એક્સપોર્ટમાં ૩૬ ટકાનો જમ્પ, આયાતમાં ૧૭ ટકાનો વધારો

Published: 13th October, 2011 19:38 IST

સરકારે ગઈ કાલે જાહેર કરેલી વિગત મુજબ સપ્ટેમ્બરમાં નિકાસ ૩૬ ટકા વધીને ૨૪.૮૦ અબજ ડૉલર (આશરે ૧૨૧૭ અબજ રૂપિયા) થઈ છે. કૉમર્સ સેક્રેટરી રાહુલ ખુલરે ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘અમેરિકા અને યુરોપની માર્કેટ્સમાં અચોક્કસતાને કારણે નિકાસનો વૃદ્ધિદર ધીમો પડ્યો છે.

 

સપ્ટેમ્બરમાં આયાત ૧૭ ટકા વધીને ૩૪.૬૦ અબજ ડૉલર (આશરે ૧૬૯૮ અબજ રૂપિયા) થઈ છે. વેપારખાધ ૯.૮૦ અબજ ડૉલર (આશરે ૪૮૦ અબજ રૂપિયા) થઈ છે.’ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૧ દરમ્યાન એક્સર્પોટ બાવન ટકા વધીને ૧૬૦ અબજ ડૉલર (આશરે ૭૮૫૬ અબજ રૂપિયા) થઈ છે. ઇમ્પોર્ટ ૩૨.૪૦ ટકા વધીને ૨૩૩.૫૦ અબજ ડૉલર (આશરે ૧૧,૪૬૨ અબજ રૂપિયા) થઈ છે. ટ્રેડ-ડેફિસિટ ૭૩.૫૦ અબજ ડૉલર (આશરે ૩૬૦૭ અબજ રૂપિયા) થઈ છે.

એન્જિનિયરિંગ એક્સર્પોટ

જે સેક્ટર્સની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે એમાં એન્જિનિયરિંગ, જેમ્સ ઍન્ડ જ્વેલરી, પેટ્રોલિયમનો સમાવેશ થાય છે. એન્જિનિયરિંગ સેક્ટરની એક્સર્પોટ ૧.૩ ટકા વધીને ૪૬.૪૦ અબજ ડૉલર (આશરે ૨૨૭૭ અબજ રૂપિયા), પેટ્રોલિયમ ક્ષેત્રની ૫૩ ટકા વધીને ૨૭ અબજ ડૉલર (આશરે ૧૩૨૫ અબજ રૂપિયા) અને જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટરની ૨૩ ટકા વધીને ૧૮.૫૦ અબજ ડૉલર (આશરે ૯૦૮ અબજ રૂપિયા) થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK