Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મજબૂત જોબ-ડેટાથી ડૉલરની મંદી અટકી, રૂપિયો રેન્જબાઉન્ડ

મજબૂત જોબ-ડેટાથી ડૉલરની મંદી અટકી, રૂપિયો રેન્જબાઉન્ડ

10 August, 2020 09:57 AM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

મજબૂત જોબ-ડેટાથી ડૉલરની મંદી અટકી, રૂપિયો રેન્જબાઉન્ડ

કરન્સી

કરન્સી


જુલાઈનો જોબ-ડેટા મજબૂત આવતા વાસ્તવિક વ્યાજદરમાં સુધારો આવતા ડૉલરની મંદી અટકતાં યુરોની તેજીએ પણ વિરામ લીધો હતો. સોના-ચાંદી, મેટલ્સ, જેવી રિસ્કી એસેટમાં પણ તેજી અટકી હતી. શુક્રવારે જુલાઈ જોબ રિપોર્ટમાં રોજગારી ૧૮ લાખ વધી હતી. બેકારીદર ૩ ટકા ઘટીને ૧૦ ટકા થયો હતો. પાછલા ચાર માસનો હિસાબ જોઈએ તો પાછલા ચાર માસની રિકવરીમાં ૪૦ ટકા જોબ પાછી આવી ગઈ છે, પણ હજી ૩ કરોડ લોકો બેકાર છે. ઘણાખરા સેક્ટર રિકવર થયા નથી. શૅરબજારોમાં પણ તેજી થાક ખાય છે. અમેરિકામાં ચૂંટણી આડે હવે પૂરા ૧૦૦ દિવસ પણ નથી એટલે ફન્ડ મેનેજરો પોર્ટફોલિયો પોઝિશનિંગમાં મગજ કસી રહ્યા છે. અત્યારે તો ઓપિનિયન પોલ બિડેનની જીત બતાવે છે. જોકે પોલ ખોટા પણ પડતા હોય છે.

અત્યારે ચૂંટણીના ચુકાદા મામલે ત્રણ સંભાવનાઓ છે. એક સંભાવના એ છે કે બિડેન જીતે, ડેમોક્રેટસ મિનિમમ ત્રણ સેનેટ સીટ મેળવે તો હાઉસ અને સેનેટ બેઉમાં ડેમોક્રેટ આવે. સંપૂર્ણ સતત ડેમોક્રેટની થાય. બીજો આઉટકમ એવો છે કે એમાં ટ્રમ્પ જીતે, રિપબ્લિકન સેનેટ જાળવી રાખે. અત્યારે હાઉસમાં ડેમોક્રેટસનો કબજો છે. સેનેટ પર રિપબ્લિકનનો કબજો છે. ત્રીજું પણ એક ઑપ્શન છે. જેમાં બિડેન જીતી જાય પણ સેનેટમાં રિપબ્લિકનો પૂરતી સીટ જાળવી કબજો જાળવી રાખે.



બજારની વાત કરીએ તો અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ટિકટોક અને વીચેટ એપ પર પ્રતિબંધ મૂકયો છે. અમેરિકામાં ડે ચીની કંપનીઓને લિસ્ટિંગ કરાવવું હોય, આઇપીઓ કરવા હોય તેમની માટે કમ્પ્લાયન્સ સખત બનાવવા હિલચાલ કરી છે. હૉન્ગકૉન્ગના વડા કેરી લામ અને હૉન્ગકૉન્ગ નીતિઓ સાથે સંકળાયેલા ચીની અધિકારીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લાદ્યા છે. આમ અમેરિકા અને ચીન વચ્ચેની કોલ્ડવૉર આગળ વધતી જાય છે. બિડેન જીતી જાય તો પણ હવે ચીન તરફની નીતિમાં પારોઠનાં પગલાં ભરાય એમ નથી. આગામી ત્રણ મહિના ટ્રમ્પનો ગોલ ચૂંટણી જીતવા માટે કાંઈ પણ કરી છૂટવું, ફેડનો ગોલ શૅરબજારમાં તેજી ટકાવવા કંઈ પણ કરી છૂટવું એવો હશે. આ કશ્મકશની અસર બજારોમાં જોવાશે.


દરમ્યાન કોરોના હજી કાબૂમાં ન આવતા અને ભારત, બ્રાઝિલ, અમેરિકામાં સતત કેસ વધતા લૉકડાઉનની અચોક્કસતા વધી રહી છે. રાજકોષીય બોજો વધી રહ્યો છે. આ કઈ જાતનો વાઇરસ છે એ સમજાતું નથી, જેણે ચીનને નહીંવત નુકસાન કર્યું પણ ચીનના દુશ્મન દેશોમાં પારાવાર તબાહી મચાવી છે. ચીનના ૯૦ ટકાથી વધુ વિસ્તારો વાઇરસથી મુક્ત રહી શક્યા છે એ ભેદી વાત છે.

ઘરઆંગણાની વાત કરીએ તો રૂપિયો સીમિત રેન્જમાં ટકેલો છે. ફોરેક્સ રિઝર્વ ૫૩૮ અબજ ડૉલરની ઉચ્ચતમ સપાટીએ છે. બૅન્કો પાસે જંગી કૅશ છે, પણ બૅન્કધિરાણ ઘણું ધીમું છે. જોકે એમએસએમઇ અને હાઉસહોલ્ડ સેક્ટરમાં ડિસેમ્બર સુધી મોરેટોરિયમ હોઈ હાલપૂરતું કામચલાઉ લિક્વિડિટી સુધરી છે. લૉકડાઉનને કારણે આવકો ઘટી છે. તો સામે એનફોર્સ્ડ સેવિંગ પણ થયું છે. કોરોનાની રસી વહેલી તકે આવી જાય, વહેલી તકે બધું થાળે પડી જાય તો સારું. બેકારી, ઔદ્યોગિક મંદી, શિક્ષણ અને હેલ્થ સેક્ટરના પડકારો વિકરાળ બનતા જાય છે. રૂપિયામાં હાલપૂરતું રેન્જ ૭૪.૪૦-૭૫.૫૦ છે. અત્યારે તો શૅરબજારમાં હોટમનીની તેજી છે. વિદેશી રોકાણ આવે છે એની તેજી છે, પણ આ બધાં રોકાણ રિકરિંગ નથી. આ મૂડીપ્રવાહ રિવર્સ પણ થઈ શકે. ભારતની રાજકોષીય સ્થિતિ, કોરોના અને સરહદી તનાવને કારણે બિનઆયોજિત ખર્ચમાં વધારો જોતાં આગળ પર ૨૦૨૦-૨૦૨૨ના ગાળામાં કૉમોડિટી ફુગાવો દેખાય છે. એ સંજોગોમાં રૂપિયો ૮૦-૮૨ થતો દેખાય છે. માળખાગત ફન્ડામેન્ટલ પણ નબળા છે. માર્કેટ કૅપને ઇકૉનૉમી સાથે જોડવાનો આધુનિક રવૈયો બૅન્કરો અને વોલસ્ટ્રીટની શોધ છે. એને જમીની સંજોગોથી કોઈ નિસબત નથી.


યુરો ૧.૦૬થી ૧.૧૯ સુધી સળંગ તેજી પછી હવે કરેક્શન બતાવે છે, ૧.૬૧૦૦થી ૧.૦૪ થઈ હવે યુરો ૧.૧૭૭૦ છે. હાલપૂરતી રેન્જ ૧.૧૫૩૦-૧.૨૧૦૦, પાઉન્ડમાં રેન્જ ૧.૨૭૦૦-૧.૩૩૦૦ અને યેન માટે રેન્જ ૧.૩.૩૦-૧.૦૭.૨૦ છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 09:57 AM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK