Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Closing Bell: બેન્કિંગ, FMCG શૅરોમાં તેજી, સેન્સેક્સ 35,000ને પાર

Closing Bell: બેન્કિંગ, FMCG શૅરોમાં તેજી, સેન્સેક્સ 35,000ને પાર

01 July, 2020 03:41 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Closing Bell: બેન્કિંગ, FMCG શૅરોમાં તેજી, સેન્સેક્સ 35,000ને પાર

બીએસઈ

બીએસઈ


બેન્ક, એફએમસીજી, એનર્જી અને મેટલ સેક્ટરની કંપનીઓના શૅરોમાં ખરીદદારીના કારણે શૅર બજારમાં બુધવારે જબરદસ્ત તેજી જોવા મળી. બીએસઈના 30 શૅરોવાળા સેન્સેક્સ ઈન્ડેક્સ 498.65 અંક એટલે 1.43 ટકાના ઉછાળા સાથે 35,414.45 અંક પર બંધ થયું. ત્યાં એનએસઈ નિફ્ટી 127.90 અંક એટલે 1.24 ટકાની તેજી સાથે 10,340 અંક પર બંધ થયું. સેન્સેક્સ પર એક્સિસ બેન્કના શૅરોમાં સૌથી વધારે 6.58 ટકાની તેજી જોવા મળી. બજાજ ફિનસર્વના શૅરોમાં 5.58 ટકા, એચડીએફસીના શૅરોમાં 4.59 ટકા, બજાજ ફાઈનાન્સના શૅરોમાં 4.43 ટકા અને આઈટીસીના શૅરોમાં 4.16 ટકાની તેજી જોવા મળી.

જ્યાં, એનટીપીસી, નેસ્લે ઈન્ડિયા, લાર્સન એન્ડ ટૂબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઓએનજીસીના શૅરમા ઘટાડો જોવા મળ્યો.



વેપારીઓના મતે, સકારાત્મક મેક્રો ઇકોનોમિક ડેટાને લીધે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેના કારણે સ્થાનિક શેર બજારોમાં વધારો થયો હતો.


અન્ય એશિયાઈ બજારની વાત કરીએ તો શાંઘાઈ અને હૉન્ગકૉન્ગમાં બજાર વધારા સાથે બંધ થયું. જ્યાં ટોક્યો અને સિઓલમાં શૅર બજાર લાલ નિશાનમાં બંધ થયું. યૂરોપમાં શૅર બજારોમાં શરૂઆતમાં સારી તેજી જોવા મળી.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2020 03:41 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK