપિયા બંધ હતો. દરમ્યાન સરકારે કાળાં નાણાંના મામલે જે ત્રણ નામ જાહેર કર્યા છે એમાંનું એક નામ દીપ બર્મનનું છે, જે ડાબર ઇન્ડિયા ગ્રુપની બર્મન ફૅમિલીની જાણીતી હસ્તી છે. કંપની તરફથી દીપ બર્મનને સ્વિસ બૅન્કમાં એનઆરઆઇની હેસિયતથી કાયદેસર રીતે ખાતું ખોલાવ્યું હોવાની અને તેમને બ્લૅક મની સાથે કોઈ નિસબત ન હોવાની જાણ કરાઈ છે.




બૅન્ક નિફ્ટી ૬ દિવસમાં ૧૦૦૦ પૉઇન્ટ અપ


બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧૬૬૬૪ની ઑલટાઇમ હાઈ બનાવી અંતે અડધા ટકાની મજબૂતીમાં ૧૬૫૫૬ બંધ હતી. ૬ દિવસમાં બૅન્ક નિફ્ટીમાં ૧૦૦૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. બૅન્કેક્સ પણ ઇન્ટ્રા-ડેમાં ૧૯૦૭૨ નજીક સર્વોચ્ચ શિખર બનાવી છેલ્લે અડધો ટકો વધીને ૧૮૯૪૯ બંધ હતો. એના ૧૦માંથી ૯ શૅર પ્લસ હતા. ઍક્સિસ બૅન્ક, ઇન્ડસ ઇન્ડ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક ઑલટાઇમ હાઈ થયા હતા. યસ બૅન્ક ૩.૬ ટકા વધીને ૬૪૩ રૂપિયા બંધ હતો. દેના બૅન્ક સવાત્રણ ટકા, યુનિયન બૅન્ક ત્રણ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક પોણાત્રણ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૨.૩ ટકા અપ હતા. સામે ફેડરલ બૅન્ક ૨.૪ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ મૈસૂર ૨.૨ ટકા અને ડીસીબી ૧.૮ ટકા નરમ હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૨૨ શૅર પ્લસ હતા. સિમેન્ટ શૅરમાં બે વધ્યા તો પાંચ ઘટયાનો ઘાટ હતો. પાવર સેક્ટરના ૯ શૅર વધ્યા સામે ૨૪ શૅર ઘટીને બંધ હતા. સરકાર દ્વારા ૮૦,૦૦૦ કરોડ રૂપિયાના ડિફેન્સ પ્રોજેક્ટ ખાનગી સેક્ટર માટે ખુલ્લા મુકાયાની ખબરમાં પીપાવાવ ડિફેન્સ પાંચ ટકા અને બીઈએમએલ પાંચ ટકા વધ્યા હતા.

કંપની-પરિણામો ઊડતી નજરે

ક્રિસિલ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૯ ટકાના વધારા સાથે ૩૧૩ કરોડ રૂપિયાની આવક પર ૩૯ ટકાના ઘટાડામાં ૭૧ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે.
ઑબેરૉય રિયલ્ટીએ ત્રિમાસિક ગાળામાં એક ટકાના ઘટાડામાં ૧૮૪ કરોડ રૂપિયા જેવી આવક પર ૧૦ ટકાના વૃદ્ધિદરથી ૭૦૫૪ લાખ રૂપિયા ચોખ્ખો નફો કર્યો છે.
ટ્રાઇટન વાલ્વની ત્રિમાસિક આવક ૧૪ ટકા વધીને ૪૪૬૦ લાખ રૂપિયા તથા નેટ પ્રૉફિટ ૨૯૭ ટકાના વધારામાં ૨૩૪ લાખ રૂપિયા રહ્યા છે.
હેસ્ટર બાયો સાયન્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૪૦ ટકાના વધારામાં ૨૧૪૯ લાખ રૂપિયાની આવક પર ૬૬ ટકાના વૃદ્ધિદરથી ૨૭૪ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ મેળવ્યો છે.
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સની ત્રિમાસિક આવક બે ટકા ઘટીને ૩૦૧ કરોડ રૂપિયા તથા નેટ પ્રૉફિટ આઠ ટકા ઘટીને ૫૫૭૯ લાખ રૂપિયા થયો છે.
ર્ફોસ મોટર્સ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૭ ટકાના વધારામાં ૫૯૨ કરોડ રૂપિયાની આવક મેળવી છે, પણ ચોખ્ખો નફો પાંચ ટકા ઘટીને ૨૫૬૯ લાખ રૂપિયા નોંધાયો છે.
યુનિકેમ લૅબોરેટરીઝે ત્રિમાસિક ગાળામાં ત્રણ ટકાના વધારામાં ૨૭૫ કરોડ રૂપિયાની આવક પર ૩૮ ટકાની પીછેહઠથી ૨૨૩૨ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો છે.
કેવલ કિરણ ક્લોધિંગ્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૧ ટકાના વધારામાં ૧૨૯ કરોડ રૂપિયાની આવક તથા ત્રણ ટકાના વૃદ્ધિદરથી ૨૪૨૬ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો છે.
આર. એસ. સૉફ્ટવેરની ત્રિમાસિક આવક પાંચ ટકા ઘટીને ૯૯૪૭ લાખ રૂપિયા થઈ છે. સામે નેટ પ્રૉફિટ ૪૩ ટકા વધીને ૧૬૬૨ લાખ રૂપિયા નોંધાયો છે.



Whatsapp-channel Whatsapp-channel

28 October, 2014 05:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK