Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકા સાથેની સમજૂતી માટે ચીન સમય લગાડશે એવી આશાએ સોનાના ભાવ વધ્યા

અમેરિકા સાથેની સમજૂતી માટે ચીન સમય લગાડશે એવી આશાએ સોનાના ભાવ વધ્યા

15 October, 2019 11:35 AM IST | મુંબઈ ડેસ્ક

અમેરિકા સાથેની સમજૂતી માટે ચીન સમય લગાડશે એવી આશાએ સોનાના ભાવ વધ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોનાના ભાવમાં તેજી માટેનું સૌથી મોટું કારણ અત્યારે નબળું પડી રહ્યું છે. શુકવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ચીન સાથે પ્રથમ તબક્કાની વ્યાપાર સમજૂતીની ઘોષણા કરી હતી. આ પછી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આજે એવા અહેવાલ આવી રહ્યા છે કે ચીન આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરતાં પહેલાં થોડો સમય લેશે, ફેરવિચારણા પણ કરી શકે છે એટલે ઘટેલા ભાવને ટેકો મળી રહ્યો હતો. બીજી તરફ, વૈશ્વિક બજારમાં ડૉલર મજબૂત થઈ રહ્યો હોવાથી સોનાના ભાવમાં ઉછાળો અટકી ગયો હતો. આ ઉપરાંત, ચીન અને ભારત – સોનાના બે સૌથી મોટા વપરાશકાર દેશમાં ઊંચા ભાવે માગણી ઘટી રહી હોવાની અડચણ પણ જોવા મળી રહી છે. સોનાનો ભાવ હાજર અને વાયદામાં ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી આસપાસ ટકી રહેવા માટે મક્કમ પ્રયત્ન કરી રહ્યો છે. 

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું શુકવારે ૧૪૯૪.૧૦ ડૉલરની સપાટીથી ઘટી ૧૪૮૮.૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યું હતું. ગઈ કાલે હાજરમાં ભાવ વધીને ૧૪૯૬.૭ ડૉલર થઈ ૧૪૮૮.૯૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ન્યુ યૉર્કમાં કોમેક્સ ડિસેમ્બર વાયદો શુકવારે ૧૪૮૮.૭ની સપાટીએ બંધ આવ્યો હતો જે ગઈ કાલે વધી ૧૫૦૧.૩૫ ડૉલર થઈ ૧૪૯૩.૮૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો શુકવારે ૧૭.૫૪૪ની સપાટીએ બંધ હતો જે ગઈ કાલે ૧૭.૫૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
ભારતમાં મુંબઈ ખાતે હાજરમાં સોનું ૨૬૦ વધી ૩૯,૬૧૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૯૦ વધી ૩૯,૬૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૮૯૪ ખૂલી ઉપરમાં ૩૮,૨૮૦ અને નીચામાં ૩૭,૭૭૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૮૫ વધીને ૩૮,૨૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૩ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૩૧૦ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૨૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૫૧ વધીને બંધમાં ૩૮,૧૯૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.
હાજરમાં ચાંદીના ભાવ મુંબઈ ખાતે ૪૩૦ વધી ૪૬,૭૩૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૧૦ વધી ૪૬,૭૫૦ રૂપિયા પ્રતિ એક કિલોની સપાટીએ બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫,૨૩૫ ખૂલી ઉપરમાં ૪૫,૬૨૭ અને નીચામાં ૪૫,૨૧૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૫૭ વધીને ૪૫,૫૨૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૩૬૫ વધીને ૪૫,૫૪૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૩૭૪ વધીને ૪૫,૫૫૦ રૂપિયા બંધ રહ્યા હતા.
ઊંચા ભાવથી ચીનમાં પણ માગણી ઘટી
સોનાના ઊંચા ભાવની અસર ભારત બાદ હવે ચીનમાં પણ જોવા મળી રહી છે. મેટલ્સ ફોકસ નામની કંપનીના રિસર્ચ અનુસાર રોકાણ માટેની સોનાની માગણી ચીનમાં ૨૦ ટકા ઘટી ૨૪૦ ટન અને જ્વેલરી માગણી ચાર ટકા ઘટી ૬૬૦ ટન રહે એવો અંદાજ છે. સત્તાવાર રીતે ચીન વિશ્વમાં સોનાનું સૌથી મોટું વપરાશકાર છે અને ફેબ્રુઆરીથી ઑગસ્ટ ૨૦૧૯માં ચીનની સોનાની આયાત ૪૨ ટકા ઘટી ૫૬૧ ટન રહી હોવાનું સરકારી આંકડા દર્શાવે છે.
રૂપિયો ત્રણ સપ્તાહની નીચી સપાટીએ
ડૉલર સામે રૂપિયો ૭૦.૮૩ની સપાટીએ મજબૂત ખૂલ્યો હતો અને શૅરબજારની તેજી સાથે વધી ૭૦.૭૪ થયો હતો, પરંતુ ચીન અને અમેરિકાની સંધિ વિલંબમાં પડી શકે એવી ચર્ચાએ વૈશ્વિક બજારમાં ડૉલર મજબૂત થતાં રૂપિયો ફરી ગબડી ૭૧.૨૩ની સપાટીએ બંધ આવ્યો હતો. સોમવારે રૂપિયો ૭૧.૦૨ની સપાટીએ બંધ આવ્યો હતો એટલે ગઈકાલે રૂપિયો ૨૩ પૈસા ઘટી ડૉલર સામે ત્રણ સપ્તાહની નીચી સપાટીએ બંધ આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2019 11:35 AM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK