આર્થિક મંદીના ભણકારા વચ્ચે ક્રૂડ ઑઇલના ભાવમાં કડાકો

Published: Jun 04, 2019, 09:59 IST | મુંબઈ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર લાંબી ચાલશે અને ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે મેક્સિકોથી થતી આયાત પર ડ્યુટી લાદવાની વાત કરી છે. ભારતને ૨૦૦૦ જેટલી ચીજો પર મળતી ખાસ રાહત હટાવી લીધી છે એ દરમ્યાન વૈશ્વિક આર્થિક મંદી આવશે એવી આગાહીઓ થઈ રહી છે.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર લાંબી ચાલશે અને ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે મેક્સિકોથી થતી આયાત પર ડ્યુટી લાદવાની વાત કરી છે. ભારતને ૨૦૦૦ જેટલી ચીજો પર મળતી ખાસ રાહત હટાવી લીધી છે એ દરમ્યાન વૈશ્વિક આર્થિક મંદી આવશે એવી આગાહીઓ થઈ રહી છે. ક્રૂડ ઑઇલનાં ઉત્પાદક રાષ્ટ્રો ઉત્પાદન ઘટાડી રહ્યાં હોવા છતાં એના ભાવ સતત ગબડી રહ્યા છે.

જોકે બજારમાં ભારે વેચવાલી પછી સાઉદી અરબે ભાવસપાટી જાળવી રાખવા માટે જરૂરી પગલાં લેવાશે એવી જાહેરાત કર્યા પછી સોમવારે ભાવમાં થોડો ઉછાળો આવ્યો હતો. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ૬૦.૫૫ ડૉલર થઈ વધીને ૬૨.૫૮ ડૉલર હતું, જ્યારે નાઇમેક્સ પર વાયદો ૫૨.૧૪ની નીચલી સપાટીએ આવ્યા પછી ૫૪.૩૮ ડૉલર પ્રતિ બૅરલ હતો. ભારતીય બજારમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જૂન વાયદો બૅરલદીઠ ૩૬૯૬ રૂપિયા ખૂલી, ઉપરમાં ૩૭૮૪ રૂપિયા અને નીચામાં ૩૬૭૦ રૂપિયા બોલાઈ પ્રથમ સત્રના અંતે ૧૮ ઘટીને ૩૭૫૭ રૂપિયા બંધ રહ્યો હતો.

બ્રેન્ટ ક્રૂડ ૨૫ એપ્રિલે ૭૫.૨૨ ડૉલર પ્રતિ બૅરલ હતું જે આજે ૬૧.૮૮ ડૉલર અને નાયમેક્સ ૨૩ એપ્રિલે ૬૬.૩૩ ડૉલરથી ઘટીને આજે ૫૩.૮૩ ડૉલર પ્રતિ બૅરલ થયું છે. છેલ્લા ૪૦ દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૭.૮ ટકા અને નાયમેક્સ ખાતે વેસ્ટર્ન ટેક્સસ ક્વૉલિટીના ક્રૂડમાં ૧૮.૮ ટકાનો ઘટાડો જોવા મYયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ શુક્રવારે ત્રણ ટકા ઘટuા હતા જે એક દિવસમાં ૬ મહિનામાં નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે.

ક્રૂડ ઑઇલના ભાવ ઘટે એ ભારત જેવા દેશ માટે મોટી રાહતના સમાચાર છે, કારણ કે ભારત એની કુલ જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડની આયાત કરે છે. આયાત સસ્તી થાય તો ભારતનું વિદેશી હૂંડિયામણ બચે છે અને દેશમાં ઈંધણના ભાવ પણ ઘટે છે. એપ્રિલ મહિનામાં ઇન્ડિયન બાસ્કેટ ઑફ ક્રૂડ ઑઇલ (ઓમાન ગ્રેડ ૭૪.૭૭ અને બ્રેન્ટ ગ્રેડ ૨૫.૩૩ ટકા) સરેરાશ ૭૧ ડૉલર પ્રતિ બૅરલ હતી જે ૩૦ મેએ ઘટી ૬૭.૪૪ ડૉલર પ્રતિ બૅરલ થઈ છે.

વૈશ્વિક બજારોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. ગોલ્ડમૅન સાક્સ અને મૉર્ગન સ્ટૅન્લી માની રહ્યા છે કે જો વિશ્વનાં સૌથી મોટાં બે અર્થતંત્ર અને ઊર્જા‍ના સૌથી મોટા વપરાશકર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર લાંબી ચાલે તો આગામી એક વર્ષમાં વૈશ્વિક આર્થિક મંદી આવી શકે છે.

દરમ્યાન ઓપેકના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક સાઉદી અરબે રશિયા અને અન્ય દેશોની મદદથી બજારમાં ક્રૂડ ઑઇલની માગ કરતાં પુરવઠો વધે નહીં એ માટે તાકીદે પગલાં લેવાની જાહેરાત કરી છે. સાઉદી અરબ જેવા માત્ર ક્રૂડ ઑઇલની નિકાસ પર નભતા દેશ માટે ભાવ બહુ ઘટે નહીં એ જરૂરી છે.

આ પણ વાંચોઃ PM મોદી સાથે બેસી ચા પીવાની તક, બસ આટલું કરવું પડશે

ઓપેકના દૈનિક ૧.૦૩ કરોડ બૅરલના ટાર્ગેટ સામે સાઉદી અત્યારે ૯૬.૫ લાખ બૅરલનું ઉત્પાદન કરી રહ્યું છે. જોકે બજારમાં અત્યારે પુરવઠો ઘટવા કરતાં આર્થિક મંદીની ચિંતા વધારે છે. આ સ્થિતિમાં ક્રૂડ ઑઇલના ભાવમાં ટ્રેડર્સ પોતાની મંદી માટેની ખરીદી વધારી રહ્યા છે અને તેજીના ખેલાડીઓ બહાર નીકળી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK