નવેમ્બરમાં જીએસટી કલેક્શનમાં 6% ના વધારા સાથે 1 લાખ કરોડને પાર

Published: Dec 02, 2019, 15:15 IST | New Delhi

તાજા જાહેર થયેલા સરકારી આંકડાઓ મુજબ નવેમ્બરમાં જીએસટી હેઠળ ૧.૦૩ લાખ કરોડ રૂપિયાનો મહેસૂલ ભેગો થયો, એમાં કેન્દ્રીય જીએસટી (ગુડ્સ ઍન્ડ ‌સર્વિસિસ ટૅક્સ)નો હિસ્સો ૧૯,૫૯૨ કરોડ રૂપિયા, જ્યારે રાજ્ય જીએસટી ૨૭,૧૪૪ કરોડ રૂપિયા રહ્યો છે.

(જી.એન.એસ) તાજા જાહેર થયેલા સરકારી આંકડાઓ મુજબ નવેમ્બરમાં જીએસટી હેઠળ ૧.૦૩ લાખ કરોડ રૂપિયાનો મહેસૂલ ભેગો થયો, એમાં કેન્દ્રીય જીએસટી (ગુડ્સ ઍન્ડ ‌સર્વિસિસ ટૅક્સ)નો હિસ્સો ૧૯,૫૯૨ કરોડ રૂપિયા, જ્યારે રાજ્ય જીએસટી ૨૭,૧૪૪ કરોડ રૂપિયા રહ્યો છે. ઇન્ટિગ્રેટેડ ગુડ્‌સ ઍન્ડ સર્વસિસ ટૅક્સન રૂપે ૪૯,૦૨૮ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. સેસ રૂપે ૭૭૨૭ કરોડ રૂપિયા મળ્યા છે.

એક સત્તાવાર નિવેદન મુજબ આ વખતે નવેમ્બરમાં કેન્દ્રીય જીએસટીમાંથી ૧૯,૫૯૨ કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીમાંથી ૨૭,૧૪૪ કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટીમાંથી ૪૯,૦૨૮ કરોડ રૂપિયા અને જીએસટી સેસમાંથી ૭૭૨૭ કરોડ રૂપિયા વસૂલાયા છે. ઇન્ટિગ્રેટેડ જીએસટીમાંથી ૨૦,૯૪૮ કરોડ રૂપિયા આયાતમાંથી વસૂલ્યા છે. આ જ રીતે સેસની વસૂલીમાં ૮૬૯ કરોડ રૂપિયા આયાતિત માલ પર સેસથી પ્રાપ્ત થયા છે. આના પહેલાં સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં જીએસટી સંગ્રહમાં વાર્ષિક આધારે ઘટાડો નોંધાયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક લેણ-દેણ પર જીએસટી સંગ્રહમાં ૧૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ વર્ષે જીએસટી મહેસૂલમાં સૌથી સારી માસિક વૃદ્ધિ થઈ છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું એ સરકાર માટે રાહત માનવામાં આવે છે. ઘણા કાપ છતાં જીએસટી કલેક્શન સતત ત્રણ મહિનાથી એક લાખ કરોડ રૂપિયાથી નીચે ચાલી રહ્યું હતું. ઑગસ્ટમાં એ ૯૮,૨૦૨ કરોડ રૂપિયા, ઑક્ટોબરમાં ૯૫,૩૮૦ કરોડ અને સપ્ટેમ્બરમાં ૯૧,૯૧૬ કરોડ રૂપિયા હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK