Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મુંબઈથી ન્યૂયૉર્ક સુધી શરૂ થશે નોન સ્ટોપ ફ્લાઈટ, વર્ષના અંત થશે શરૂ

મુંબઈથી ન્યૂયૉર્ક સુધી શરૂ થશે નોન સ્ટોપ ફ્લાઈટ, વર્ષના અંત થશે શરૂ

01 May, 2019 05:51 PM IST | મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

મુંબઈથી ન્યૂયૉર્ક સુધી શરૂ થશે નોન સ્ટોપ ફ્લાઈટ, વર્ષના અંત થશે શરૂ

ડેલ્ટા એરલાઈન્સ

ડેલ્ટા એરલાઈન્સ


મુંબઈથી ન્યૂયૉર્ક, US, કેનેડા, લેટિન અમેરિકા સહિત 50થી વધુ જગ્યાએ જવા માટે ડેલ્ટા એરલાઈન્સ સેવા શરૂ કરવા જઈ રહી છે. US અને ભારતની નાણાંકીય રાજધાનીઓમો જોડનારી હવાઈસેવા પ્રદાન કરનારી પહેલી US બેઝ્ડ હવાઈ કંપની બનવા ડેલ્ટા જઈ રહી છે. 24 ડિસેમ્બર, 2019થી આ સેવા શરૂ થશે.

આવી મળશે સુવિધાઓ
ડેલ્ટાની નવી સેવાઓ માટે બોઈંગ 777-200 એલઆરનો ઉપયોગ થશે. સાથે આરામદાયક ફ્લાઈટ માટે તમામ સુવિધાઓ મુસાફરોને પુરી પાડવામાં આવશે. ફ્લાઈટમાં યાત્રિકો ઑનબોર્ડ અનેક સુવિધાઓને આનંદ લઈ શકશે. તેઓ વાઈફાઈના માધ્યમથી વ્હૉટ્સએપ જેવી સુવિધાઓ વાપરી શકશે. સાથે સીટબેક સ્ક્રીન્સ પર બોલીવુડ અને દુનિયાભરની મુવિઝ જોવાની સુવિધા આપવામાં આવશે. પ્રીમિયમ કેબિન્સમાં એમેનિટી કિટ્સ અને મેન કેબિનમાં વધુ આરામ માટે તકિયા અને બ્લેંકેટ્સ આપવામાં આવશે.

ડેલ્ટાના CEO એડ બાસ્ટિયને કહ્યું કે,"ન્યૂયૉર્ક અને મુંબઈ વચ્ચે ડેલ્ટાની નોનો સ્ટોપ હવાઈસેવા અમારા આંતરરાષ્ટ્રીય વિકાસનું સૌથી નવું ઉદાહરણ છે. અન્ય કોઈ પણ એરલાઈન્સની અપેક્ષાએ વધારે સુવિધાઓ સાથે આખા વિશ્વને જોડવાનો અમારો પ્રયાસ છે. "

આ પણ વાંચોઃ જેટ સંકટની દેખાઈ અસર, એવિએશન સેક્ટરમાં અડધી થઈ સેલેરી



મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ લિમિટેડના એક્ઝીક્યૂટિવ રાજીવ જૈનએ કહ્યું કે, "મુંબઈ અને ન્યૂયૉર્કની વચ્ચે હવાઈસેવાથી આ બંને દેશો વચ્ચે યાત્રાના વિકલ્પો વધશે. યૂએસ અને ભારત વચ્ચે યાત્રિકો માટે આ ખૂબ જ મોટી સુવિધા છે."


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2019 05:51 PM IST | મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK