વ્યાપાર સંધિ વિલંબમાં છતાં ગત સપ્તાહના કડાકા બાદ સોનામાં કોઈ ઉછાળો નહીં

Published: Nov 12, 2019, 12:26 IST | Boolean Watch | Mumbai

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર-યુદ્ધનો અંત આવે એવી સમજૂતી તૈયાર થઈ રહી હોવાની ચર્ચા ગયા ગુરુવારે જોવા મળી હતી અને એ પછી સોનાના ભાવ ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીથી નીચે પટકાયા હતા.

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર-યુદ્ધનો અંત આવે એવી સમજૂતી તૈયાર થઈ રહી હોવાની ચર્ચા ગયા ગુરુવારે જોવા મળી હતી અને એ પછી સોનાના ભાવ ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીથી નીચે પટકાયા હતા. છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટા કડાડા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના નિવેદનની બજાર પર બહુ મોટી અસર જણાતી નથી અને સોનું સ્થિર થવા પ્રયત્ન કરી રહ્યું છે.

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ હટાવવા પર કોઇ નિર્ણય નથી લેવાયો : ટ્રમ્પ
ટ્રમ્પે એવું નિવેદન કર્યું હતું એક અમેરિકા અને ચીન વચ્ચે અત્યારે લાદવામાં આવેલા ટૅરિફ હટાવી લેવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સામાન્ય રીતે સોનાના ભાવ માટે વ્યાપાર સંધિમાં વિલંબ તેજ માટે કે ભાવવૃદ્ધિ માટેનું એક મોટું કારણ બની શકે, પરંતુ રોજ નવા સમાચાર, સમજૂતી થશે અને સમજૂતી નહીં થાય એના જોખમને કારણે સોમવારે બજારમાં નીરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગયા સપ્તાહનો કડાકો એટલો મોટો હતો કે સામાન્ય સમાચારના આધારે નવી ખરીદી કરવાનું જોખમ હાલમાં બજારમાં કોઈ ખેલાડી ઉઠાવે એવું લાગતું નથી.

વૈશ્વિક બજારમાં સોનાની વધ-ઘટ
વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ૧૫૬૯ની સપાટી સામે વધી ૧૫૬૫ થઈ ત્યારે ફરી ઘટી ૧૫૬૦થી ૧૫૬૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ન્યુ યૉર્ક કૉમેક્સ સોનું ૦.૦૪ ટકા કે ૫૫ સેન્ટ ઘટી ૧૪૬૨.૩૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદીનો વાયદો બે સેન્ટ વધી ૧૬.૮૫૨ની સપાટી પર છે.

આ કારણથી ભારતમાં સોના-ચાંદીને નીચલા મથાળે ટેકો મળ્યો
ડૉલર સામે રૂપિયો ઘટ્યો હોવાથી અને વિદેશી બજારમાં ભાવ સ્થિર હોવાથી સોના અને ચાંદીના ભાવને ભારતમાં નીચલા મથાળે ટેકો મળ્યો હતો. ભારતમાં હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું ૫૦ રૂપિયા વધી ૩૯,૨૪૦ અને અમદાવાદ ખાતે ૮૦ વધી ૩૯,૨૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ હતું. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૬૮૭ ખૂલી, ઉપરમાં ર૩૭૮૪૮ અને નીચામાં ૩૭૬૫૯ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૨૨ વધીને ૩૭૮૦૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૧ વધીને ૮ ગ્રામદીઠ ૩૦૫૨૭ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૪૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૦૮ વધીને બંધમાં ૩૭૮૧૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઇ-અમદાવાદમાં સોના-ચાંદીનો આ ભાવ રહ્યો
મુંબઈ હાજર ચાંદીના ભાવ ૧૭૦ વધી ૪૫,૪૭૦ અને અમદાવાદ ખાતે ૧૪૦ વધી ૪૫,૫૪૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યું હતું. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪૧૦૦ ખૂલી, ઉપરમાં ૪૪૧૯૭ અને નીચામાં ૪૩૮૭૯ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૩૪ વધીને ૪૪૧૦૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૧૮ વધીને ૪૪૧૧૦ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૧૧ વધીને ૪૪૧૧૦ રૂપિયા બંધ રહ્યા હતા.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

રૂપિયો વધુ નરમ પડ્યો
ગયા સપ્તાહે ડૉલર સામે ૪૭ પૈસા ઘટી પાંચ સપ્તાહની નીચી સપાટી સુધી પહોંચેલા ભારતીય ચલણ રૂપિયામાં સોમવારે પણ નરમ ટોન જોવા મળ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિ વિલંબમાં પડી શકે છે અને હૉન્ગકૉન્ગમાં પ્રદર્શન હિંસક બનતાં એશિયાઈ ચલણ નરમ હતાં. ડૉલર સામે રૂપિયો આજે ૭૧.૫૪ ખૂલી દિવસના અંતે ૧૯ પૈસા ઘટી ૪૧.૪૭ની સપાટી પર બંધ આવ્યો હતો. ઑક્ટોબર ૧૫ પછી રૂપિયો ડૉલર સામે પ્રથમ વખત આટલી નીચી સપાટીએ પટકાયો હતો. જોકે ક્રૂડ ઑઇલના નરમ ભાવ અને શૅરબજારમાં વિદેશી રોકાણકારોની ખરીદીના પગલે રૂપિયો વધારે નરમ પડ્યો નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK