ટ્રમ્પના નિવેદનથી ક્રૂડ ઑઈલના ભાવ બે સપ્તાહના તળિયે

Published: Dec 04, 2019, 10:39 IST | Washington DC

ન્યુ યોર્ક ખાતે વેસ્ટર્ન ટેક્સાસ ક્રૂડ ઑઈલનો ભાવ એક તો ઘટી ૫૫.૪૨ અને બ્રેન્ટ ક્રૂડ ૦.૯ ટકા ઘટી ૬૦.૬ ડૉલર થઈ ગયા હતા. ઓપેક રાષ્ટ્રોની ઉત્પાદન ઉપર કાપ મૂકવાની વાતો વચ્ચે સોમવારે જોવા મળેલો ભાવનો વધારો આજે એક જ કલાકમાં ધોવાઈ ગયો હતો.

ડૉનાલ્ડ ટ્રમ્પ
ડૉનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ફરી એક વખત વિશ્વની નાણાબજારમાં ઊથલપાથલ મચાવી રહ્યા છે. ચીનની 150 અબજ ડૉલરની ચીજો ઉપર નવી ડ્યુટી લાદવાની સમયમર્યાદાના બે સપ્તાહ અગાઉ જ તેમણે અમેરિકા અને ચીન સાથે વ્યાપાર સંધિ અંગે ચર્ચા આવતા વર્ષે કરવાની જાહેરાત કરતાં ક્રૂડ ઑઈલના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએ પટકાયા હતા.

ન્યુ યોર્ક ખાતે વેસ્ટર્ન ટેક્સાસ ક્રૂડ ઑઈલનો ભાવ એક તો ઘટી 55.42 અને બ્રેન્ટ ક્રૂડ 0.9 ટકા ઘટી 60.6 ડૉલર થઈ ગયા હતા. ઓપેક રાષ્ટ્રોની ઉત્પાદન ઉપર કાપ મૂકવાની વાતો વચ્ચે સોમવારે જોવા મળેલો ભાવનો વધારો આજે એક જ કલાકમાં ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને ફ્રાંસ ઉપર ટેરિફ લાદવાની જાહેરાતની પણ બજાર ઉપર અસર જોવા મળી રહી છે. ટ્રેડ-વૉર વકરે તો આર્થિક વિકાસ ઘટે અને તેના કારણે ક્રૂડ ઑઈલની માગ પણ ઘટે એટલે ભાવ ઘટી રહ્યા છે. આજે બજારમાં એવી પણ વાત ચાલી રહી છે કે ઓપેક રાષ્ટ્રો માર્ચથી વધુ મુદ્દત માટે ઉત્પાદન કાપ માટે સહમત થાય એવી શક્યતા હવે ધૂંધળી થઈ રહી છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

દરમ્યાન ટ્રમ્પના નિવેદન પહેલાં બંધ રહેલા ભારતીય બજારમાં ક્રૂડ ઑઈલના ભાવ વધ્યા હતા. ક્રૂડ તેલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ બેરલદીઠ 4025 ખૂલી, ઉપરમાં 4042 અને નીચામાં 4012 બોલાઈ પ્રથમ સત્રના અંતે 11 વધીને 4019 રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગૅસ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે 3.7 વધીને બંધમાં 171.7 રૂપિયા રહ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK