શૅર બજારમાં ઘટાડો: સેન્સેક્સ 2919 અંક તૂટ્યું, નિફ્ટી 9600 નીચે બંધ

Published: Mar 12, 2020, 16:19 IST | Mumbai

30 શૅરોવાળા બીએસઈના સેન્સેક્સ ઈન્ડેક્સ 2919.26 અંક 8.18% ઘટીને 32,778.14 પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 868.25 અંક -8.30% અંક ઘટીને 9590.15 પર બંધ થયું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વિશ્વ સ્વાસ્થય સંગઠનના કોરોના વાઈરસને મહામારી ઘોષિત કરવા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના વાઈરસના વધતા પ્રકોપના ચાલતા એક મહિના માટે બ્રિટનને છોડીને બાકી યૂરોપથી લોકોના અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવવાથી દુનિયાભરના બજારો સાથે ભારતીય શૅર બજારમાં ગુરુવારે હાહાકાર મચી ગયો. 30 શૅરોવાળા બીએસઈના સેન્સેક્સ ઈન્ડેક્સ 2919.26 અંક 8.18% ઘટીને 32,778.14 પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 868.25 અંક -8.30% અંક ઘટીને 9590.15 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી બધા શૅર લાલ નિશાનમાં બંધ થયા.

બીએસઈના સેન્સેક્સ એક સમયે 3079.93 અંકોના ઘટાડા સાથે 32,756.80ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા. એનએસઈના નિફ્ટી પણ 875.15 અંક એટલે 8.37%ના ઘટાડા સાથે 9583.25ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા.

દિવસભરના કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે 34,472.50 અંકના ઉચ્ચતમ સ્તર પર કારોબાર કરી રહ્યા હતા, જ્યાં એકવાર તે ઘટીને 32,493.10 અંકના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK