ઈઈપીસી-ઇન્ડિયાનો નૅશનલ એક્સર્પોટ અવૉર્ડ ભાલરિયા મેટલ ક્રાફ્ટને મળ્યો

Published: Dec 26, 2011, 05:34 IST

ઈઈપીસી ઇન્ડિયા એન્જિનિયરિંગ ગુડ્સ માટેની એક્સર્પોટ પ્રમોશન કાઉન્સિલ છે. એનો સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સની નિકાસ માટે સ્ટાર પર્ફોર્મર્સ કૅટેગરીમાં ૨૦૦૯-’૧૦ માટેની શ્રેષ્ઠત્તમ નિકાસકામગીરી માટેનો નૅશનલ એક્સર્પોટ અવૉર્ડ મુંબઈની ભાલરિયા મેટલ ક્રાફ્ટને મળ્યો છે.

 

કેન્દ્રીય વેપારઉદ્યોગ ખાતાના રાજ્યપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અવૉર્ડ નવી દિલ્હીમાં ૨૦ ડિસેમ્બરે યોજાયેલા સમારોહમાં ભાલરિયા મેટલ ક્રાફ્ટના મૅનેજિંગ ડિરેક્ટર હિતેન્દ્ર ભાલરિયાને આપ્યો હતો. કંપની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૭૫,૦૦૦ ચોરસમીટરમાં પથરાયેલા વિસ્તારમાં અદ્યતન ઉત્પાદકીય સવલતો ધરાવે છે. કંપનીએ ગુજરાતમાં ઉમરગામમાં પ્લાન્ટ સ્થાપીને પ્રથમ તબક્કામાં જ ૧૦૦ ટકાનો ઉત્પાદનનો વધારો દર્શાવ્યો છે. કંપની દર વર્ષે ૨૦૦ નવાં ઉત્પાદનો વિકસાવે છે તથા ઇનહાઉસ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ ટીમ ધરાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK