Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દિલ્હી કોર્ટે ચંદા કોચરની બાયોપિક પર સ્ટે મૂક્યો

દિલ્હી કોર્ટે ચંદા કોચરની બાયોપિક પર સ્ટે મૂક્યો

25 November, 2019 11:37 AM IST | Mumbai

દિલ્હી કોર્ટે ચંદા કોચરની બાયોપિક પર સ્ટે મૂક્યો

ચંદા કોચર

ચંદા કોચર


(જી.એન.એસ.) દિલ્હી કોર્ટે આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ સીઇઓ ચંદા કોચરના જીવન પર બનેલી ફિલ્મ પર સ્ટે લગાવી દીધો છે. ચંદાએ પોતે જ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવા માટે અપીલ કરી હતી. કોચરના જણાવ્યા મુજબ આ ફિલ્મ તેમને અપમાનિત કરવા માટે બનાવવામાં આવી છે. એડીજે સંદીપ ગર્ગે જણાવ્યું હતું કે ફિલ્મના પ્રોડ્યુસર, સ્ટારકાસ્ટની સાથે કોઈ પણ વ્યક્તિને ચંદાનું નામ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે સાથે ઑનલાઇન અથવા ઑફલાઇન ફિલ્મની સ્ક્રીનિંગ પર રોક લગાવવામાં આવશે.

ચંદા કોચરના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, ફિલ્મમાં જે એક્ટ્રેસ ચંદા કોચરનો રોલ કરી રહી છે તે જણાવે છે કે કેવી રીતે એક ભૂલે ચંદાનું જીવન બરબાદ કરી નાખ્યું છે. આવી રીતે બાયોપિક બનાવવી, તેને રિલીઝ કરવી અને પ્રમોશનલ ઇન્ટરવ્યુ અને અન્ય ગતિવિધિઓ ચંદાને અપમાનિત કરી રહી છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

કોચરના જણાવ્યા મુજબ તેમની કથિત બાયોપિકમાં રોલ કરી રહેલી એક્ટ્રેસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ચંદાની જેવી દેખાવા માટે તેમના હાવ-ભાવ અપનાવી રહી છે. તેમણે ફિલ્મના ટાઇટલ અંગે પણ સવાલ ઊભા કર્યા છે કેમકે તેમની વિરુદ્ધ આરોપ હાલ સાબિત થયા નથી. ચંદા વિરુદ્ધ વિડિયોકોન સમૂહને ૧૮૭૫ કરોડ રૂપિયાની છ લોનની મંજૂરી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 11:37 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK