Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતની ચૂંટણીઓ, દેશ માટે સૌથી મોટો ઉત્સવ કે પછી મોટી કવાયત છે

ભારતની ચૂંટણીઓ, દેશ માટે સૌથી મોટો ઉત્સવ કે પછી મોટી કવાયત છે

18 March, 2019 10:10 AM IST |
અર્થતંત્રના આટાપાટા- જિતેન્દ્ર સંઘવી

ભારતની ચૂંટણીઓ, દેશ માટે સૌથી મોટો ઉત્સવ કે પછી મોટી કવાયત છે

ભારતની ચૂંટણીઓ, દેશ માટે સૌથી મોટો ઉત્સવ કે પછી મોટી કવાયત છે


ગયા અઠવાડિયે ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓનું સમયપત્રક જાહેર થતાં અનેક અટકળોનો અંત આવ્યો છે તો એ સાથે રાજકીય પક્ષોની ચહલપહલ વધી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી રાજ્યવ્યવસ્થા માટે લોકસભાની ચૂંટણીઓ છ અઠવાડિયાં (૧૧ એપ્રિલથી ૧૯ મે)ના એક ઉત્સવ જેવો માહોલ સર્જે છે. રાજકીય પક્ષો માટે એ એક કસોટી છે. પરિણામની તારીખ ૨૩ મે છે.

૯૦ કરોડ મતદાતાઓ (૨૦૧૪માં ૮૧.૫ કરોડ) છે, જેમાંના ૮.૫ કરોડ જેટલા મતદાતાઓ પ્રથમ વાર મતદાન કરશે. એમાંના લગભગ દોઢ કરોડની ઉંમર ૧૮-૧૯ની હશે. લોકસભાની આ પહેલી ચૂંટણી હશે, જેમાં ૨૧મી સદીમાં જન્મેલા પણ મતદાન કરશે. ૫૪૩ બેઠકો અને ૧૦ લાખથી વધુ મતદાનમથકો. ૧૭મી લોકસભાની આ ચૂંટણીઓ સાત તબક્કા (૨૦૧૪માં નવ તબક્કા)માં યોજાશે, એમ છતાં મોટા ભાગનાં રાજ્યોમાં એ ૨૦૧૪ કરતાં વધુ તબક્કામાં યોજાશે.



આંધþ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશા આ ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણીઓ સાથે યોજાશે. સલામતીનાં કારણસર જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓ નહીં યોજાય. ચ્સ્પ્ની વિશ્વસનીયતા વધે એ માટે બધાં જ EVMને VVPAT (વૉટર વેરિફિયેબલ પેપર ઑડિટ ટેસ્ટ) મશીન સાથે પહેલી વાર જોડવામાં આવશે.


૨૦૧૯ની ચૂંટણીઓ ૨૦૧૪ની ચૂંટણીઓ કરતાં અનેક રીતે અલગ પડે છે. એ વખતનો ‘નરેન્દ્ર મોદી વેવ (જુવાળ) આ વખતે નથી. ૨૦૧૪માં યુપીએ-૨ના પાંચ વરસના ભ્રક્ટાચાર (કૉમનવેલ્થ ગેમ્સ, ટુજી પરવાના અને કોલ માઇન્સ બાબતે) ભરેલ વહીવટથી ત્રાસી ગયેલ મતદારો પર નરેન્દ્ર મોદી ‘સબકા સાથ, સબકા વિકાસ’ અને ‘અચ્છે દિન’નાં લોભામણાં સ્લોગન અને તેમની આગવી પ્રતિભા સાથે એક ‘મસીહા’ના રૂપમાં છવાઈ ગયા હતા. ગુજરાત રાજ્યના વહીવટનો તેમનો ૧૨થી ૧૫ વરસનો લંબો અનુભવ હતો, પણ કેન્દ્રના વહીવટ માટે તેમની સ્લેટ કોરી હતી. એટલે તેમને છેલ્લા પાંચ વરસના વહીવટ/ગેરવહીવટનો જવાબ મતદારોને આપવાનો નહોતો. તેમનાં ધારદાર ભાષણો અને પક્ષ જીતે તો વડા પ્રધાનપદના એકમાત્ર નિર્વિવાદ ઉમેદવાર તરીકે ઊભરેલ નરેન્દ્ર મોદીના જબરદસ્ત ‘મૅજિક’થી મતદાતાઓ ભાજપ અને એનડીએ-૨ પર ઓવારી ગયા અને તેમણે પોતે ન કલ્પેલી ઐતિહાસિક બહુમતી તેમના પક્ષને મળી. ઇન્દિરા ગાંધીના અવસાન પછી ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ૪૦૪ બેઠકોની જંગી બહુમતી મળી ત્યાર પછી ૩૦ વરસે એક જ પક્ષને (ભાજપ) ૨૮૨ બેઠકો સાથે વહીવટ કરવા માટેની સ્પષ્ટ બહુમતી મળી. આમ આઝાદ ભારતનાં ૬૭ વરસના ઇતિહાસમાં લોકસભામાં પહેલી વાર પગ મૂકનાર વ્યક્તિ વડા પ્રધાન બને એ રેકૉર્ડ નરેન્દ્ર મોદીના નામે નોંધાયો. કૉંગ્રેસ પક્ષ લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ ન બેસી શકે એટલી ઓછી (માત્ર ૪૪) બેઠકો મેળવીને નામશેષ થઈ ગયો.

સ્વાભાવિક રીતે પાંચ વરસના વહીવટ પછી આજે પરિસ્થિતિ જુદી જ હોય. ભાજપ - લેડ એનડીએ સરકારે છેલ્લા પાંચ વરસમાં ઘણા આર્થિક અને રાજકીય સુધારાઓ કર્યા છે એટલો એ વહીવટ દરમ્યાન પ્રજાનો એક વર્ગ સંતોષાય તો બીજાને અસંતોષ થાય એવું બને જ. એટલે આજે ‘મોદી વેવ’ નથી તો પણ ‘ઑપોઝિશન કૅમ્પની હાલત જોતાં દેશ માટે ભાજપ/એનડીએ સિવાયનો અન્ય વિકલ્પ હાલ પૂરતો તો દેખાતો નથી.


વિરોધ પક્ષોનું મહાગઠબંધન છે કે એ શંભુમેળો છે એ પ્રશ્ન સહેજે થાય. મહાગઠબંધનમાં જેટલ પક્ષ એટલ વડા પ્રધાનપદના ઉમેદવારો જેવી હાલત છે. કંઈક મૅજિક થાય અને એ શંભુમેળો સત્તા પર કદાચ આવે તો પણ દેશને પાંચ વરસ માટે સ્થિર સરકાર આપી શકે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. તેમ છતા ભાજપ જરા પણ ચાન્સ ન લે તે સ્વાભાવિક છે. દેશમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, પણ મતદાતાઓની (ગ્રામ્ય વિસ્તારમાં પણ) ગજબની કોઠાસૂઝ કળી શકાય તેમ નથી. એનો પરચો સમયે સમયે બધા પક્ષોને મળતો રહે છે. નવેમ્બર, ૨૦૧૬ના ડીમૉનેટાઇઝેશન પછી સરકાર સામેના રોષ છતાં ૨૦૧૭ની શરૂઆતમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અણધારી સફળતા અને બહુમતી મળી. જ્યારે દેશભરમાં જીએસટી દાખલ કરાયા બાદ થોડા મહિનાઓ પહેલં યોજાયેલી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ગ્થ્ભ્ને સત્તા પરથી ફેંકી દઈ કૉંગ્રેસે વિજયધ્વજ ફરકાવ્યો.

બેઠકોની દૃષ્ટિએ કોઈ પણ પક્ષ માટે દિલ્હીની ગાદી હાંસલ કરવા માટે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારનું વિશેષ મહત્વ છે. ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪મા ગ્થ્ભ્ને ૮૦માંથી ૭૩ બેઠકો મળી હતી. ત્રણ રાજ્યોમાં તાજેતરમાં સત્તા ગુમાવ્યા પછી અને ઉત્તર પ્રદેશમાં પણ પેટાચૂંટણીઓમાં હાર્યા પછી ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને બેઠકોની સંખ્યામા માર પડે તો શું? સપા અને બસપા જોડાણ પછી આવી શક્યતા નકારી શકાય નહીં. પ્રિયંકા ગાંધીનો સક્રિય રાજકારણમાં પ્રવેશ અને લોકસભાની ઉત્તર પ્રદેશની ચૂંટણીઓનો હવાલો તેમને અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપાયો હોવાથી એની અવળી અસર પણ પક્ષ પર પડે, અને એટલે જ સમયનો તકાદો પારખીને ભાજપે મહારાષ્ટ્રમાં ઘણીબધી બાંધછોડ કરીને શિવસેના સાથે, જ્યારે બિહારમાં જેડીયુ  સાથે સમજૂતી કરી લીધી છે.

એનડીએ સરકારે અનેક આર્થિક અને રાજકીય સુધારાઓ કર્યા છે એની ઇતિહાસ નોંધ લેશે જ. એમાં કરવેરાના ક્ષેત્રનો સ્વતંત્ર ભારતનો સૌથી મોટો સુધારો એટલ્ો ઞ્લ્વ્. એવી જ રીતે રાજકીય દબાણ હેઠળ અપાયેલી બૅન્ક લોનોને કારણે વકરેલી એનપીએની સમસ્યાના હલ કરી બૅન્કોની બૅલેન્સશીટ સુધારવા માટેનાં લીધેલં કડક પગલં અને ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટસી કોડ (ત્ગ્ઘ્)ની પણ નોંધ લેવી રહી.

તો બીક્ટશ્વ તરફ રોજગારીના સર્જન દ્વારા સામાન્ય નાગરિકની હાલત સુધારવાનો ભાજપનો રેકોર્ડ પક્ષને કે સરકારને ક્રેડિટ આપે એેવો નથી, પણ વિવાદાસ્પદ છે. સરકારે આ વિવાદમાંથી બચવા માટે સાચા આંકડાઓ પ્રસિદ્ધ ન થાય એવો પ્રયાસ કર્યાનો આક્ષેપ પણ છે.

સરકારના ઑટોનમસ ઈન્સ્ટીટ્યુટનો – સીબીઆઈ, આરબીઆઈ -  તથા  સુપ્રીમ કોર્ટ  સાથેના સંબંધો પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે. રિઝર્વ બૅન્કના બોર્ડની તાજેતરમાં જ પ્રસિદ્ધ કરાયેલી મિનિટ્સ પ્રમાણે સરકારે રિઝર્વ બૅન્કની ઉપરવટ જઈને ડીમૉનેટાઇઝેશનનું પગલું ભર્યાના અહેવાલ છે. કાળાં નાણાં અને એ દ્વારા થતા ભ્રષ્ટાચારને રોકવામાં ડીમૉનેટાઇઝેશનને સફળતા મળી નથી. એનાથી વિપરીત, ટૂંકા ગાળામાં નાના ઉદ્યોગોના ક્ષેત્રે મોટા પ્રમાણમાં નોકરીઓ છીનવાઈ ગયાના અહેવાલ સ્વીકારવા પડે એમ છે. સરકારી આંકડાઓ પ્રમાણે પણ પોસ્ટ-ડીમૉનેટાઇઝેશને આર્થિક વિકાસનો દર ધીમો પાડ્યો છે.

લોકસભાની ચૂંટણીઓ જીતવામાં આ બધા મુદ્દાઓ શાસક પક્ષ માટે બાધક બની શકે એમ છે. દેશને ‘કૉંગ્રેસમુક્ત’ કરવાનું ભાજપનું સ્વપ્ન આ ઇલેક્શન દ્વારા સાકાર થવાની સંભાવના નહીંવત્ છે. સૌથી મહkવની વાત, ભાજપને ‘ઇન્કમ્બસી ફૅક્ટર’ (સત્તા પર હોય તે પક્ષને/પક્ષના સમૂહને બદલાવાનો મતદાતાઓ દ્વારા સામાન્ય રીતે થતો પ્રયાસ) પણ ચૂંટણીમાં ભારે બહુમતી મેળવવામાં નડી શકે.

ભાજપ અને સરકાર સામેનાં પ્લસ/માઇનસ ફૅક્ટરમાં પ્લસ ફૅક્ટરનું જમાપાસું રહી શકે. કદાચ આ બધાં ફૅક્ટર બૅલેન્સ આઉટ થઈ જાય તો પણ પુલવામાના આતંકવાદી હુમલનો સરકાર દ્વારા બાલકોટ પરની ઍર સ્ટ્રાઇકથી અપાયેલ પ્રત્યુત્તર અને અભિનંદનને પાકિસ્તાનની સરકારના બાનમાંથી છોડાવીને તરત જ ભારત પરત  લવવામાં મળેલી સફળતાએ ભાજપની તરફેણ કરનાર મતદાતાઓનો વર્ગ વિસ્તાર્યો છે એવા ઓપિનિયન પૉલના અહેવાલો છે.

૨૦૧૯-૨૦ના અંદાજપત્રની પૂર્વસંધ્યાએ ફેબ્રુઆરીની શરૂઆતમાં બેરોજગારીના આંકડાઓ સરકાર છુપાવી રહી છે એવા અહેવાલો વચ્ચે ઑપિનિયન પૉલના આંકડાઓ ગ્થ્ભ્ને આગામી લોકસભાની ચૂંટણીમાં  સ્પક્ટ બહુમતી ન પણ મળે એમ સૂચવતા હતા. એક મહિનાના ટૂંકા ગાળામાં સરકારે યુદ્ધનો આશ્રય લીધા સિવાય રાજકીય કુનેહ વાપરીને પાકિસ્તાન સરકારને નમાવી છે એ માત્ર એક કારણે જનમતમાં ભારે બદલવ આવ્યો છે. એ બતાવે છે કે દેશની સલમતી અને સુરક્ષાનો મુદ્દો ઊભો થાય ત્યારે બેરોજગારી, ભાવવધારો, ખેડૂતોની દયનીય સ્થિતિ, ભ્રષ્ટાચાર કે રાફેલની ખરીદીનો વિવાદ ગૌણ બની જાય છે.

યુદ્ધની પરિસ્થિતિ ગમે ત્યારે ઊભી થઈ શકે એ સંજોગોમાં પણ સરકારે ચૂંટણીઓ પાછી ઠેલવાનો પ્રયાસ નથી કર્યો. કૉંગ્રેસના એ વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાનું આસન હલતું હોવાનું દેખાયું ત્યારે કોર્ટના આદેશને અવગણીને દેશમાં ‘ઇમરજન્સી’ જાહેર કરી હતી. ૧૯૭૫ના એ દિવસોને કોણ ભૂલી શકે?

આ પણ વાંચોઃ અનિલ અંબાણીને મોટો ઝટકો, NCLATના 260 કરોડના રિફન્ડ અંગે સૂચના આપવાનો ઈનકાર

ઉત્તર કોરિયાના સરમુખત્યારી ધરાવતા દેશમાં આ મહિનાની શરૂઆતમાં દેખાવ પૂરતી યોજાયેલી ચૂંટણીઓમાં બૅલેટ પેપરમાં શાસનમાન્ય એક જ ઉમેદવારમાંથી પસંદગી કરવાની હતી અને એ પણ તેની તરફેણમાં જ. ઉમેદવારની વિરુદ્ધ મત આપવાનો વિકલ્પ હોવા છતાં મતદાર ભાગ્યે જ એમ કરવાની હિંમત કરી શકે. મતદાન કરવા જવું એ જ્યાં ફરજ અને જવાબદારી ગણાય છે એટલે મતદાન કરવું લગભગ ફરજિયાત ગણાય. આ સંદર્ભમાં મુદત પૂરી થયે દેશમાં ચૂંટણીઓની જાહેરાત કરીને દર પાંચ વરસે મતદાતાઓ પાસે જવાની ૭૦ વરસથી ચાલી આવતી સામાન્ય ચૂંટણીઓની પ્રથા, એકમાત્ર અપવાદ સિવાય, એ લોકશાહીનો મોટો વિજય છે અને એ જ તો  લોકશાહી ટકાવી રાખવાની આશા જીવંત રાખે છે એની કોણ ના કહી શકે?

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 10:10 AM IST | | અર્થતંત્રના આટાપાટા- જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK