લોન લઈને શૅરની લે-વેચ ન કરવી

Published: 3rd October, 2011 18:13 IST

ઇન્ટ્રા ડે કરવું હોય તો સ્ક્રિપ સારી હોવી જોઈએ. ક્યારેય લોન લઈને શૅરની લે-વેચ ન કરવી. શૅરમાર્કેટમાં કામ કરવા માટે નિયમિત રીતે રિસર્ચવર્ક કરવું જરૂરી છે. જો લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ એના ટચમાં રહેવું જરૂરી છે; જ્યારે ટ્રેડિંગમાં સતત ધ્યાન રાખવું પડે છે.

 

 

- હું અને શૅરબજાર

હું છેલ્લાં પાંચ વર્ષથી શૅરબજારમાં લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરું છું. મારા ફ્રેન્ડ્સને જોઈને મને પણ થયું કે વધારાની આવક માટે આ ક્ષેત્ર સારું છે એટલે મેં પણ શૅરબજારને લગતા ક્લાસિસ કર્યા અને પછી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું. છેલ્લાં પાંચ વર્ષમાં મેં પાવર સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને મને એનું સારું વળતર મળ્યું છે.

 

નેપિયન સી રોડ પર રહેતી ગિની શાહ કહે છે કે ઇન્ટ્રા-ડે કરવું હોય તો સ્ક્રિપ સારી હોવી જોઈએ


હું ટ્રેડિંગ ઓછા પ્રમાણમાં કરું છું. ઇન્ટ્રા ડે કરવું હોય તો સ્ક્રિપ સારી હોવી જોઈએ. ક્યારેય લોન લઈને શૅરની લે-વેચ ન કરવી. શૅરમાર્કેટમાં કામ કરવા માટે નિયમિત રીતે રિસર્ચવર્ક કરવું જરૂરી છે. જો લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ એના ટચમાં રહેવું જરૂરી છે; જ્યારે ટ્રેડિંગમાં સતત ધ્યાન રાખવું પડે છે. અત્યારે ફુગાવો વધી ગયો છે અને માર્કેટ નીચે જઈ રહ્યું છે. આવા સમયને હું ડિસ્કાઉન્ટ સેલ જેવો ગણું છું, જ્યારે શૅરના ભાવ નીચે હોય છે અને ખરીદી માટે સારી તક હોય છે. મને જે પણ નફો મળે છે એમાંથી અડધો નફો હું ફરીથી શૅરબજારમાં જ રોકાણ કરું છું.

શૅરબજાર શીખવાથી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો છે. સમગ્ર વિશ્વમાં શું થઈ રહ્યું છે એની જાણકારી પણ આપણને મળે છે. હાઉસ-વાઇફ માટે શૅરબજારમાં કામ કરવાની ઉત્તમ તકો રહેલી છે. તેમને બધી જાણકારી પણ મળે છે અને ઘેરબેઠાં વધારાની આવક પણ ઉત્પન્ન કરી શકાય છે. શૅરબજારની પૉઝિટિવ સાઇડ જાણીને અતિલાલચ રાખ્યા વગર હોશિયારીથી કામ કરીએ તો ફાયદો અવશ્ય થાય છે.

વાતચીત અને શબ્દાંકન: શર્મિષ્ઠા શાહ
તસવીર : શાદાબ ખાન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK