Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નૅસ્ડૅક, બુલિયન, બિટકૉઇન જેવી રિસ્કી ઍસેટ્સમાં કડાકો

નૅસ્ડૅક, બુલિયન, બિટકૉઇન જેવી રિસ્કી ઍસેટ્સમાં કડાકો

14 September, 2020 09:51 AM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

નૅસ્ડૅક, બુલિયન, બિટકૉઇન જેવી રિસ્કી ઍસેટ્સમાં કડાકો

કરન્સી

કરન્સી


અમેરિકાના ટેક્નૉલૉજી શૅરોમાં ભારે વેચવાલીને પગલે નૅસ્ડૅકમાં નોંધપાત્ર કરેક્શન આવતાં સોના-ચાંદી, મેટલ, બિટકૉઇન, ક્રૂડ ઑઇલ સહિતની રિસ્કી ઍસેટ્સમાં ભારે વેચવાલી આવી હતી. રિસ્ક રિવર્સલ ટ્રેડના આધારે ડૉલર ઇન્ડેક્સમાં મંદી અટકી સુધારો આવ્યો હતો અને એટલે રૂપિયાની તેજી અટકી થોડો ઘટાડો આવ્યો હતો. ટેક્નૉલૉજી શૅરોના બેન્ચમાર્ક નૅસ્ડૅક ઇન્ડેક્સમાં ઑલટાઇમ હાઈ બન્યો એ દિવસે હૅન્ગિંગ મેન નામની મંદીની કૅન્ડલ, જપાની કૅન્ડલસ્ટિક ચાર્ટ મુજબ એબેન્ડન બૅબી ટૉપ નામની મંદીની પૅટર્ન જોવાઈ છે. એ જોતાં હાલપૂરતું નૅસ્ડૅકમાં તેજી અટકે. હવે નૅસ્ડૅક ૧૧૨૦૦ આવે તો જ તેજીનો દોર સંધાય. ૧૦૬૮૦ તૂટે તો નૅસ્ડૅકમાં ૯૯૦૦-૯૯૨૦ આવી શકે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો ૭૨.૭૮થી ઘટીને ૭૩.૫૩ બંધ રહ્યો હતો. ડૉલેક્સ ૯૧.૮૦થી સુધરી ૯૩.૩૯ થયો એને કારણે ઇન્ડોનેશિયા રૂપિયા સ‌હિત ઘણી ઇમર્જિંગ કરન્સી નબળી પડી છે. ઇન્ડોનેશિયા રૂપિયાની મંદી રોકવા બૅન્ક ઑફ ઇન્ડોનેશિયાએ દરમિયાનગીરી કરવી પડે છે. રૂપિયામાં બજારની ચાલ મિશ્ર છે. લદ્દાખ મોરચે ચિંતા, ફુગાવામાં ઉછાળો, રોજગારીમાં ઘટાડો, કલાસિક સ્ટેગફલેશનની સ્થિતિ નેગેટિવ કારણો છે, પણ બહારથી જંગી માત્રામાં મૂડીરોકાણ આવી રહ્યું છે. રિલાયન્સ જિયો ડિજિટલમાં અંદાજે ૨૦ અબજ ડૉલરનું રોકાણ કમિટમેન્ટ મળ્યા પછી હવે રિલાયન્સ રીટેલમાં ઍમેઝૉનનું ૨૦ અબજ ડૉલરનું કમિટમેન્ટ આવે એવું સંભળાય છે. આમ ડૉલરનો ઇન્ફલો ઘણો છે. સામા પક્ષે લૉકડાઉનને કારણે આયાત, ટ્રાવેલ્સ, ઓવરસિઝ એજ્યુકેશન વગેરે ખોરવાયા હોવાથી ડૉલરની માગ ઘટી છે. મેક્રો ફૅક્ટર નેગેટિવ છે, પણ ડૉલરની ડિમાન્ડ સામે પુરવઠો ઘણો વધારે હોવાથી અને રિઝર્વ બૅન્કે દરમિયાનગીરી અચાનક બંધ કરી દીધી છે એટલે રૂપિયામાં ટૂંકા ગાળાની તેજી-મંદીની આગાહી થઈ શકે એમ નથી. જો મોટો લશ્કરી સંઘર્ષ થાય તો રૂપિયો ૮૦ વટાવી શકે, ચીન સાથે સમાધાન થઈ જાય અને વિદેશી રોકાણ વધતું જ રહે તો રૂપિયો ૭૦ પણ આવી શકે.



૨૦૦૮ની હાઉસિંગ કટોકટીમાં ફેડે લિક્વિડિટી સપ્લાય કરી ત્યારે ત્રણ વરસમાં ફેડની બૅલૅન્સશીટ ૮૦૦ બિલ્યન ડૉલરથી વધીને ૨.૪ ટ્રિલ્યન થઈ હતી, પણ કોવિડ રિસેસનમાં ફેડની બૅલૅન્સશીટ છ મહિનામાં બે ટ્રિલ્યનથી વધીને ૪ ટ્રિલ્યન થઈ છે. મની સપ્લાયમાં તોતિંગ વધારો, ફિનટેકના આવિષ્કારથી મૂડીની આવનજાવન માઇક્રેસેકન્ડમાં થઈ જાય છે.


વૈશ્વિક બજારોની વાત કરીએ તો જી-10 કરન્સીમાં પાઉન્ડ સૌથી વધુ ઘટ્યો છે. બ્રેક્ઝિટ મામલે યુકેનું હાર્ડ લાઇનર વલણ જોતાં નો ડિલ બ્રેક્ઝિટ થશે. યુકેમાં રિયલ એસ્ટેટમાં મંદી છે. હૉન્ગકૉન્ગ અને 5 જી મુદ્દે ચીન અને યુકે વચ્ચે તનાવ વધ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે તેમ જ ચીન અને યુરોપ વચ્ચે પણ તનાવ વધ્યો છે. ચીની ઇન્વેસ્ટરો અમેરિકી અને યુરોપ રિયલ એસ્ટેટમાંથી હોલ્ડિંગ ઘટાડે છે. પાઉન્ડ ૧.૨૭૮૦ થયો છે અને આગળ જતાં ૧.૨૫૦૦ની સપાટી પણ તોડે અને કદાચ ૧.૨૨૦૦ પણ થઈ શકે. યુકેમાં રેટકટની સંભાવના બળવત્તર બની છે. યુરોમાં બજાર રેન્જબાઉન્ડ છે. યુરોમાં ઝડપી તેજી આવે તો કદાચ ઈસીબીની દરમિયાનગીરી આવે, યુરોમાં અત્યારે અમેરિકી ફંડ અને જૅપનીઝ ફંડનું રિસ્ક એવર્ઝન બાઇંગ દેખાય છે.

વૈશ્વિક ભૂરાજકીય ક્ષિતિજ પર ઠેર-ઠેર તનાવ છે. બાલ્ટિક સમુદ્રમાં રશિયા, નાટો વચ્ચે લશ્કરી તનાવ વધ્યો છે. મેડિટેરિન સીમાં ટર્કી અને ગ્રીસ વચ્ચે લશ્કરી તનાવ છે. સાઉથ ચાઇના સીમાં તાઇવાન અને ચીન વચ્ચે તનાવ છે. મેકૉન્ગ ડેલ્ટામાં પણ તનાવ છે. ચીનને ભારત, તાઇવાન, યુકે, યુરોપ, અમેરિકા, સાઉથ ઈસ્ટ એશિયા, ઑસ્ટ્રલિયા, જપાન સહિત કેટકેટલા દેશો સાથે વાંધો ચાલે છે. એશિયામાં યેનમાં થોડી નરમાઈ છે. હાલમાં વૅટ વેરો નહીં વધે એવી હૈયાધારણ નાણાપ્રધાને આપી છે, એ રાહતના સમાચાર છે. જોકે ઇકા.નૉમી કમજોર પડી છે. એશિયામાં ચીની આર્થિક રિકવરી ઘણી ઝડપી છે. કદાચ એટલે જ ચીનનું બુલિઝમ વધ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 09:51 AM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK