Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > બિઝનેસ સમાચાર > ડૉલરની મજબૂતી, મેક્સિકો સાથે સમજૂતી વચ્ચે સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

ડૉલરની મજબૂતી, મેક્સિકો સાથે સમજૂતી વચ્ચે સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

11 June, 2019 11:30 AM IST |

ડૉલરની મજબૂતી, મેક્સિકો સાથે સમજૂતી વચ્ચે સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

ડૉલરની મજબૂતી

ડૉલરની મજબૂતી

સોનાના ભાવમાં સોમવારે પ્રત્યાઘાતી ઘટાડો જોવા મYયો હતો. ચીનની વેપાર પુરાંત ધારણા કરતાં વધારે આવી છે અને મેક્સિકો સાથે અમેરિકાએ સમજૂતીની જાહેરાત કરી છે. બીજી તરફ ડૉલર ફરી એક વખત મજબૂત થતાં અને શૅરબજારમાં તેજીના વાતાવરણ વચ્ચે સોનું ઘટી ગયું હતું. છેલ્લાં ત્રણ સપ્તાહમાં સોનાના ભાવ સતત વધીને અને એપ્રિલ ૨૦૧૮થી સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. હાજરમાં સોનું ૧૧.૯૦ ડૉલર ઘટી ૧૩૨૯ પ્રતિ ઔંસ છે. દિવસ દરમ્યાન એક તબક્કે સોનું ઘટીને ૧૩૨૪ ડૉલરની સપાટીએ પટકાયું હતું. 

ન્યુ યૉર્કમાં કૉમેક્સ ઑગસ્ટ વાયદો ૧૫.૨૦ ડૉલર ઘટી ૧૩૩૦.૫૦ ડૉલર, જયારે ચાંદી જુલાઈ વાયદો ૦.૩૧૬ ડૉલર ઘટી ૧૪.૭૧૫ ડૉલર પ્રતિ ઔંસ છે. વૈશ્વિક બજારમાં સોનું નબળું પડતાં ભારતીમાં હાજર પરએેની અસર જોવા મળી હતી. મુંબઈ ખાતે સોનું ૯૯૯ ૧૦૩ રૂપિયા ઘટી ૩૨,૬૫૪ અને ચાંદી ૩૧૫ રૂપિયા ઘટીને ૩૬,૬૮૫ રૂપિયા બંધ આવી હતી.
મેક્સિકો સાથે અમેરિકાની સમજૂતી અને જી૨૦ રાષ્ટ્રોની બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને શી જીનપિંગ વચ્ચેની બેઠક બાદ અમેરિકા અને ચીન વચ્ચે પણ ટ્રેડ-વૉર અટકે એવી અટકળ ચાલી રહી છે. બીજી તરફ ફેડરલ રિઝવર્‍ વ્યાજદર ઘટાડશે એેવી અપેક્ષાએ એશિયા, યુરોપ અને અમેરિકાનાં શૅરબજારમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારો જોખમ ઉઠાવી શૅરમાં રોકાણ કરે ત્યારે સોનાના ભાવ ઘટેલા જોવા મળે છે. 

ડૉલરમાં મજબૂતી

વિશ્વમાં ટ્રેડ-વૉર વિશે વાતાવરણ હળવું થઈ રહ્યું છે એવી આશા વચ્ચે ડૉલર ઇન્ડેક્સ વધી ગયો છે. સોમવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૩ ટકા વધી ૯૬.૮૭૧ થયો છે. ગયા સપ્તાહે ડૉલર ઇન્ડેક્સ ૧.૨ ટકા ઘટી ગયો હતો. જૅપનીઝ યેન સામે ડૉલર ૦.૪૩ ટકા વધી ૧૦૮.૬૪ થયો હતો. ઑસ્ટ્રેલિયાનો ડૉલર અમેરિકન ડૉલર સામે ૦.૪ ટકા ઘટuો હતો, જ્યારે યુરો પણ ૦.૩ ટકા ઘટી ગયો છે. 
ચીનની વેપાર પુરાંત મજબૂતબજારની અપેક્ષાથી વિપરીત, ચીનની આયાત અને નિકાસની પુરાંત મે મહિનામાં ઘણી મજબૂત રહી હતી. એવી ધારણા હતી કે અમેરિકા અને ચીનના ટ્રેડ-વૉરને કારણે, ચીનની નિકાસ પર અમેરિકાએ લાદેલા ટૅક્સને કારણે પુરાંત ઘટશે. મે મહિનામાં ચીનની વેપાર પુરાંત ૪૧.૬૫ અબજ ડૉલર આવી હતી, જ્યારે અર્થશાjાીઓ માત્ર ૨૦.૫ અબજ ડૉલરની પુરાંતની અપેક્ષા રાખી રહ્યા હતા. બીજી તરફ અમેરિકા સાથેની વેપાર પુરાંત પણ એપ્રિલના ૨૧.૦૧ અબજ ડૉલર સામે વધી ૨૩.૮૯ અબજ ડૉલર આવી હતી. 

ચીનની સેન્ટ્રલ બૅન્કે વધુ સોનું ખરીદ્યું

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ એપ્રિલ મહિનામાં ૬૧૧.૧૦ લાખ ડૉલરનું સોનું ખરીદ કર્યા બાદ મે મહિનામાં વધારે ૬૧૬.૧૦ લાખનું સોનું ખરીદ્યું હોવાનું આંકડા પરથી જાણવા મYયું છે. એપ્રિલ સુધીના પાંચ મહિનામાં કુલ ૫૮ લાખ ટન સોનાની ખરીદી પછી મે મહિનામાં વધારાનું ૧૫.૮૬ ટન સોનું ચીને ખરીદ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ-વૉરને કારણે ચીન વધુ ને વધુ ડૉલર સિવાયની અસ્કયામતો એકત્ર કરી રહ્યું છે. ચીનની આ રીતે ખરીદી ચાલુ રહે તો કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં કુલ ૧૫૦ ટન જેટલું સોનું એકલી ચીનની સેન્ટ્રલ બૅન્ક ખરીદી કરી શકે એેવી ધારણા છે. 

૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૮ સુધી ચીનની સેન્ટ્રલ બૅન્કે સોનાની ખરીદી બંધ કરી હતી, પણ હવે અમેરિકા સાથે વણસી રહેલા ચીનના સંબંધોને કારણે ખરીદી ચાલુ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ બે તબક્કામાં ચીનથી થતી લગભગ ૩૦૦ અબજ ડૉલરની ચીજો પર ટૅક્સ વધાર્યો છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીનની દરેક ચીજો પર ટૅક્સ લાદવાની ધમકી ઉચ્ચારી ચૂક્યા છે. આ ઉપરાંત ચીનની હુવાવી ટેક્નૉલૉજી ઉપર પણ અમેરિકાએ પ્રતિબંધ લાદ્યો છે. 

ભારતીય વાયદામાં સોનું ૨૧૦ રૂપિયા ઘટ્યો

સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૨૮૫૦ રૂપિયા ખૂલી, ઉપરમાં ૩૨૮૫૦ અને નીચામાં ૩૨૬૩૮ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૧૦ રૂપિયા ઘટીને ૩૨૭૨૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૪૨ રૂપિયા ઘટીને ૮ ગ્રામદીઠ ૨૫૯૯૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭ રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૩૨૫૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૦૩ ઘટીને બંધમાં ૩૨૬૬૪ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૭૨૯૯ ખૂલી, ઉપરમાં ૩૭૨૯૯ રૂપિયા અને નીચામાં ૩૬૭૭૭ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૧૨ ઘટીને ૩૬૮૩૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૫૧૪ ઘટીને ૩૬૮૬૨ અને ચાંદી-માઇક્રો જૂન ૫૦૭ રૂપિયા ઘટીને ૩૬૮૬૭ રૂપિયા બંધ રહ્યા હતા.

મુંબઈ: સોનાના ભાવમાં સોમવારે પ્રત્યાઘાતી ઘટાડો જોવા મYયો હતો. ચીનની વેપાર પુરાંત ધારણા કરતાં વધારે આવી છે અને મેક્સિકો સાથે અમેરિકાએ સમજૂતીની જાહેરાત કરી છે. બીજી તરફ ડૉલર ફરી એક વખત મજબૂત થતાં અને શૅરબજારમાં તેજીના વાતાવરણ વચ્ચે સોનું ઘટી ગયું હતું. છેલ્લાં ત્રણ સપ્તાહમાં સોનાના ભાવ સતત વધીને અને એપ્રિલ ૨૦૧૮થી સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. હાજરમાં સોનું ૧૧.૯૦ ડૉલર ઘટી ૧૩૨૯ પ્રતિ ઔંસ છે. દિવસ દરમ્યાન એક તબક્કે સોનું ઘટીને ૧૩૨૪ ડૉલરની સપાટીએ પટકાયું હતું. 

ન્યુ યૉર્કમાં કૉમેક્સ ઑગસ્ટ વાયદો ૧૫.૨૦ ડૉલર ઘટી ૧૩૩૦.૫૦ ડૉલર, જયારે ચાંદી જુલાઈ વાયદો ૦.૩૧૬ ડૉલર ઘટી ૧૪.૭૧૫ ડૉલર પ્રતિ ઔંસ છે. વૈશ્વિક બજારમાં સોનું નબળું પડતાં ભારતીમાં હાજર પરએેની અસર જોવા મળી હતી. મુંબઈ ખાતે સોનું ૯૯૯ ૧૦૩ રૂપિયા ઘટી ૩૨,૬૫૪ અને ચાંદી ૩૧૫ રૂપિયા ઘટીને ૩૬,૬૮૫ રૂપિયા બંધ આવી હતી.
મેક્સિકો સાથે અમેરિકાની સમજૂતી અને જી૨૦ રાષ્ટ્રોની બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને શી જીનપિંગ વચ્ચેની બેઠક બાદ અમેરિકા અને ચીન વચ્ચે પણ ટ્રેડ-વૉર અટકે એવી અટકળ ચાલી રહી છે. બીજી તરફ ફેડરલ રિઝવર્‍ વ્યાજદર ઘટાડશે એેવી અપેક્ષાએ એશિયા, યુરોપ અને અમેરિકાનાં શૅરબજારમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારો જોખમ ઉઠાવી શૅરમાં રોકાણ કરે ત્યારે સોનાના ભાવ ઘટેલા જોવા મળે છે. 
ડૉલરમાં મજબૂતી
વિશ્વમાં ટ્રેડ-વૉર વિશે વાતાવરણ હળવું થઈ રહ્યું છે એવી આશા વચ્ચે ડૉલર ઇન્ડેક્સ વધી ગયો છે. સોમવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૩ ટકા વધી ૯૬.૮૭૧ થયો છે. ગયા સપ્તાહે ડૉલર ઇન્ડેક્સ ૧.૨ ટકા ઘટી ગયો હતો. જૅપનીઝ યેન સામે ડૉલર ૦.૪૩ ટકા વધી ૧૦૮.૬૪ થયો હતો. ઑસ્ટ્રેલિયાનો ડૉલર અમેરિકન ડૉલર સામે ૦.૪ ટકા ઘટuો હતો, જ્યારે યુરો પણ ૦.૩ ટકા ઘટી ગયો છે. 
ચીનની વેપાર પુરાંત મજબૂત
બજારની અપેક્ષાથી વિપરીત, ચીનની આયાત અને નિકાસની પુરાંત મે મહિનામાં ઘણી મજબૂત રહી હતી. એવી ધારણા હતી કે અમેરિકા અને ચીનના ટ્રેડ-વૉરને કારણે, ચીનની નિકાસ પર અમેરિકાએ લાદેલા ટૅક્સને કારણે પુરાંત ઘટશે. મે મહિનામાં ચીનની વેપાર પુરાંત ૪૧.૬૫ અબજ ડૉલર આવી હતી, જ્યારે અર્થશાjાીઓ માત્ર ૨૦.૫ અબજ ડૉલરની પુરાંતની અપેક્ષા રાખી રહ્યા હતા. બીજી તરફ અમેરિકા સાથેની વેપાર પુરાંત પણ એપ્રિલના ૨૧.૦૧ અબજ ડૉલર સામે વધી ૨૩.૮૯ અબજ ડૉલર આવી હતી. 
ચીનની સેન્ટ્રલ બૅન્કે વધુ સોનું ખરીદ્યું
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ એપ્રિલ મહિનામાં ૬૧૧.૧૦ લાખ ડૉલરનું સોનું ખરીદ કર્યા બાદ મે મહિનામાં વધારે ૬૧૬.૧૦ લાખનું સોનું ખરીદ્યું હોવાનું આંકડા પરથી જાણવા મYયું છે. એપ્રિલ સુધીના પાંચ મહિનામાં કુલ ૫૮ લાખ ટન સોનાની ખરીદી પછી મે મહિનામાં વધારાનું ૧૫.૮૬ ટન સોનું ચીને ખરીદ્યું છે. 
ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ-વૉરને કારણે ચીન વધુ ને વધુ ડૉલર સિવાયની અસ્કયામતો એકત્ર કરી રહ્યું છે. ચીનની આ રીતે ખરીદી ચાલુ રહે તો કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં કુલ ૧૫૦ ટન જેટલું સોનું એકલી ચીનની સેન્ટ્રલ બૅન્ક ખરીદી કરી શકે એેવી ધારણા છે. 
૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૮ સુધી ચીનની સેન્ટ્રલ બૅન્કે સોનાની ખરીદી બંધ કરી હતી, પણ હવે અમેરિકા સાથે વણસી રહેલા ચીનના સંબંધોને કારણે ખરીદી ચાલુ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ બે તબક્કામાં ચીનથી થતી લગભગ ૩૦૦ અબજ ડૉલરની ચીજો પર ટૅક્સ વધાર્યો છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીનની દરેક ચીજો પર ટૅક્સ લાદવાની ધમકી ઉચ્ચારી ચૂક્યા છે. આ ઉપરાંત ચીનની હુવાવી ટેક્નૉલૉજી ઉપર પણ અમેરિકાએ પ્રતિબંધ લાદ્યો છે. 
ભારતીય વાયદામાં સોનું ૨૧૦ રૂપિયા ઘટuું
સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૨૮૫૦ રૂપિયા ખૂલી, ઉપરમાં ૩૨૮૫૦ અને નીચામાં ૩૨૬૩૮ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૧૦ રૂપિયા ઘટીને ૩૨૭૨૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૪૨ રૂપિયા ઘટીને ૮ ગ્રામદીઠ ૨૫૯૯૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭ રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૩૨૫૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૦૩ ઘટીને બંધમાં ૩૨૬૬૪ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૭૨૯૯ ખૂલી, ઉપરમાં ૩૭૨૯૯ રૂપિયા અને નીચામાં ૩૬૭૭૭ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૧૨ ઘટીને ૩૬૮૩૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૫૧૪ ઘટીને ૩૬૮૬૨ અને ચાંદી-માઇક્રો જૂન ૫૦૭ રૂપિયા ઘટીને ૩૬૮૬૭ રૂપિયા બંધ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2019 11:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK