Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડૉલરની મજબૂતીએ સોનાની તેજીને આંતરી : ચાંદીમાં બીજા દિવસે પણ કડાકા

ડૉલરની મજબૂતીએ સોનાની તેજીને આંતરી : ચાંદીમાં બીજા દિવસે પણ કડાકા

28 September, 2019 11:58 AM IST | મુંબઈ

ડૉલરની મજબૂતીએ સોનાની તેજીને આંતરી : ચાંદીમાં બીજા દિવસે પણ કડાકા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ: ડૉલરની તેજીના કારણે સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. યુરોઝોનમાં ઘટી રહેલો ફુગાવો અને આર્થિક વિકાસ અને બ્રિટનની આર્થિક સ્થિતિની ચિંતાઓના કારણે ડૉલર ઇન્ડેક્સ ૯૯ના ચાલુ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સોનું અને ચાંદી બન્ને ઘટી રહ્યા છે. બન્ને ધાતુઓના ભાવ સાપ્તાહિક ધોરણે ઘટાડા સાથે બંધ આવી શકે છે. 

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ગત સપ્તાહે ૧૫૧૪ ડૉલર પ્રતિ ઔંસ હતા જે આજે ૧૪૮૯.૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ ચાલી રહ્યા છે. ન્યુ યૉર્ક ખાતે ગુરુવારે કૉમેક્સ વાયદો ૧૫૧૫.૨૦ ડૉલરની સપાટીએ બંધ હતો જે અત્યારે ૧.૧૦ ટકા ઘટી રૂ. ૧૪૯૮.૨૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. આજે ચાંદીનો વાયદો ૨.૫૪ ટકાના તીવ્ર ઘટાડા સાથે ૧૭.૪૫૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.
સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૬ ટકા કે ૨૪.૩ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. સોનું ગુરુવારે ૧૫૦૮ ડૉલર બંધ આવ્યું હતું અને આજે પણ તેમાં ઘટાડો ચાલુ રહ્યો છે. સાપ્તાહિક ધોરણે મુંબઈ ખાતે સોનું ૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ વધ્યા છે અને ચાંદી રૂ. ૮૯૦ પ્રતિ એક કિલો ઘટ્યા છે. સાપ્તાહિક ધોરણે કૉમેક્સ વાયદો અત્યારની સપાટીએ ૧૭ ડૉલર જેટલો ઘટી ગયો છે. સાપ્તાહિક ધોરણે ચાંદીના વાયદામાં ૦.૩૯૫ ડૉલરનો ઘટાડો છે.
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મંત્રણા યોગ્ય દિશામાં ચાલી રહી છે. ઈરાન જરૂર પડ્યે અમેરિકા સાથે મંત્રણા કરવા તૈયાર છે અને બ્રિટન કોઇ પણ પ્રકારની સમજૂતી વગર યુરો ઝોનમાંથી બહાર નીકળી જાય એવી શક્યતાના કારણે ડૉલર મજબૂત થયો હતો. ડૉલરની મજબૂતી જ મુખ્ય કારણ છે કે જેના કારણે સોનું ઘટ્યું હતું.
ભારતમાં સોનું મક્કમ, ચાંદીમાં કડાકો
ભારતમાં હાજર બજારમાં શુકવારે સોનું મક્કમ જોવા મળ્યું હતું. મુંબઈ ખાતે ભાવ રૂ. ૨૦ વધી રૂ. ૩૮,૮૨૦ પ્રતિ ૧૦ ગ્રામ અને અમદાવાદ ખાતે રૂ. ૨૫ ઘટી રૂ. ૩૮,૮૩૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટી ઉપર હતા. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭,૭૫૩ ખૂલી, ઉપરમાં રૂ. ૩૭,૮૩૬ અને નીચામાં રૂ. ૩૭,૩૯૯ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે રૂ. ૩૪૨ ઘટીને રૂ. ૩૭,૪૫૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૨૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૦,૦૨૧ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૨૨ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૩૫૮૬ થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૦ ઘટીને બંધમાં રૂ. ૩૭,૪૪૩ના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં આજે બીજા દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો હતો. મુંબઈ હાજરમાં ચાંદી રૂ. ૯૩૦ ઘટી રૂ. ૪૫,૯૪૦ અને અમદાવાદ ખાતે રૂ. ૯૬૫ ઘટી રૂ. ૪૬,૦૦૦ પ્રતિ કિલોની સપાટીએ બંધ આવી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ રૂ. ૪૬,૩૩૯ ખૂલી ઉપરમાં રૂ. ૪૬,૩૬૫ અને નીચામાં રૂ. ૪૫,૧૧૫ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે રૂ. ૧૦૬૪ ઘટીને રૂ. ૪૫,૩૧૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૦૫૪ ઘટીને રૂ. ૪૫,૩૪૧ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૦૬૧ ઘટીને રૂ. ૪૫,૩૩૮ બંધ રહ્યા હતા.
ઑગસ્ટ પછી સપ્ટેમ્બરમાં પણ નબળી માગ
ભારતમાં ઑગસ્ટ મહિનામાં સરેરાશ ભાવ ૧૦.૩ ટકા વધ્યા હતા અને સોનાની આયાત ૭૦ ટકા ઘટી ૨૮.૨ ટન રહી હતી. ઑગસ્ટમાં સ્થાનિક ભાવ વધ્યા હોવાથી માગ ઘટી જવાથી બુલિયન ટ્રેડર્સ એક તબક્કે ૬૫ ડૉલર પ્રતિ ઔંસના ડિસ્કાઉન્ટથી માલ વેચી રહ્યા હોવા છતાં સપ્ટેમ્બર મહિનામાં શ્રાદ્ધના કારણે માગ નબળી રહી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મુકેશકુમારે એક રિસર્ચમાં જણાવ્યું હતું, ‘ વૈશ્વિક અને સ્થાનિક ભાવમાં સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મહિનાના ૧૫ દિવસ સુધી શ્રાદ્ધનો ગાળો હોવાથી સોનાની માગ આ મહિને પણ ઘટેલી જ રહેશે.’
રૂપિયામાં મજબૂતી ચાલુ
ડૉલર સામે રૂપિયો સતત મજબૂત થઈ રહ્યો છે. આજે રૂપિયો ગુરુવારના બંધ સામે એક તબક્કે ૭૦.૭૧ થઈ ગયો હતો જે છેલ્લે ૭૦.૭૭ બંધ આવ્યો છે. આગલા દિવસ સામે રૂપિયાના દરમાં ૧૩ પૈસાનો સુધારો જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 11:58 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK