દેના બૅન્ક ટેકઓવરના ડરે પાણી પહેલાં પાળ બાંધે છે

Published: 8th December, 2011 06:54 IST

પબ્લિક સેક્ટરની મિડ-સાઇઝ બૅન્ક દેના બૅન્ક અન્ય કોઈ બૅન્ક એને ટેકઓવર ન કરી જાય એટલે બૅલેન્સશીટની સાઇઝ વધારવાનો પ્લાન ધરાવે છે. બૅન્કના નવા નિમાયેલા ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર નૂપુર મિત્રાએ ગઈ કાલે મુંબઈમાં જણાવ્યું હતું કે ‘દેના બૅન્ક માટે સૌથી મોટી ચૅલેન્જ એ છે કે અમે વન ઑફ ધ સ્મૉલેસ્ટ બૅન્ક છીએ.

 

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને એ રીતે આગળ વધવું જોઈએ કે ભવિષ્યમાં પણ અમારું અસ્તિત્વ જળવાઈ રહે.’

બૅન્કની હાજરી ગુજરાતમાં નોંધપાત્ર છે એને કારણે ટેકઓવર થવાની શક્યતા વધારે છે એમ જણાવીને નૂપુર મિત્રાએ ઉમેર્યું હતું કે ‘બૅન્ક બૅલેન્સશીટની સાઇઝ વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. નેટવર્ક એક્સ્પાન્શન દ્વારા બૅલેન્સશીટમાં ઇમ્પ્રૂવમેન્ટ થઈ શકે છે. અત્યારે બૅન્કનું નેટવર્ક એક જ રાજ્યમાં વધારે છે. અમારે સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રેઝન્સમાં વધારો કરવો પડશે. ફ્યુચર ગ્રોથ માટે બૅન્ક સ્મૉલ અને મિડિયમ સેક્ટરના એકમોને વધુ ધિરાણ આપવા બાબતે ફોકસ કરી રહી છે. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ધિરાણનું કામકાજ જળવાયેલું રહ્યું છે અને એમાં વૃદ્ધિ નથી થઈ, પરંતુ બાકીના છ મહિનામાં અમે ગ્રોથ હાંસલ કરીશું. ધિરાણમાં ૨૦થી ૨૫ ટકાની વૃદ્ધિ રહેવાની ગણતરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK