રૂની નિકાસછૂટ ચાલુ રહેવાનો આધાર ભાવની વધ-ઘટ પર

Published: 8th October, 2011 17:20 IST

યુએસડીએ (યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચર)ના રિપોર્ટ મુજબ બે વર્ષ સુધી રૂની નિકાસને નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો કર્યા બાદ ભારત સરકારે ઑગસ્ટ ૨૦૧૧માં રૂની નિકાસ પરના બધા જ જથ્થાત્મક પ્રતિબંધો ઉઠાવી લીધા હતા અને ઑક્ટોબરથી શરૂ થયેલા નવા વર્ષમાં પણ આ જ નીતિ જાળવી રાખી છે.

 

માર્કેટિંગ વર્ષ ૨૦૧૧-’૧૨ (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં રૂની નિયંત્રણમુક્ત નિકાસ ચાલુ રહેવાનો આધાર સ્થાનિક ભાવ અને માગ પર રહેશે.

જોકે સમગ્ર વર્ષ દરમ્યાન આ છૂટ ચાલુ રહેશે કે કેમ એનો આધાર ભાવની સ્થિતિ અને સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીની સ્થાનિક જરૂરિયાત પર આધાર રાખે છે. અત્યારે ભાવ જરા ઊંચા છે અને ટ્રેડર્સ નવા પાકની આવકોની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં જે પ્રારંભિક આવકો થઈ છે એની ગુણવત્તા નબળી છે.

યુએસડીએના રિપોર્ટ મુજબ નવા વર્ષમાં નિકાસ વધીને ૮૦ લાખ ગાંસડી જેટલી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૬૬ લાખ ગાંસડી જેટલી થઈ હતી. રૂનું ઉત્પાદન ૩૩૦ લાખ ગાંસડીથી વધીને ૩૫૦ લાખ ગાંસડી જેટલું થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK