Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રેટ કટ અને ક્વૉન્ટિટિવ ઇઝિંગ શરૂ કરવા ટ્રમ્પનું ફેડ પર દબાણ

રેટ કટ અને ક્વૉન્ટિટિવ ઇઝિંગ શરૂ કરવા ટ્રમ્પનું ફેડ પર દબાણ

08 April, 2019 12:05 PM IST |
કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

રેટ કટ અને ક્વૉન્ટિટિવ ઇઝિંગ શરૂ કરવા ટ્રમ્પનું ફેડ પર દબાણ

કરન્સી

કરન્સી


શુક્રવારના સંગીન જૉબ ડેટા અને વૉશિંગ્ટન વહીવટી તંત્ર દ્વારા વ્યાજદર ઘટાડવા ફેડ પર સતત હુમલા જારી રહેતાં શૅરબજાર અને કૉમોડિટી સહિતની રિસ્ક ઑન ઍસેટમાં તેજી ચાલુ રહી છે. આર્થિક સલાહકાર લેરી કુડલો સતત કહે છે કે ફેડે ૫-બેસિસ વ્યાજદર ઘટાડવો જોઈએ. ફેડના ગવર્નર નોમિની હરમન કેઇને પણ વ્યાજદર ઘટાડવા કહ્યું છે. શુક્રવારે ટ્રમ્પે વ્યાજદર ઘટાડો અને ક્વૉન્ટિટિવ ટાઇટનિંગને બદલે ઇઝિંગ કરો. વૉશિંગ્ટનના હુમલાથી કદાચ ફેડ દબાણમાં આવી છે. ડિસેમ્બરમાં ફેડે કહ્યું હતું કે 20૧૯માં ચાર વાર વ્યાજદર વધશે. જાન્યુઆરીમાં ફેડે કહ્યું કે ફેડ વ્યાજદર વધારા અંગે ધીરજ રાખશે. માર્ચમાં ફેડે કહ્યું કે 20૧૯માં એકેય વ્યાજદર વધારો નહીં આવે. નાણાનીતિના યુ-ટર્નથી શૅરબજારમાં ફરી તેજી ભભૂકી છે. ડાઉ સર્વોચ્ચ સપાટીથી માત્ર ૧.૫ ટકા દૂર છે. શૅરબજારની તેજી દસમા વર્ષમાં પ્રવેશી છે. ૧૦ વર્ષમાં ડાઉ ૩૩૦ ટકા વધ્યો છે. ફેડે ડોવિશ સંકેતો આપ્યા પછી કૉમોડિટીઝમાં પણ ઉછાળો છે. ક્રૂડ ત્રણ માસમાં ૫૦ ટકા વધ્યું છે. જો કે ડોવિશ સંકેતો વચ્ચે પણ ડૉલર મજબૂત થતો જાય છે, અને એનું મુખ્ય કારણ યુરો, પાઉન્ડ જેવાં ચલણોની નબળાઈ ગણાય. યુરોપમાં ફરી મંદીનાં પગરણ થયાં છે. બ્રેક્ઝિટ મામલો પાઉન્ડ અને યુકેમાં મંદીકારક બન્યો છે.

બજારની વાત કરીએ તો રૂપિયામાં શાનદાર તેજી પછી હવે ઉછાળો પચાવાય છે. ગત સપ્તાહે રૂપિયો ૬૮.૩૮ થઈ ૬૯.૨૨ બંધ રહ્યો છે. શૅરબજારમાં એફઆઇઆઇની જોરદાર ખરીદી છે. ફરી પાછી ભાજપ સરકાર આવશે અને સુધારા આગળ વધશે એવી અટકળે એફઆઇઆઇ અને સ્થાનિક રોકાણકારો તેમ જ મ્યુચ્યુઅલ ફંડો પણ લેવાલ છે. રૂપિયાની ટ્રેડિંગ રેન્જ ૬૮.૩૦-૬૯.૯૩ છે. ૬૯.૩૯ વટાવાતાં ૭૦.૧૭-૭૦.૩૭ થઈ શકે. જોકે ટ્રેન્ડ તેજીનો છે એ જોતાં આગળ પર તેજી લંબાઈને ૬૬.૩૦-૬૭.૭૦ સુધી પણ જઈ શકે. વર્ષના ઉત્તરાર્ધમાં યુરોપ, ઇટલીની ચૂંટણીઓ, અલ નીનો અને ચોમાસું, ફુગાવો, ક્રૂડની બેકાબૂ તેજી અને ડૉલરમાં વર્ટિકલ તેજી આવે તો ઇમર્જિંગ કરન્સીમાં ફરી દબાણ આવે અને અત્યાર સુધી ડૉલર અને રૂપિયો બન્ને એકસાથે મજબૂત થતા હતા એ એકબીજાની વિરુદ્ધ ચાલે. પાછલાં પચાસ વરસનો ટ્રેન્ડ રૂપિયા માટે નબળો જ રહ્યો છે. ૧૯૭૩માં રૂપિયો ૬.૫૦ હતો, જે આજે ૬૯.૨૫ છે. રૂપિયામાં વીકલી રેન્જ ૬૮.૫૫-૬૯.૯૩, યુરોમાં ૭૬.૬૦-૭૮.૮૮, પાઉન્ડ ૮૯.-૯૧.૧૫ છે.



અમેરિકાની વાત કરીએ તો ટ્રમ્પે વ્યાજદર ઘટાડા સાથે હવે ક્વૉટિટિટિવ ઇઝિંગ (ક્યુઇ)-20૦૯ના સમય જેવી નીતિઓ લાવવાની વાત કરી છે. અમેરિકામાં બેકારીદર ૫૦ વરસની નીચી સપાટીએ છે. શૅરબજારમાં છેલ્લાં ૪૦ વરસની બેસ્ટ તેજી છે. વિકાસદર પણ ૨.૨ ટકા છે. મંદીનું કોઈ દેખીતું કારણ નથી એમ છતા ટ્રમ્પ ફુગાવો નથી એમ કહી રેટ કટ અને ક્યુઇ માગે છે એનો મતલબ સાફ છે. ટ્રમ્પને શૅરબજારમાં ફાટફાટ તેજી જોઈએ છે. ઍસેટ બબલથી અર્થતંત્રનું સત્યાનાશ નીકળી જાય એની પરવા નથી. બચતકાર અને પેન્શનરોની બચતનો ખુરદો બોલી જાય એની પણ પરવા નથી. વૉલસ્ટ્રીટની વેલ્થ નિરંતર વધતી રહે એ જ એકમાત્ર ગોલ છે.


આ પણ વાંચો : નાણાકીય વર્ષ 2019-20માં શૅરબજારમાં લગભગ 15 ટકા વળતર છૂટવાની સંભાવના

અમેરિકામાં હવે વ્યાજદર ઘટાડો ક્યારે આવે છે એની ચર્ચા ચાલુ થઈ છે અને મૉર્ગેજ રેટ ઘટતાં, હાઉસિંગ લોન સસ્તી થતાં ફરી હાઉસિંગમાં તેજી શરૂ થઈ છે. ડૉલર ઇન્ડેક્સમાં બુલિશ રેક્ટૅન્ગલ બન્યો છે. ૯૭.૭૭ વટાવાતાં ૯૯.૫૦-૯૯.૯૦ આવશે. યુરો ૧.૧૧૭૭ તૂટે તો ૧.૦૯૦ અને પાઉન્ડ ૧.૩૦ તૂટતાં ૧.૨૭૦૦ આવે. નાયમેક્સ ઑઇલની રેન્જ ૫૮-૬૫ ડૉલર, સોનાની રેન્જ ૧૨૭૦-૧૩૧૦ ડૉલર છે. નિફટીની રેન્જ ૧૧,૪૦૦-૧૨,૦૦૦ છે. સ્થાનિક બજારમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. હવે બજારની નજર ચોમાસા પર છે. રિઝર્વ બૅન્કે વ્યાજદર પા ટકો ઘટાડી ૬ ટકા કર્યો છે. હજુ એક ઘટાડો આવી શકે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2019 12:05 PM IST | | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK