Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એલચીમાં આસમાની તેજી : ભાવ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા

એલચીમાં આસમાની તેજી : ભાવ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા

06 May, 2019 12:19 PM IST | મુંબઈ
કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

એલચીમાં આસમાની તેજી : ભાવ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા

એલચી

એલચી


એલચીમાં આસમાની તેજીનો પવન ફૂંકાવો શરૂ થયો છે. ભારતીય માર્કેટમાં એલચીનો ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યો છે. કેરળ સહિતનાં તમામ ઉત્પાદકમથકોએ પ્રતિકૂળ હવામાનથી એલચીના ઉત્પાદનને મોટી અસર થઈ છે. ભારતમાં એલચીના ભાવ વધતાં વર્લ્ડ માર્કેટમાં પણ એલચીમાં લાલચોળ તેજી જોવા મળી છે. એલચીના સૌથી મોટા વ્યાપારી મથક ગ્વાટેમાલામાં પણ ભારતની જેમ જ એલચીના ભાવ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. ગ્વાટેમાલા એલચીનું સૌથી મોટું એક્સપોર્ટર હોઈ અન્ય દેશોમાં પણ એલચીના ભાવ વધ્યા છે. ખાસ કરીને યુરોપિયન દેશો અને એશિયન દેશોમાં એલચીના ભાવ વીતેલા સપ્તાહ દરમિયાન સતત વધ્યા હતા.

એલચીના અનેક ઉપયોગ થઈ રહ્યા છે. ઓરિજિનલી પ્રથમ વિશ્વયુદ્ધ અગાઉ ગ્વાટેમાલામાં એલચીની શોધ થઈ હતી. કેસર અને વેનિલા બાદના સૌથી મોંઘા મસાલા પાક તરીકે એલચીની ગણના થાય છે. હાલ ગ્વાટેમાલા વિશ્વમાં એલચીનું સૌથી મોટું ઉત્પાદક અને એક્સપોર્ટર છે. ભારત, શ્રીલંકા, સાઉદી અરેબિયા અને કુવૈત એલચીના સૌથી મોટા ઇમ્પોર્ટરો છે. ભારત એલચીનું ઉત્પાદક, એક્સપોર્ટર અને ઇમ્પોર્ટર તરીકે વિશ્વના માર્કેટમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. એલચીના ભાવ નક્કી કરવામાં મુંબઈ અને ચેન્નઈનાં માર્કેટ વિશ્વમાં અનોખું મહત્વ ધરાવે છે. ભારત એલચીની ઇમ્પોર્ટ મોટા ભાગે ગ્વાટેમાલાથી કરી રહ્યું છે. ગ્વાટેમાલામાં એલચીનું ઉત્પાદન મોટું થઈ રહ્યું છે, પણ વપરાશ ઘણો જ ઓછો થઈ રહ્યો હોવાથી ગ્વાટેમાલા તેના ઉત્પાદનનો મહત્તમ હિસ્સો એક્સપોર્ટ કરી રહ્યું છે.



એલચીમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે અને ભાવ આસમાની ઊંચાઈએ પહોંચી ગયા છે. કેરળ સહિતનાં એલચીનાં મુખ્ય ઉત્પાદકમથકોએ પ્રતિકૂળ હવામાનને કારણે એલચીનો પાક ચાલુ વર્ષે ઓછો ઊતરવાની સંભાવના હોવાથી ભાવ હાજર અને વાયદામાં ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા છે. હાજર બજારમાં મથકોએ એલચીમાં સારી ક્વૉલિટીમાં કિલોના ૩૦૦૦ રૂપિયા ભાવ બોલાયા હતા, જે અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ છે.


એમસીએક્સ (મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ ઑફ ઇન્ડિયા) ખાતે એલચીનો બેન્ચમાર્ક મે વાયદો ગત સપ્તાહે વધીને ૨૧૨૦.૬૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો, જેમાં સતત તેજીની સર્કિટો લાગતી હોવાથી છેલ્લાં છ સેશનમાં વાયદો ૨૬ ટકા ઊંચકાઈ ગયો છે. નવી સીઝનમાં પણ ઉત્પાદન ઘટવાનો અંદાજ હોવાથી ભાવ ઝડપથી વધી રહ્યા છે. એમસીએક્સ એલચી બેન્ચમાર્ક મે વાયદો એક સપ્તાહ અગાઉ ૧૮૮૭.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. અગાઉના સપ્તાહે ૧૭૦૭ રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. ગયા વર્ષે તા. ૪ મેના રોજ એલચી વાયદો ૯૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. આમ, ગયા વર્ષની સરખામણીમાં એલચીના ભાવ અઢી ગણા વધુ જોવા મળી રહ્યા છે.

એલચીના એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું એલચીનો પાક ગઈ સીઝનમાં સરેરાશ ૧૫ હજાર ટન જેવો થયો હતો, જે નવી સીઝનમાં વધુ ઘટીને ૧૦થી ૧૨ હજાર ટન થાય તેવી ધારણા છે. એલચીનાં ઉત્પાદકમથકોએ છેલ્લા એક મહિનાથી પ્રતિકૂળ હવામાન જોવા મળી રહ્યું છે અને વરસાદ પડતો નથી.


એલચીનો પાક બે વર્ષ પહેલાં ૨૦ હજાર ટન થયો હતો, જે નવી સીઝનમાં અડધો જ થઈ જશે. કેરળમાં ગયા ઑગસ્ટ મહિનામાં આવેલાં પૂર અને ત્યાર બાદ ચાલુ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી હોવાથી એલચીના પાકને સતત બે વર્ષ માઠી અસર પડી છે. પરિણામે ભાવ ઊંચકાઈ ગયા છે. એલચીનું ઉત્પાદન સતત બે વર્ષથી ઘટી રહ્યું છે.

સ્પાઇસિસ ર્બોડના સત્તાવાર ઑક્શન સેન્ટર પુટ્ટાદવમાં એલચીના ભાવ સારી ક્વૉલિટીમાં ઊંચામાં ૩૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ બોલાયા હતા, જ્યારે ઍવરેજ ભાવ ૨૧૫૦ રૂપિયા બોલાયા હતા. નેદુમકાનદમ ઑક્શન સેન્ટરમાં એલચીના ભાવ ઊંચામાં ૨૪૦૦ રૂપિયા અને નીચામાં ૨૧૨૪ રૂપિયા બોલાયા હતા.

વેપારીઓ કહે છે કે એલચીનો નવો પાક હજી જૂન-જુલાઈમાં આવશે અને એની ક્વૉલિટી પણ નબળી જ રહે તેવી સંભાવના છે, જેને પગલે હાલ સારી ક્વૉલિટીની એલચીમાં ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા છે.

આ પણ વાંચો : રૂપિયાનું શાનદાર કમબૅક: ડૉલરમાં થાક ખાતી તેજી

ભારતીય બજારમાં એલચીનો પાક ઓછો થતાં વૈãશ્વક ભાવ પણ ઊંચકાયા છે. ભારતના મુખ્ય હરીફ દેશ એવા ગ્વાટેમાલામાં પણ એલચીના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. ગ્વાટેમાલા નિકાસબજારમાં મોટો હિસ્સો ધરાવે છે. ખાસ કરીને પશ્ચિમ એશિયા અને યુરોપિયન યુનિયનમાં મોટી નિકાસ થાય છે. ભારતમાં ભાવ ઊંચકાતાં ગ્વાટેમાલા સહિતના દેશોમાં પણ ભાવ વધ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 12:19 PM IST | મુંબઈ | કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK