Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Closing Bell: ઉછાળા સાથે બંધ થયું શૅર માર્કેટ, આ શૅર્સમાં દેખાયો વધારો

Closing Bell: ઉછાળા સાથે બંધ થયું શૅર માર્કેટ, આ શૅર્સમાં દેખાયો વધારો

19 October, 2020 03:40 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Closing Bell: ઉછાળા સાથે બંધ થયું શૅર માર્કેટ, આ શૅર્સમાં દેખાયો વધારો

બીએસઈ

બીએસઈ


ભારતીય શૅર બજાર સોમવારે વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ સોમવારે 1.12 ટકા અથવા 448.62 અંકના વધારા સાથે 40,431 પર બંધ થયું છે. સેન્સેક્સ સોમવારે 40,318 અંક પર ખુલ્યું હતું. તે ટ્રેડિંગ દરમિયાન 40,519 અંક સુધી અને ન્યૂનત્તમ 40,211.22 અંક સુધી પહોંચ્યું હતું.

બજાર બંધ થતાં સેન્સેક્સના 30 શેરોમાં 23 શેર લીલા નિશાન પર અને 7 લાલ નિશાન પર હતા. સોમવારે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેન્ક અને નેસ્લે ઈન્ડિયામાં સેન્સેક્સના શેરમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી.



તે જ સમયે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો સોમવારે 0.04 ટકા અથવા 110.60 અંકના વધારા સાથે 11,873.05 પર બંધ થયું છે. બજાર બંધ થતા સમયે નિફ્ટીના 50 શૅરોમાંથી 36 શૅર લીલા નિશાન પર અને 14 શૅર લાલ નિશાન પર રહ્યા હતા.


સોમવારે 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી 8 સેન્સેક્સ લીલા નિશાન પર અને 4 સેન્સેક્સ લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી બેન્કમાં સોમવારે 3.12 ટકા, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં 2.53 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 1.34 છે. તેનાથી વિપરીત, નિફ્ટી ફાર્મામાં 1.67 ટકા, નિફ્ટી મીડિયામાં 1.60 ટકા, નિફ્ટી આઈટીમાં 0.68 ટકા અને નિફ્ટી ઑટોમાં 1.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2020 03:40 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK