પબ્લિકના પૈસા લઈને ડૂબી વધુ એક સહકારી બૅન્ક, 5 લાખ સુધીની જમા રકમ મળશે પાછી

Published: May 03, 2020, 14:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

RBIએ આ બૅન્કનું લાઇસન્સ રદ્દ કરીને તેના કામકાજ પર પ્રતિબંધ મૂક્યો છે.

ભારતીય રિઝર્વ બૅન્ક
ભારતીય રિઝર્વ બૅન્ક

એવું લાગે છે કે હવે બૅન્કોમાં લોકોના પૈસા સુરક્ષિત રહ્યા નથી. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્કના બંધ થયા પછી હવે વધુ એક બેન્ક CKP Co-operative Bank બંધ થઈ ગઈ છે. RBIએ આ બૅન્કનું લાઇસન્સ રદ્દ કરીને તેના કામકાજ પર પ્રતિબંધ મૂક્યો છે.

RBIએ કેમ લીધું આ પગલું
સીકેપી કૉ-ઑપરેટિવ બેન્કનું લાઇસન્સ રદ્દ કરવાનું કારણ જણાવતા આરબીઆઇએ કહ્યું કે, "આ બૅન્કની નાણાંકીય સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ બૅન્કનું કોઇ અન્ય બૅન્ક સાથેના વિલયનું પણ હજી કોઇ ચોક્કસ પ્લાન સામે આવ્યું નથી. પ્રબંધને બૅન્કની સ્થિતિ પાટાંપર લાવવા માટે કોઇપણ વિશ્વસનીય પ્રતિબદ્ધતા દર્શાવી નથી."

જમાકર્તાઓને મળશે 5 લાખ સુધીની રકમ
બૅન્કનું લાઇસન્સ રદ્દ કરવા અને આની સંપત્તિઓને વેંચવાની જાહેરાત સાથે જ DICGC ઍક્ટ, 1961 પ્રમાણે, સીકેપી કૉ-ઑપરેટિવ બૅન્ક લિમિટેડના જમાકર્તાઓને તેમના પૈસા પાછાં આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રત્યેક જમાકર્તાને ડિપૉઝિટ ઇન્શ્યોરન્સ તેમજ ક્રેડિટ ગૅરંટી કૉર્પોરેશન (DICGC)ના નિયમો પ્રમાણે, અધિકતમ 5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

બૅન્ક અધિકારીઓએ ગ્રાહકોને આપ્યો દગો
આરબીઆઇએ કહ્યું કે, "બૅન્કની ગતિવિધિઓ સાર્વજનિક હિત તથા જમાકર્તાઓના હિતોની પ્રતિકૂળ રહી છે અને મેનેજમેન્ટનું કામકાજ પણ સાર્વજનિક હિતો તથા જમારર્તાઓના હિતો માટે નુકસાનકારક રહ્યું છે."

નાણાંકીય સ્થિતિ ખૂબ જ ખરાબ
કેન્દ્રીય બૅન્ક પ્રમાણે નાણાંકીય સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને આ બૅન્કનું ચાલી શકવું ખૂબ જ મુશ્કેલ છે. આ બૅન્કનું કોઇપણ અન્ય બૅન્ક સાથે વિલયનું પણ કોઇ ચોક્કસ પ્લાન નથી. બૅન્કને પાટાંપર લાવવા માટે કોઇપણ વિશ્વસનીય પ્રતિબદ્ધતા પણ દર્શાવી નથી.

આ કારણસર લાઇસન્સ કર્યું રદ્દ
આરબીઆઇએ કહ્યું કે બૅન્કને પાટાં પર લાવવા માટે પ્રયત્ન જેટલો હોવો જોઇએ, તેની આસપાસ પણ નથી, જ્યારે બૅન્કને ઘણો સમય અને તક આપવામાં આવી હતી. બૅન્ક તરફથી વિલયનો પણ પ્રસ્તાવ સામે આવ્યો નથી. કેન્દ્રીય બૅન્કે કહ્યું કે તેથી જો બૅન્કને આગળ પણ કામકાજ ચાલું રાખવાની પરવાનગી આપવામાં આવે તો ગ્રાહકોના હિતોનું નુકસાન થાત. જો બૅન્ક બંધ થાય તો ડીઆઇસીજીસી પ્રમાણે તેના પ્રત્યેક જમાકર્તાને અધિકતમ 5 લાખ રુપિયા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK