લોન રિકાસ્ટ કરવાને મુદ્દે બૅન્કરોને મળશે સીતારમણ

Published: Aug 31, 2020, 11:43 IST | Agencies | New Delhi

કોરોનાની પરિસ્થિતિને કારણે બૅન્કોની વધી રહેલી સ્ટ્રેસ લોન રિકાસ્ટ કરવાના મુદ્દે વિચારણા કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારે બૅન્કરો સાથે મુલાકાત કરશે.

નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ

કોરોનાની પરિસ્થિતિને કારણે બૅન્કોની વધી રહેલી સ્ટ્રેસ લોન રિકાસ્ટ કરવાના મુદ્દે વિચારણા કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારે બૅન્કરો સાથે મુલાકાત કરશે. નાણાં મંત્રાલયે કહ્યું કે ‘બિઝનેસ અને ઘરોને ફરીથી બેઠાં કરવા, બૅન્કની પૉલિસીઓ નક્કી કરવા અને કામકાજની સમીક્ષા કરવા માટે મીટિંગ બોલાવવામાં આવી છે.’

શેડ્યુલ કમર્શિયલ બૅન્ક અને નોન બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીની કોરોનાને લીધે વધી રહેલી સ્ટ્રેસ લોનની સમીક્ષા નાણાપ્રધાન દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ મહિનાની શરૂઆતમાં કૉર્પોરેટ અને રિટેલ લોન માટે વન ટાઇમ રિકન્સ્ટ્રક્શનને મંજૂરી આપી હતી. આ મંજૂરીના આધિન બૅન્ક પોતાના બોર્ડની મંજૂરી મેળવવા પ્રયાસ કરી રહી છે. કૉર્પોરેટ લોનને રિકાસ્ટ કરવા માટે કે. વી. કામત કમિટી કામ કરી રહી છે.

આ કમિટીની ભલામણોના અમલ સંબંદી નોટિફિકેશન છઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં બહાર પાડવામાં આવશે.

લોન મોરોટેરિયમને મુદ્દે પણ સરકાર પર સુપ્રીમ કોર્ટ તરફથી ખાસ્સું દબાણ છે. કોરોનાને કારણે કરાયેલા લૉકડાઉનને પરિણામે અર્થતંત્ર ખાડે ગયું છે અને મોટા ભાગ લોકો લોન સમયસર ભરી શકે એવી પરિસ્થિતિમાં નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા લોનના રિસ્ટ્રક્ચર અંગેની કવાયત હાથ ધરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK