Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Closing Bell: ઘટાડા સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 39 અંક ઘટીને બંધ

Closing Bell: ઘટાડા સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 39 અંક ઘટીને બંધ

24 July, 2020 03:46 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Closing Bell: ઘટાડા સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 39 અંક ઘટીને બંધ

બીએસઈ

બીએસઈ


ભારતીય શૅર બજાર સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું છે અને શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 0.1% નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11200 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 38101 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 39 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 21 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.59% સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.28%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.23%ની નબળાઈની સાથે બંધ થયું છે.



અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 39.35 અંક એટલે કે 0.10%ના ઘટાડાની સાથે 38101.12 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 21.30 અંક એટલે કે 0.19% ઘટીને 11194.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, રિયલ્ટી, એફએમસીજી, આઈટી અને ઑટો શેરોમાં 2.06-0.27% સુધીનું દબાણ જોવા મળ્યું. બેન્ક નિફ્ટી 1.83%ના ઘટાડાની સાથે 22,662.05 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, હિંડાલ્કો, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ગેલ, ગ્રાસિમ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 2.56-4.84 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને ઈન્ડુસઈન્ડ બેન્ક 1.55-4.69% વધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 03:46 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK